જાહેરમાં પેશાબ કરતા હતા આ બે શખ્સ, કમિશ્નર જોઈ ગયા તો જુઓ શું કર્યું
Trending Desk Updated: November 27, 2022, 2:45 PM IST
જાહેરમાં પેશાબ કરતા લોકોને કમિશ્નરે પકડ્યા
Thane માં જાહેરમાં પેશાબ કરતાં બે વ્યક્તિઓને પોલીસ કમિશ્નરે દંડ ફટકાર્યો હતો જે ઘટનાની સોશ્યલ મીડિયામાં પણ નોંધ લેવાઈ હતી.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Thane Municipal Corporation) કમિશ્નર અભિજિત બાંગર (TMC Commissioner Abhijit Bangar) બુધવારે (9 નવેમ્બર) જ્યારે શહેરનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે તેમણે બે વ્યક્તિઓને જાહેર સ્થળોએ પેશાબ (action against two for urinating on road in Thane) કરતા જોયા હતા. અને સિવિલ અધિકારીઓને સ્થળ પર જ તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
અધિકારીઓને સામે પણ થઇ શકે છે કાર્યવાહી
તાજેતરમાં બાંગરે આદેશ આપ્યો હતો કે, ટીએમસી કર્મચારીઓ સહિત કોઈપણ ખોટી પ્રવૃત્તિઓમાં સામેલ જણાશે તો તેને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. બાંગર અપલાબ કંપની વિસ્તાર નજીક સ્વચ્છતાની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે સુશોભિત રીતે રંગાયેલી દિવાલો પર ઓટો-રિક્ષા ચાલક પેશાબ કરતો જોવા મળ્યો હતો. તેમણે તરત જ ટીએમસીના ડેપ્યુટી કમિશ્નર શંકર પટોલેને સ્થળ પર જ દંડ ફટકારવા નિર્દેશ આપ્યો હતો. બાદમાં વાગલે એસ્ટેટમાં ચાલી રહેલા ગટરના કામનું નિરીક્ષણ કરતાં બાંગરે અન્ય એક વ્યક્તિને રસ્તાની બાજુમાં પેશાબ કરતો જોયો હતો અને સફાઇ નિરીક્ષકને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો: ઓહ બાપ રે! માથાના વાળ ખાય છે 14 વર્ષની છોકરી, પેટમાંથી નીકળ્યા 3 કિલોનો જથ્થો
‘શહેરમાં આવી વર્તણૂંક નહીં ચાલે’
બાંગરે જણાવ્યું હતું કે, "આ વિસ્તારમાં ફૂટપાથ પરની દિવાલને ખૂબ જ સુંદર રંગોથી રંગવામાં આવી હતી અને ઓટો ડ્રાઇવર આ પેઇન્ટેડ દિવાલ પર પેશાબ કરી રહ્યો હતો. મેં મજૂરો સાથે વાત કરવાનું બંધ કરી દીધું અને તેમને દંડ ફટકારવા તેમની પાસે ગયો હતો. શહેરમાં આવી વર્તણૂક ક્યારેય સહન કરવામાં આવશે નહીં. " તેમણે ઉમેર્યું હતું કે, આવી જ રીતે જ્યારે તેઓ વાગલે એસ્ટેટના એક નાળાની સમીક્ષા કરી રહ્યા હતા. ત્યારે નજીકની ઝૂંપડપટ્ટીનો એક રહેવાસી રસ્તાની બાજુમાં પેશાબ કરી રહ્યો હતો. બાંગરે કહ્યું, મેં બંનેને રૂ. 150નો દંડ ફટકાર્યો છે.
દંડની રકમ અંગે કરાશે સમીક્ષા
તેમણે કહ્યું કે, દંડની રકમ તેમની કાર્યવાહીની તુલનામાં ઘણી ઓછી છે અને નજીકના ભવિષ્યમાં આ રકમની સમીક્ષા પણ કરવામાં આવશે. બાંગરે કહ્યું, "હું સંમત છું કે લોકો ખુલ્લેઆમ શૌચ ન કરે તે સુનિશ્ચિત કરવા માટે સુવિધાઓ પૂરી પાડવી અમારા માટે પણ એટલી જ જરૂરી છે. જો કે, મૂળભૂત નાગરિક સમજની પણ જરૂર છે, પછી ભલે તે ગમે તે હોય."
Published by:
Mayur Solanki
First published:
November 27, 2022, 1:11 PM IST