Mahesh Babu Mother Passes Away: ટોલીવૂડ સુપરસ્ટાર મહેશ બાબુના માતા ઈન્દિરા દેવીનું નિધન

News18 Gujarati
Updated: September 28, 2022, 8:12 AM IST
Mahesh Babu Mother Passes Away: ટોલીવૂડ સુપરસ્ટાર મહેશ બાબુના માતા ઈન્દિરા દેવીનું નિધન
ટોલીવૂડ સુપરસ્ટાર મહેશ બાબુની માતા ઈન્દિરા દેવીનું નિધન

Mahesh Babu's Mother passed away: સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની માતા ઈન્દિરા દેવી છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં દાખલ હતા. તેઓનું હૈદરાબાદની AIG હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે બુધવારે નિધન થયું છે. આ સમાચાર સામે આવતા જ મહેશ બાબુનો સમગ્ર પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો હતો.

  • Share this:
હૈદરાબાદ: સુપરસ્ટાર મહેશ બાબુની માતા ઈન્દિરા દેવી છેલ્લા કેટલાક અઠવાડિયાથી નાદુરસ્ત હતા અને તેમની હૈદરાબાદની AIG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે, તેણીને કેટલાક સમયથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આજે બુધવારે વહેલી સવારે તેણીએ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. આ સપ્તાહમાં તેણીને AIG હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ મહેશ બાબુએ ઘણી વખત તેની મુલાકાત લીધી હતી. સુપરસ્ટાર કૃષ્ણા ગરુનું વિજયનિર્મલા સાથે લગ્નને બાદ થોડા સમયમાં નિધન થયું હતું. આ બાદ ઇન્દિરા દેવી એકલા રહ્યા હતા.

આ પણ વાંચો: Mahesh Babu: બોલિવૂડમાં ડેબ્યૂને લઈને મહેશ બાબુનું મોટું નિવેદન, કહ્યું- મને બૉલીવુડવાળા અફોર્ડ કરી શકે નહીં

સુપરસ્ટાર મહેશ બાબુની ઈન્દિરા દેવી લાંબા સમયથી ઉંમર સંબંધિત બિમારીઓથી પીડિત હતા. જણાવી દઈએ કે, મહેશ બાબુ તેમની સાથે રહી તેની માતાની સંભાળ રાખતા હતા. મહેશ બાબુને તેમની વર્તમાન ફિલ્મ “SSMB28” ના શૂટિંગ શેડ્યૂલમાંથી લાંબો બ્રેક મળતા જ તેઓ માતા ઇન્દિરા દેવીની નિયમિતપણે સંભાળ રાખતા હતા.

YSRએ આપી શ્રદ્ધાંજલિ


તેલંગાણાની TRS પાર્ટીના નેતા વાય સતીશ રેડ્ડીએ દુ: વ્યક્ત કરતા જણાવ્યું કે, સુપરસ્ટાર મહેશ બાબુની માતા ઈન્દિરા દેવી ગરુનું નિધન! તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના. તેમના આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ...


માતા સાથે બહુ સારી બોન્ડિંગ


મહેશ બાબુની તેમની માતા સાથે ખૂબ જ સારી બોન્ડિંગ જોવા મળતી હતી. તેમણે સોશિયલ મીડિયા દ્વારા અનેક વખત માતા ઇન્દિરા દેવી અંગે લખ્યુ છે. તાજેતરમાં જ મહેશ બાબુના મોટા ભાઈ રમેશ બાબુનું નાદુરસ્ત તબિયતના કારણે નિધન થયું હતું. આ બાદ આજે, હવે તેમની માતાનું અવસાન થયું છે. આ ઘટનાથી પરિવારના તમામ સભ્યો તેના ઘરે દોડી આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર ટૂંક સમયમાં કરવામાં આવશે.
Published by: Samrat Bauddh
First published: September 28, 2022, 7:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading