Shraddha Murder Case: આફતાબે જણાવ્યું નવું રહસ્ય, આ જગ્યાએ નાખ્યું હતું શ્રદ્ધાનું માથું!
News18 Gujarati Updated: November 20, 2022, 5:58 PM IST
શ્રદ્ધા વાલકર હત્યા કેસ
Shraddha Murder Case: હત્યાના આરોપી આફતાબની પૂછપરછ દરમિયાન થોડી મહત્વની જાણકારી મળી છે. આ તપાસના આધારે રવિવારે પોલીસ દક્ષિણ દિલ્હીના મેદાનમાં આવેલ એક તળાવ ખાલી કરાવી રહી છે.
દિલ્હી: શ્રદ્ધા વાલકર હત્યાકાંડની તપાસ હાલ દિલ્હી પોલીસ કરી રહી છે. દિલ્હી પોલીસ દ્વારા હત્યાના આરોપી આફતાબની પૂછપરછ દરમિયાન થોડી મહત્વની જાણકારી મળી છે. આ તપાસના આધારે રવિવારે પોલીસ દક્ષિણ દિલ્હીના મેદાનમાં આવેલ એક તળાવ ખાલી કરાવી રહી છે. વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, આફતાબે શ્રદ્ધાના માથાને આ તળાવમાં નાખી દીધું હતું. ઘટના સ્થળે હાલ નગર નિગમની ટીમ પહોંચી ગઈ છે. અને આ તળાવમાંથી પાણી ખાલી કરવાની તૈયારી કરી રહી છે.
શ્રદ્ધાના મોઢાને તળાવમાં ફેકી દીધુ
પોલીસ દ્વારા કરવામાં આવેલ સમસનીખેજ તપાસમાં અહમ સબુત હાથ લાગ્યા છે. આફતાબે આ મેદાનમાં આવેલા તળાવમાં શ્રદ્ધાના માથાને ફેકી દીધુ હતું. જેથી તળાવને ખાલી કરાવીને નગર નિગમના કર્મચારીઓ અને પોલીસ શ્રદ્ધાનો માથાને શોધવાનો પ્રયાસ કરી રહી છે. સ્થળ પર પાણીને ખાલી કરાવા માટે મોટા મોટા મશીનો કામે લગાવ્યા છે.
આ પણ વાંચો: શ્રદ્ધા હત્યાકાંડ જેવો બીજો બનાવ, પ્રેમિકાએ પતિ સાથે મળીને પ્રેમીની હત્યા કરી તેના લાશના ટુકડા કરી...
ખાલી પ્લોટ અને જંગલોની તપાસ કરી
આ પહેલા શનિવારે દિલ્હી પોલીસની ટીમે આરોપી આફતાબ અમીન પૂનાવાલાને લઈને મેટલ ડિટેક્ટર સાથે ગુરૂગ્રામ ગઈ હતી. પોલીસે ઘણા સમય સુધી ડીએલએફ ફેઝ 2ના ખાલી પ્લોટ અને જંગલોની તપાસ કરી હતી. પોલીસને આ મામલે શંકા હતી કે, આરોપી આફતાબે હત્યા માટે વાપરેલા હથિયારને અહીં નાખ્યા છે. જોકે પોલીસને અહીથી કઈ પણ મળ્યું નહોતું.
આ પણ વાંચો: નવસારીમાં રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લીધા, ઘટના CCTVમાં કેદ
પોલીસ દ્વારા તપાસ તેજ કરાઈ
આ મામલાની તપાસ કરતા પોલીસ અધિકારીએ વિગતો આપી હતી કે, છતરપુર પહાડી વિસ્તારથી જંગલ ખુબ જ નજીક છે. જેથી સંભાવના છે કે, આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેની લાશના મોટાભાગના ટૂકડાઓને મહરૌલીના જંગલમાં નાખ્યા હોય. તેના કારણે પોલીસે ત્યા જઈ તપાસ હાથ ધરી હતી. શનિવારે મહરૌલીના જંગલમાં પોલીસની ટીમ જંગલમાં તપાસ કરવામાં માટે પહોંચી હતી પરંતુ ત્યાથી કાઈ મળ્યું નહોતુ.
Published by:
Vimal Prajapati
First published:
November 20, 2022, 5:43 PM IST