Assembly Elections 2020

ASSOCIATED BY

IN PARTNERSHIP WITH

એરપોર્ટ ટર્મિનલ પર ઉભેલા વિમાનની નીચે ઘુસી ગઇ કાર, જુઓ ચોંકાવનારો Video

News18 Gujarati
Updated: August 2, 2022, 3:50 PM IST
એરપોર્ટ ટર્મિનલ પર ઉભેલા વિમાનની નીચે ઘુસી ગઇ કાર, જુઓ ચોંકાવનારો Video
માનવામાં આવે છે કે વીડિયો કોઇ યાત્રા દ્વારા બનાવવામાં આવ્યો છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે (તસવીર - વાયરલ વીડિયો)

Viral video : આ વિમાન દિલ્હીથી પટના જવા માટે ઉડાન ભરવાનું હતું. આ સંબંધમાં હાલ એરપોર્ટ અધિકારીઓ તરફથી કોઇ જાણકારી આવી નથી

  • Share this:
નવી દિલ્હી : દિલ્હીના (Delhi)ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. IGI ટર્મિનલ T-2 પર ઇન્ડીગોના નોઝ એરિયાની નીચે ગો ગ્રાઉન્ડમાં મારુતિની ગાડી પાર્ક કરેલી જોવા મળી રહેલી છે. આ વિમાન દિલ્હીથી પટના જવા માટે ઉડાન ભરવાનું હતું. આ સંબંધમાં હાલ એરપોર્ટ અધિકારીઓ તરફથી કોઇ જાણકારી આવી નથી.

કાર વિમાનના નોઝ વ્હિલ (આગળના પૈડા)થી ટકરાવવાથી બાલ બાલ બચી છે. જોકે આ દુર્ઘટનામાં કોઇ નુકસાન થયું નથી. પણ એ સવાલ ઉઠી રહ્યો છે કે આ કાર કેવી રીતે પહોંચી ગઇ?

વિમાન કે કારને નુકસાન નહીં

એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે ડીજીસીએ મામલાની તપાસ કરશે. અધિકારીઓએ કહ્યું કે દારૂના સેવન માટે કાર ચાલકનું બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે પણ તે નેગેટિવ આવ્યો છે. એટલે કે કાર ચાલકે દારૂ પીધો ન હતો. સૂત્રોના મતે વિમાનને કોઇ નુકસાન થયું નથી. આ ઘટના એરપોર્ટના ટર્મિનલ-2ના સ્ટેન્ડ નંબર 201 પર થઇ છે.

આ પણ વાંચો - બેંકમાં સફાઇ કર્મચારી તરીકે કામ કરતા હતા આ મહિલા, હાલ SBIમાં છે આસિસ્ટન્ટ જનરલ મેનેજર



#WATCH | A Go Ground Maruti vehicle stopped under the nose area of the Indigo aircraft VT-ITJ that was parked at Terminal T-2 IGI airport, Delhi. It was an Indigo flight 6E-2022 (Delhi–Patna) pic.twitter.com/dxhFWwb5MK— ANI (@ANI) August 2, 2022



માનવામાં આવે છે કે વીડિયો કોઇ યાત્રા દ્વારા બનાવવામાં આવ્યો છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

પટના જઇ રહ્યું હતું વિમાન

આ વિમાન મંગળવારે સવારે દિલ્હીથી પટના માટે રવાના થવા માટે તૈયાર હતું. ત્યારે ગો ફર્સ્ટની એક કાર તેની નીચે આવી ગઇ હતી. જોકે તે નોઝ વ્હીલથી ટકરાવવાથી બચી ગઇ હતી. વિમાન કંપની તરફથી હજુ સુધી કોઇ નિવેદન સામે આવ્યું નથી.
Published by: Ashish Goyal
First published: August 2, 2022, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading