COVID-19: બાળકોને પણ મળશે કોરોનાથી સુરક્ષા કવચ, ટૂંક સમયમાં શરૂ થશે Covaxinનું ટ્રાયલ

News18 Gujarati
Updated: May 19, 2021, 7:49 AM IST
COVID-19: બાળકોને પણ મળશે કોરોનાથી સુરક્ષા કવચ, ટૂંક સમયમાં શરૂ થશે Covaxinનું ટ્રાયલ
2-18 વય જૂથ માટે કોરોના વાયરસ વિરોધી કોવેક્સીનની અસરના ટ્રાયલ 10-12 દિવસમાં શરૂ થશે

2-18 વય જૂથ માટે કોરોના વાયરસ વિરોધી કોવેક્સીનની અસરના ટ્રાયલ 10-12 દિવસમાં શરૂ થશે

  • Share this:
નવી દિલ્હી. દેશમાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave)ની સ્થિતિને નિયંત્રિત કરવા અને ત્રીજી લહેરની આશંકાની વચ્ચે 2થી 18 વય જૂથના બાળકો ઉપર પણ વેક્સીનના ટ્રાયલ શરૂ થઈ જશે. સરકારે મંગળવારે કહ્યું કે 2-18 વર્ષની ઉંમરના બાળકો પર કોરોના વાયરસ વિરોધી કોવેક્સીન (Covaxin)ની અસરના ટ્રાયલ 10-12 દિવસમાં શરૂ થશે. નીતિ આયોગના સભ્ય વીકે પૉલે કહ્યું કે, કોવેક્સીનને 2થી 18 વય જૂથ માટે ફેઝ-2 અને ફેઝ-3ના ક્લીનિકલ ટ્રાયલ માટે ભારતના ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ (DCGI)એ સ્વીકૃતિ આપી દીધી છે.

વીકે પૉલે કહ્યું છે કે, મને જણાવવામાં આવ્યું છે કે પરીક્ષણ આગામી 10-12 દિવસમાં શરૂ થઈ જશે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા નિર્મિત કોવેક્સીન વાયરસના મોટાભાગના વેરિયન્ટની વિરુદ્ધ પ્રભાવી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો, સિંગાપુરમાં સ્કૂલો કેમ બંધ કરવામાં આવી રહી છે? નવા વેરિયન્ટને લઈ ભયનો માહોલ

કેજરીવાલે પણ બાળકો માટે વેક્સીનની કરી અપીલ

બાળકો માટે ટ્રાયલની આ જાહેરાત એ અહેવાલોની વચ્ચે થઇ જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના નવા વેરિયન્ટ્સ બાળકોને વધુ પ્રભાવિત કરી રહ્યા છે. આ પહેલા દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ મંગળવારે કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો કે સિંગાપુરની સાથે તમામ હવાઈ સેવાઓને તાત્કાલિક રદ કરી દેવી જોઈએ કારણ કે ત્યાં સામે આવેલું કોરોના વાયરસનું નવું સ્વરૂપ બાળકો માટે ‘ખૂબ ખતરનાક’ ગણાવવામાં આવી રહ્યું છે.

બાળકોને કોરોનાથી સુરક્ષિત કરવા જરૂરી- રાહુલ ગાંધીકૉંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે આ સરકારમાં જેટલી સરળતાથી સવાલ ઉઠાવનારા લોકોની ધરપકડ થાય છે, જો એટલી જ સરળતાથી વેક્સીન મળી જાય તો દેશ આજે આ દર્દનાક સ્થિતિમાં ન હોત. તેઓએ એવું પણ કહ્યું કે દેશના ભવિષ્ય માટે ‘મોદી સિસ્ટમ’ને ઊંઘમાંથી જગાડવાની જરૂર છે.

આ પણ વાંચો, કોરોનાથી સાજા થયેલા લોકોને 6 મહિનાને બદલે 9 મહિના બાદ અપાય વેક્સીન- સરકારી પેનલની ભલામણ

રાહુલ ગાંધીએ વિશેષમાં કહ્યું કે, આવનારા સમયમાં બાળકોને કોરોનાથી સુરક્ષિત કરવા પડશે. પીડિયાટ્રિક સ્વાસ્થ્ય સુવિધાઓ તથા વેક્સીન-સારવારના પ્રોટોકોલ અત્યારથી તૈયાર થવા જોઈએ. દેશના ભવિષ્ય માટે વર્તમાન ‘મોદી સિસ્ટમ’ને ઊંઘમાંથી જાગવાની જરૂર છે.
Published by: Mrunal Bhojak
First published: May 19, 2021, 7:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading