હરિયાણાના જંગલમાંથી મળી બોડી પાર્ટથી ભરેલી સૂટકેસ, શું શ્રદ્ધા મર્ડર કેસ સાથે છે તેનો સંબંધ?
Updated: November 25, 2022, 7:10 PM IST
શ્રદ્ધા મર્ડર કેસમાં વધુ એક નવો વળાંક આવશે.
જો દિલ્હી પોલીસની આશંકા સાચી નીકળશે તો 'શ્રદ્ધા મર્ડર કેસ'માં વધુ એક નવો વળાંક આવશે. હકીકતમાં, હરિયાણાના ફરીદાબાદ પોલીસને જંગલમાંથી શરીરના અંગોથી ભરેલી એક સૂટકેસ મળી છે. આ સૂટકેસ 24 નવેમ્બરે સૂરજકુંડના જંગલમાંથી મળી આવી હતી. પોલીસને શંકા છે કે આ મુંબઈની 27 વર્ષીય શ્રદ્ધા વોકરના શરીરના અંગો હોઈ શકે છે.
નવી દિલ્હી: જો દિલ્હી પોલીસની આશંકા સાચી નીકળશે તો 'શ્રદ્ધા મર્ડર કેસ'માં વધુ એક નવો વળાંક આવશે. હકીકતમાં, હરિયાણાના ફરીદાબાદ પોલીસને જંગલમાંથી શરીરના અંગોથી ભરેલી એક સૂટકેસ મળી છે. આ સૂટકેસ 24 નવેમ્બરે સૂરજકુંડના જંગલમાંથી મળી આવી હતી. પોલીસને શંકા છે કે આ મુંબઈની 27 વર્ષીય શ્રદ્ધા વોકરના શરીરના અંગો હોઈ શકે છે. ફરીદાબાદ પોલીસે આ અંગે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો છે.
અંગો પ્લાસ્ટિક અને બારદાનની થેલીઓમાં મળ્યા
પોલીસના જણાવ્યા અનુસાર, શરીરના અંગો પ્લાસ્ટિક અને બારદાનની થેલીઓમાં લપેટેલા મળી આવ્યા હતા, જ્યારે સૂટકેસ પાસે કપડાં અને બેલ્ટ મળી આવ્યા હતા. ફરીદાબાદ પોલીસનું કહેવું છે કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે વ્યક્તિની હત્યા બીજે ક્યાંક કરવામાં આવી હોય અને તેના શરીરના અંગો અન્ય જગ્યાએ ફેંકી દેવામાં આવ્યા હોય. જેથી કોઈની ઓળખ ન થઈ શકે. ફરીદાબાદ પોલીસનો સંપર્ક કર્યા બાદ દક્ષિણ દિલ્હીની મહેરૌલી પોલીસ ત્યાં પહોંચી અને તેમની સાથે તપાસ શરૂ કરી. તમને જણાવી દઈએ કે, દેશને હચમચાવી દેનાર 'શ્રદ્ધા મર્ડર કેસ'ની તપાસ મહેરૌલી પોલીસ કરી રહી છે.
આ પણ વાંચોઃ મોટા સમાચાર: શ્રદ્ધા મર્ડર કેસ પર અમિત શાહની મોટી ટિપ્પણી, ઓછામાં ઓછા સમયમાં કડક સજા અપાવીશું
મહિનાઓ જૂનું ઘડ મળ્યું
શરીરના અંગો શ્રદ્ધા હત્યા કેસ સાથે સંબંધિત હોઈ શકે છે. સુત્રોનું કહેવું છે કે મળી આવેલા શરીરના અંગોમાં ધડ પણ જોવા મળે છે. આ ધડ મહિનાઓનું છે. હાલ એ પણ સ્પષ્ટ નથી થયું કે આ ધડ પુરુષનું છે કે સ્ત્રીનું. પોલીસે આ ભાગોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. ત્યાર બાદ જ તેનાથી સંબંધિત તથ્યો સ્પષ્ટ થશે. બીજી તરફ ફરીદાબાદ પોલીસનું પણ કહેવું છે કે તેણે શરીરના કેટલાક સેમ્પલ સાચવી રાખ્યા છે. જો દિલ્હી પોલીસને તેની જરૂર પડશે તો અમે તેને આપીશું.
Published by:
Vrushank Shukla
First published:
November 25, 2022, 6:59 PM IST