હદ કરી: ટિકિટ લેવી ન પડે એટલા માટે એરપોર્ટ પર બાળકને મુકીને ફ્લાઈટમાં ઉપડી ગયા મમ્મી-પપ્પા

News18 Gujarati
Updated: February 3, 2023, 1:48 PM IST
હદ કરી: ટિકિટ લેવી ન પડે એટલા માટે એરપોર્ટ પર બાળકને મુકીને ફ્લાઈટમાં ઉપડી ગયા મમ્મી-પપ્પા
એરપોર્ટ પર બાળક મુકીને ભાગ્યા

બાળક પાસે ટિકિટ નહોતી અને માતા-પિતા બાળકને લીધા વિના ફ્લાઈટમાં ચડી ગયા હતા. સ્થાનિક સમાચાર આઉટલેટ્સના જણાવ્યા અનુસાર, આ કપલ બેલ્ઝિયમના પાસપોર્ટ પર બ્રુસેલ્સની મુસાફરી કરી રહ્યું હતું.

  • Share this:
નવી દિલ્હી: સીએનએનના એક રિપોર્ટ અનુસાર, એક વિચિત્ર ઘટના ઘટી છે, જેમાં એક કપલ બાળક માટે અલગતી ટિકિટ ખરીદવા માટે ઝઘડ્યા બાદ પોતાના બાળકને ઈઝરાયલના એરપોર્ટ પર ચેક ઈન કાઉંટર પર છોડવાનો નિર્ણય કર્યો હતો. રિપોર્ટ અનુસાર, આ ઘટના રાયનએયર ડેસ્ટના તેલ અવીવ બેન ગુરિયન એરપોર્ટ પર બની હતી.

આ પણ વાંચો: PHOTOS: ટેકનોલોજીની મદદથી ચીને સુપર કાઉના 3 વાછરડા તૈયાર કર્યા, આપશે 100 ટન દૂધ

બેબી સ્ટ્રોલરમાં છોડી દીધું



બાળક પાસે ટિકિટ નહોતી અને માતા-પિતા બાળકને લીધા વિના ફ્લાઈટમાં ચડી ગયા હતા. સ્થાનિક સમાચાર આઉટલેટ્સના જણાવ્યા અનુસાર, આ કપલ બેલ્ઝિયમના પાસપોર્ટ પર બ્રુસેલ્સની મુસાફરી કરી રહ્યું હતું. રાયનએરે કહ્યું કે, દંપતિએ પહેલાથી આ બાળકની ટિકિટ નહોતી લીધી. એરપોર્ટ પરના કર્મચારીના જણાવ્યા અનુસાર, તેમણે પોતાના બાળકના ડેસ્ટ પાસે બેબી સ્ટ્રોલરમાં છોડી મુક્યું અને પાસપોર્ટ નિયંત્રણ માટે આગળ નીકળી ગયા હતા.

એજન્ટે એરપોર્ટ સુરક્ષા અથોરિટીનો સંપર્ક કર્યો


એલાઈને સીએનએનને જણાવ્યું છે કે, તેલ અવીવથી બ્રુસેલ્સની યાત્રા કરનારા આ મુસાફરો પોતાના શિશુને લીધા વિના બુકીંગના ચેક ઈન પ્રસ્તુત કર્યું. બાદમાં તેઓ શિશુને ચેક ઈન પર છોડીને સુરક્ષા માટે આગળ વધી ગયા હતા. ચેક બેન ગુરિયન એરપોર્ટ પર એજન્ટે એરપોર્ટ સુરક્ષા સાથે સંપર્ક કર્યો, જેણે આ મુસાફરોને રોકી લીધા હતા. હવે આ સ્થાનિક પોલીસનો મામલો છે.

આગળ કોઈ તપાસ થતી નથી


આ દરમિયાન ઈઝરાયલ એરપોર્ટના સુરક્ષા કર્મચારીઓએ આઉટલેટને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, બેલ્ઝિયમ પાસપોર્ટ સાથે એક કપલ અને એક શિશુ ટર્મિનલ 1 પર બાળક માટે ટિકિટ લીધા વિના ફ્લાઈટમાં પહોંચી ગયા હતા. યુગલ ઉડાન માટે મોડા પહોંચ્યા હતા. ત્યાં સુધીમાં ફ્લાઈટનું ચેક ઈન બંધ થઈ ચુક્યું હતું. દંપતિએ શિશુ સીટ પર બાળકને છોડી મુક્યું અને ફ્લાઈટ માટે બોર્ડિંગ ગેટ સુધી પહોંચવાના પ્રયાસમાં ટર્મિનલ 1 પર સુરક્ષા તપાસ કરી અને ભાગ્યા. પોલીસે બાદમાં કહ્યું કે, જ્યાં સુધી પોલીસ ત્યાં પહોંચતી મામલો શાંત થઈ ચુક્યો હતો. તેમણે કહ્યું કે, બાળક માતા-પિતાની સાથે હતું અને આગળ કોઈ તપાસ નથી થઈ રહી.
Published by: Pravin Makwana
First published: February 3, 2023, 1:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading