પિયર જવાનું કહી ઘરેથી નીકળી પત્ની, પ્રેમી સાથે પહોંચી હોટલ, પતિએ બંનેને રંગે હાથ પકડ્યા
Updated: February 3, 2023, 8:44 AM IST
પતિએ પ્રેમી સાથે હોટલ ગયેલી પત્નીને રંગેહાથ પકડી
Husband Caught Wife With Lover From Hotel: લગ્નત્તર સંબંધો પતિ-પત્નીના સંબંધોમાં કંકાશનું કારણ બનતા હોય છે, આવી જ એક ચોંકાવનારી ઘટના બની છે કે જેમાં પરિણીતા પિયર જવાનું કહીને પ્રેમી સાથે હોટલમાં પહોંચી હતી. આ અંગે પતિએ પત્નીનો પીછો કરીને તેને રંગે હાથ પકડી લીધી હતી. યુવકે મીડિયા સાથે પોલીસને પણ બોલાવી લીધી હતી.
ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક પતિને તેની પત્ની પર શક હતો કે, તેની પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ છે અને તે દગો આપી રહી છે. ગયા સોમવારે તેનો શક હકીકતમાં બદલાઈ ગયો હતો. તેની પત્ની પોતાના પતિને એવું કહીને ઘરે બહાર નીકળી હતી કે, તે તેના પિયર જઈ રહી છે, પરંતુ હકીકતમાં તે તેના પ્રેમી સાથે હોટલમાં ગઈ હતી. પત્નીનો પીછો કરીને તેનો પતિ પણ હોટલમાં પહોંચી ગયો હતો અને હંગામો ઊભો કરી દીધો હતો. મીડિયા સાથે પોલીસને પણ બોલાવી હતી. પોલીસે પતિ અને પત્નીનું કાઉન્સેલિંગ કર્યું હતું, પરંતુ પતિ તેને સાથે રાખવા માટે તૈયાર નહોતો.
પતિનો શક સાચો પડ્યો અને પત્ની પકડાઈ
પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર આ દંપતી હલ્દ્વાનીના પીલીકોઠીમાં રહેતું હતું. આ દંપતીને બે બાળકો પણ છે. પતિને પત્ની પર શક હતો કે, તેના અન્ય પુરુષ સાથે સંબંધ છે, પરંતુ આ બાબત માટે તેની પાસે કોઈ પુરાવો નહોતો. સોમવારે પત્ની પિયર જવાનું કહીને ઘરની બહાર નીકળી હતી. પતિએ તેનો પીછો કર્યો હતો. પીછો કર્યા બાદ પતિનો શક હકીકતમાં બદલાઈ ગયો. તે મહિલા અને યુવકને મળી હતી અને તે યુવક સાથે કોતવાલી સામે આવેલ ખાનચંદ માર્કેટની હોટલમાં ગઈ હતી.
આ પણ વાંચોઃ વેલેન્ટાઈન ડેની અસર દેખાઈ, આ દેશમાં લોકોને ફ્રીમાં કોન્ડમ આપશે સરકાર
પતિએ હોટલમાં બંનેને રંગેહાથે પકડી લીધા હતા. ત્યારબાદ પતિએ હોટલમાં હંગામો ઊભો કરી દીધો હતો. પતિએ પુરાવાના ભાગરૂપે પત્ની અને તેના પ્રેમીનો વિડીયો પણ બનાવ્યો હતો. આ વિડીયોમાં પ્રેમી મોઢું છુપાવતો જોવા મળે છે અને કહે છે કે, તે પહેલી વાર આવ્યો હતો.
હોટલના રૂમમાંથી આપત્તિજનક સામાન મળી આવ્યો હતો. આ બધુ જોઈને પતિને ગુસ્સો આવતા તેણે હોટલમાં જ પોતાની પત્નીને ધડાધડ થપ્પડ ઝીંકી દીધા હતા અને પોલીસને બોલાવી હતી. પોલીસ પતિ અને પત્નીને કોતવાલી પોલીસ સ્ટેશન આવી હતી. જ્યાં દંપતીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પતિએ જણાવ્યું કે, તે એક ડ્રાઈવર છે. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પતિએ પત્નીને ઘરે લઈ જવાની ના પાડી હતી, પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો નથી. ASI કુમકુમ ધાનિક જણાવે છે કે, પતિ અને પત્નીનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.
Published by:
Tejas Jingar
First published:
February 3, 2023, 8:24 AM IST