Mann Ki Baat પર રાહુલ ગાંધીનો કટાક્ષ- ‘જો સમજતા દેશના મનની બાત, આવા ન હોત રસીકરણના હાલાત’

News18 Gujarati
Updated: July 25, 2021, 1:03 PM IST
Mann Ki Baat પર રાહુલ ગાંધીનો કટાક્ષ- ‘જો સમજતા દેશના મનની બાત, આવા ન હોત રસીકરણના હાલાત’
રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

વેક્સીનની અછતને લઈ રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે, ટ્વીટ કરીને નરેન્દ્ર મોદી પર સાધ્યું નિશાન

  • Share this:
નવી દિલ્હી. હાલના દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં કોરોનાની વેક્સીન (Covid Vaccine)ની અછત ઊભી થઈ છે. વેક્સીનની અછતને કારણે રાજ્ય સરકારોને કેટલાક વેક્સીન સેન્ટર (Vaccination Centers)ને અનેકવાર બંધ કરવા પડે છે. આ ઉપરાંત અનેક સ્થળે વેક્સીન માટે લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. જેથી વેક્સીનની અછત (Corona Vaccine Shortage)ને લઈને કૉંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે પીએમ મોદી (PM Narendra Modi)નું નામ લીધા વગર કહ્યું કે જો વેક્સીનને લઈ દેશની મન કી બાત (Mann Ki Baat)ને સમજતા તો હાલત આવી ન થાત.

રાહુલ ગાંધીએ 45 સેકન્ડનો એક વીડિયો પણ ટ્વીટ કર્યો છે. તેમાં તેઓએ અલગ-અલગ એ સમાચારોની ક્લિપિંગ દર્શાવી છે, જ્યાં દેશમાં વેક્સીની અછત છે. રાહુલ ગાંધીએ આ વીડિયોને ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘જો સમજતા દેશના મન કી બાત આવા ન હોત રસીકરણના હાલાત.’
આ પણ વાંચો, Mann Ki Baat: PM મોદીએ કહ્યુ- દરેક દેશવાસીને આજે ‘ભારત જોડો આંદોલન’નું નેતૃત્વ કરવાનું છે

નોંધનીય છે કે, વેક્સીનની અછતને લઈ રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે. શનિવારે તેઓએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તેમણે રસીકરણ પૂરું કરવાને લઈ કોઈ સમયસીમા નક્કી નથી કરી અને આ ‘કરોડરજ્જુ’ (Spine) નહીં હોવાનો દાખલો છે. તેમણે ટ્વીટ કર્યું કે, લોકોના જીવનનો સવાલ છે અને સરકાર કોઈ સમયસીમા નથી માનતી. આ કરોડરજ્જુ ન હોવાનો એક દાખલો છે.

આ પણ વાંચો, COVID-19 in India: કોરોનાએ ફરી વધાર્યું ટેન્શન, 24 કલાકમાં 39742 નવા કેસ, 535 દર્દીનાં મોત


નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારના ખોટા નિર્ણયોના કારણે કોરોનાની બીજી લહેર દરમિયાન 50 લાખ ભારતીયોના મોત થયા. ગાંધીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા એક નવું અધ્યયન શૅર કર્યું હતું. જેમાં મહામારીની શરૂઆતથી જૂન 2021 સુધી ત્રણ અલગ-અલગ ડેટા સ્ત્રોતોથી વધુ મૃત્યુ દરનું અનુમાન લગાવવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ તે અહેવાલનો હવાલો આપ્યો જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે સંસદને જણાવ્યું છે કે રસીકરણ અભિયાન પૂરું કરવાની કોઈ સમયમર્યાદા નક્કી નથી.
Published by: Mrunal Bhojak
First published: July 25, 2021, 1:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading