Terrorism Organisation: કેવી રીતે આતંકવાદી સંગઠન જાહેર થાય છે, કાયદામાં તેની શું-શું જોગવાઈ છે, જાણો સમગ્ર માહિતી

News18 Gujarati
Updated: September 28, 2022, 10:49 AM IST
Terrorism Organisation: કેવી રીતે આતંકવાદી સંગઠન જાહેર થાય છે, કાયદામાં તેની શું-શું જોગવાઈ છે, જાણો સમગ્ર માહિતી
ફાઇલ તસવીર

Terrorism Organisation: જાણો આતંકવાદી સંગઠન કેવી રીતે જાહેર કરવામાં આવે છે. આ સાથે જ કાયદા પ્રમાણે આવા આતંકવાદી સંગઠનો સામે શું પગલાં લેવાય છે અને તેમાં કેવી સજાની જોગવાઈઓ છે.

  • Share this:
નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સતત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની ઓફિસ (PFI) અને PFI સાથે જોડાયેલા રાજ્ય અને જિલ્લાના નેતાઓના ઘર અને તેના સભ્યોના ઘરમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, PFI પર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની કથિત સંડોવણીને લઈને દરોડા પાડવામાં આવ્યાં છે.

PFI આતંકવાદી શિબિરનું આયોજન કરતું હતું


તપામાં મળેલી માહિતી પ્રમાણે, PFIના સભ્યો આતંકવાદી શિબિરોનું આયોજન કરતા હતા અને યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરતા હતા. ત્યારે આજે એન્ટિ-ટેરર કાયદા અંતર્ગત આ સંગઠન પર કેન્દ્ર સરકારે 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે. તો આવો જાણીએ આવા કેસમાં સજાની શું-શું જોગવાઈ હોઈ શકે અને તેને ‘આતંકવાદી સંગઠન’ કેવી રીતે જાહેર કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ PFI ક્યારે બન્યું, તેનો ઉદ્દેશ્ય શું છે, જાણો તેની તમામ માહિતી

ગેરકાયદેસર કામગીરી અટકાવવાના કાયદા અંતર્ગત સરકાર ‘ગેરકાયદેસર સંગઠન’ અથવા ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરી શકે છે અને મોટાભાગના કેસમાં તેના પર પ્રતિબંધ જ લગાવવામાં આવે છે. જો કોઈ સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવે તો સભ્યોને ગુનેગાર જાહેર કરવાની અને તેમની સંપત્તિ જપ્ત કરવાની સત્તા સામેલ છે.

વર્ષ 1997માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવિત થયેલા ઠરાવમાં સભ્ય દેશોએ ચોક્કસ આતંકવાદીઓ સહિત તેમના સંગઠનો સામે પગલાં લેવાની, તેમની સંપત્તિ જપ્ત કરવાની અને આર્થિક સંશાધનો જપ્ત કરવાની, તેમના પર પ્રવેશ પ્રતિબંધ લાદવાની અથવા તેમના આવવા-જવા પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે. આ સિવાય જો તે સીધી કે આડકતરી કે અન્ય કોઈ રીતે દારૂગોળો અને હથિયાર કોઈ વ્યક્તિને કે સંગઠનને પૂરાં પાડે છે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી જોગવાઈ છે.આ પણ વાંચોઃ PFI પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ, 8 સંગઠનો પર કાર્યવાહી

આતંકવાદી સંગઠનની વ્યાખ્યા શું?


UAPAની કલમ 2(m) અંતર્ગત UAPAના લિસ્ટમાં રજિસ્ટર થયેલું ઓર્ગેશનાઇઝેશન અથવા તેમાં રજિસ્ટર થયેલા એકસરખા નામ સાથે ચાલતું સંગઠન. શિડ્યૂલ 1માં હિઝ્બ-ઉલ-મુઝાહિદ્દીન, બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ, લિબ્રેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ સહિત કુલ 42 ઓર્ગેનાઇઝેશન લિસ્ટેડ છે.

સંગઠનને આતંકવાદી સંગઠન કેવી રીતે જાહેર કરવામાં આવે છે?


UAPAની કલમ 35 અંતર્ગત જો આતંકવાદ સાથે સંકડાયેલું હોય તો ને તો જ કેન્દ્ર સરકાર તેને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરી શકે છે. સરકાર કોઈ સંસ્થાને તેમાં ઉમેરી શકે છે અને કાઢી શકે છે.

આતંકવાદી સંસ્થા જાહેર કરવા માટેની શરતો...

જો તે,

આતંકવાદી પ્રવૃત્તિઓ કરતું હોય અથવા તેમાં સામેલ હોય
આતંકવાદની તૈયારી કરતું હોય
આતંકવાદને પ્રમોટ કરતું હોય, પ્રોત્સાહિત કરતું હોય
આતંકવાદ સાથે સીધું સંકડાયેલું હોય

આ પણ વાંચોઃ દિલ્હીના શાહીનબાગથી PFI સાથે જોડાયેલી મહિલાની ધરપકડ

સંગઠનને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાના પરિણામ શું હોઈ શકે?


આતંકવાદી સંગઠન જાહેર કરવાના બે નિર્ણાયક પરિણામો એ છે કે, સંગઠનનું ભંડોળ અને સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિઓને ગુનેગાર જાહેર કરવામાં આવે છે.

UAPAની કલમ 38માં પ્રમાણે, જો કોઈ વ્યક્તિ પોતાને કોઈ આતંકવાદી સંગઠન સાથે સંકડાયેલા હોવાનો દાવો કરે અથવા તેની પ્રવૃત્તિઓને આગળ વધારવાના ઈરાદા સાથે સંકળાયેલા હોવાનો દાવો કરે કે પછી આતંકવાદી સંગઠનના સભ્યને લગતો ગુનો કરે છે તો તેને 10 વર્ષની કેદની સજા મળી શકે છે.

જો કોઈપણ વ્યક્તિ આતંકવાદી ગેંગનો સભ્ય હોય અથવા આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હોય, જો તે આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ હોય ત્યારે તેને આતંકવાદી એક્ટ અંતર્ગત આજીવન કેદની સજા આપવામાં આવી શકે છે અને સાથે જ તેને દંડ પણ કરવામાં આવી શકે છે.

કલમ 21 અંતર્ગત આતંકવાદ સાથે સંકળાયેલી વ્યક્તિઓને આજીવન કેદ સહિત દંડની જોગવાઈ આપે છે.

UAPAની કલમ 24-A અંતર્ગત આતંકવાદની આવક જપ્ત કરવા માટેની જોગવાઈ પણ કરે છે. કાયદા પ્રમાણે, જો કોઈ વ્યક્તિ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે તેવું સાબિત ન પણ થાય તો પણ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તેની સંપત્તિ જપ્ત કરી શકે છે.

આતંકવાદી સંગઠનો માટે કાયદામાં શું જોગવાઈ છે?


સંગઠન અને સંગઠનને લીધે અસરગ્રસ્ત થયેલો વ્યક્તિ સંગઠનને લિસ્ટમાંથી દૂર કરવા માટે કેન્દ્ર સરકારને અરજી કરી શકે છે. ત્યારબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ અથવા પૂર્વ ન્યાયાધીશના નેતૃત્વમાં અરજી તપાસવા માટે રિવ્યૂ કમિટીની નિમણૂક કરવામાં આવે છે. ત્યારબાદ કાયદાની જોગવાઈ પ્રમાણે જો તે સત્ય સાબિત થાય તો તેને લિસ્ટમાંથી દૂર કરવામાં આવે છે.
Published by: Vivek Chudasma
First published: September 28, 2022, 8:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading