સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક દિવસ: ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ એકનાથ શિંદે જૂથની સુનાવણીનું જીવંત પ્રસારણ થયું

News18 Gujarati
Updated: September 27, 2022, 3:48 PM IST
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક દિવસ: ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ એકનાથ શિંદે જૂથની સુનાવણીનું જીવંત પ્રસારણ થયું
સુપ્રીમ કોર્ટ (ફાઇલ તસવીર)

સીજેઆઈ યૂયૂ લલિતની આગેવાનીમાં થયેલી બેઠકમાં સંવિધાનની બેન્ચની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર્ટે લાઈવ સ્ટ્રીમીંગની શરુઆત માટે 27 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી હતી.

  • Share this:
નવી દિલ્હી સુપ્રીમ કોર્ટમાં મંગળવારે ઐતિહાસિક દિવસ સાબિત થયો. અહીં પહેલી વાર સંવૈધાનિક બેન્ચની સુનાવણીનું જીવંત પ્રસારણ થયું હતું. ખાસ વાત એ છે કે ,આ દરમિયાન મહારાષ્ટ્રના ચર્ચિત શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ મુખ્યમંત્રી એકનાથ શિંદેના રાજકીય મુદ્દા પર સુનાવણી થઈ હતી. સોમવારે જ જસ્ટિસ યૂયૂ લલિતે કહ્યું હતું કે, લાઈવ સ્ટ્રીમ માટે સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં પોતાનું ખુદનું પ્લેટફોર્મ હશે.

અસલી શિવસેના કોની છે ? આ સવાલના જવાબ પર રાજકારણથી લઈને કાયદાના જાણકારો પણ શોધી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે ઓગસ્ટમાં આ મામલાને સંવિધાનની બેન્ચ પાસે મોકલ્યો હતો. મંગળવારે જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની આગેવાનીવાલી બેન્ચે મહારાષ્ટ્રના રાજકીય સંકટ સાથે જોડાયેલી અરજી પર સુનાવણી કરી હતી.

કોર્ટે કહ્યું હતું કે, દાખલ કરવામાં આવેલી અરજીમાં સંવિધાન સાથે જોડાયેલ મહત્વના મુદ્દા ઉઠાવામાં આવ્યા છે. તેમાં અયોગ્ય ઘોષિત કરવા, સ્પિકરની શક્તિ અને રાજ્યપાલ સાથે જોડાયેલ મુદ્દા સામેલ હતા. હકીકતમાં સંવિધાનના 10માં શિડ્યૂલમાં પસંદ કરાયેલા અને નામિત સભ્યોની પાર્ટી બદલવા પર રોક અને પક્ષપલ્ટાની વિરુદ્ધ કડક જોગવાઈ સામેલ છે.

આ પણ વાંચો; Narayan Rane Case: કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના બંગલા પર ચાલશે બુલડોઝર, સુપ્રીમ કોર્ટે આપ્યા આદેશ

સીજેઆઈની આગેવાનીમાં થયેલી બેઠકમાં સંવિધાનની બેન્ચની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાનો નિર્ણય કર્યો હતો. કોર્ટે લાઈવ સ્ટ્રીમીંગની શરુઆત માટે 27 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી હતી. ખાસ વાત એ છે કે, 27 સપ્ટેમ્બર 2018ના રોજ ભારતના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ સંવૈધાનિક મહત્વના કેસોની કાર્યવાહીનું સીધું પ્રસારણ અથવા વેબકાસ્ટને લઈને ઐતિહાસિક નિર્ણય લીધો હતો.
મહારાષ્ટ્રના રાજકીય સંકટ ઉપરાંત વધુ બે સંવૈધાનિક બેન્ચની કાર્યવાહી થઈ. તેમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS) કોટા અને ઓલ ઈંડિયા બાર એક્ઝામિનેશનનો મામલો સામેલ છે. તેની સુનાવણી જસ્ટિસ એસકે કૌલ કરશે.
Published by: Pravin Makwana
First published: September 27, 2022, 3:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading