બાળકના મોતને દર્દનાક VIDEO : માતા જ બાળકના જીવની બની દુશ્મન, 4 વર્ષના દીકરાને ચોથા માળેથી ફેંકી દીધો
News18 Gujarati Updated: August 5, 2022, 5:40 PM IST
માતાએ બાળકને ચોથા માળેથી ફેંકી દેતા મોત
mother throwing son Video : બેંગ્લોરમાં (Bangalore) બાળકનો જીવ લેનારી માતાનું આ શરમજનક કૃત્ય સીસીટીવી ફૂટેજમાં કેદ થયું હતું. માસૂમ બાળકને નીચે ફેંકી દે છે. આ પછી, તે પોતે પણ રેલિંગ પર ચઢી જાય છે.
નવી દિલ્હી : કોઈપણ બાળક માટે તેની માતા (Mother) આ દુનિયામાં સૌથી મોટી રક્ષક માનવામાં આવે છે. પુત્ર કપૂત બને પરંતુ માતા ક્યારેય કુમાતા નથી બનતી. એક માતા પોતાના બાળકને દુનિયાની તમામ મુશ્કેલીઓમાંથી બચાવે છે, પરંતુ બેંગ્લોર (Bangalore) થી એક એવો વીડિયો (VIDEO) સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. અહીં એક માતા જ પોતાના 4 વર્ષના બાળકના જીવની દુશ્મન બની અને તેને ફ્લેટના ચોથા માળેથી નીચે ફેંકી (mother throwing son) દીધો. બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મહત્ત્વની વાત એ છે કે, બાળકનો જીવ લેનારી માતાનું આ શરમજનક કૃત્ય સીસીટીવી ફૂટેજમાં કેદ થયું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા એપાર્ટમેન્ટની રેલિંગ પર બાળકને બંને હાથે પકડીને ઉભી રહે છે અને તે માસૂમ બાળકને નીચે ફેંકી દે છે. આ પછી, તે પોતે પણ રેલિંગ પર ચઢી જાય છે.
લોકોએ મહિલાને બચાવી લીધી
મહિલા થોડીવાર રેલિંગ પર ઊભી રહી, પરંતુ ત્યારે જ કેટલાક અન્ય લોકો ત્યાં આવી પહોંચે છે. તે લોકો પહેલા નીચે જુએ છે અને પછી આખો મામલો સમજી જાય છે. લોકો તુરંત મહિલાને પકડીને રેલિંગથી પાછળ ખેંચી લે છે.
પોલીસે મહિલાની ધરપકડ કરી
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે, બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ચોંકાવનારી દર્દનાક ઘટના ઉત્તર બેંગ્લોરના એસઆર નગરના એપાર્ટમેન્ટમાં બની હતી. આ ઘટના ગુરુવારે બની હતી.
મળતી માહિતી મુજબ બાળક માનસિક રીતે અશક્ત હતું. કહેવામાં આવી રહ્યું છે કે, બાળક પણ મૂંગુ હતુ. મહિલા બાળકની બિમારીઓથી પરેશાન હતી અને તેથી જ તેણે આ ભયંકર પગલું ભર્યું હતું. પોલીસે મહિલાની ધરપકડ કરી છે.
Published by:
kiran mehta
First published:
August 5, 2022, 5:34 PM IST