Syria Earthquake Video: કાટમાળ નીચે દટાયેલી મહિલાએ આપ્યો બાળકને જન્મ, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: February 7, 2023, 6:37 PM IST
Syria Earthquake Video: કાટમાળ નીચે દટાયેલી મહિલાએ આપ્યો બાળકને જન્મ, વીડિયો વાયરલ
મોતના તાંડવમાં માસૂમની જીત

Syria Earthquake Video: સીરિયામાં ઈમારતના કાટમાળમાંથી આ બાળકને બહાર કાઢવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ નાનકડા વિડિયોમાં આપણે એક બચાવકર્તા લોકોને જોઈ શકીએ છીએ, જે એક નવજાત બાળકને મદદ માટે કાટમાળમાંથી બહાર કાઢી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બાળકને જન્મ આપ્યા બાદ તેની માતાનું મોત કાટમાળમાં થઈ ગયું હતું.

  • Share this:
દમાસ્કસ: સોમવારે વહેલી સવારે તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ અને આફ્ટરશોક્સના કારણે બંને દેશોમાં અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોના મોત થયા છે અને 20 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે બંને દેશોમાં હજારો ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી, જેના કાટમાળમાં હવે જીવતા લોકોની શોધ કરવામાં આવી રહી છે. અહીં સર્વત્ર મોતનો માતમ છવાય ગયો છે, જોકે આ કાટમાળમાંથી નાના બાળકોની બૂમો પણ સંભળાતી હતી.

અહીં રાહત અને બચાવ ટીમને એક ઈમારતના કાટમાળ નીચે ચમત્કારિક રીતે જીવંત નવજાત મળી આવ્યું છે. આ બાળકને કાટમાળમાંથી બહાર કાઢવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. આ નાનકડા વિડિયોમાં, આપણે એક બચાવકર્તાને જોઈ શકીએ છીએ, જે એક નવજાત બાળકને બચાવવા કાટમાળમાંથી બહાર કાઢે છે.

આ પણ વાંચો: ત્રણ મોટા ભૂકંપ અને ક્ષણમાં ગયા 3800થી વધારે લોકોનાં જીવ, તુર્કી-સિરીયામાં તબાહીનાં 10 મોટા અપડેટ

આ વીડિયો સીરિયન અને કુર્દિશ બાબતોના પત્રકાર હોશાંગ હસને શેર કર્યો છે. હસને પોતાના ટ્વિટમાં લખ્યું કે, 'આજે આવેલા ભૂકંપ બાદ એક મહિલાને કાટમાળમાંથી બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, જ્યારે આ બાળકનો જન્મ થયો હતો.'

હસને શેર કરેલા આ વીડિયો પર લોકોનો ઘણો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ સમાચાર લખાય છે, ત્યાં સુધી 5 સેકન્ડના આ વીડિયોને 39 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. તે જ સમયે, તેની ટ્વીટને એક હજારથી વધુ લોકોએ પસંદ કર્યો છે, જ્યારે તેને 400 થી વધુ વખત રીટ્વીટ કરવામાં આવી છે.

હસનના ટ્વીટ પર એક ટ્વિટર યુઝરે લખ્યું કે, 'તુર્કીમાં કાટમાળમાંથી મળેલા નવજાત બાળકની આ તસવીર/વિડિયો મારા મગજમાં ચોંટી ગયો છે! આ ધરતીકંપને કારણે મારું હૃદય દુઃખી રહ્યું છે.આ પણ વાંચો: તુર્કીના ભૂકંપથી ઈમોશનલ થયા પીએમ મોદી, કહ્યું, 'અમે પણ કચ્છમાં આવું સહન કર્યુ છે'

સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ બાળકને સીરિયાના આફ્રિનમાં બચાવી લેવામાં આવ્યો હતો. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, બાળકને જન્મ આપ્યા પછી, તેની માતા કાટમાળમાં જ મૃત્યુ પામી હતી.

ઉલ્લેખનીય છે કે, સોમવાર 6 ફેબ્રુઆરીની સવારે તુર્કીમાં ખૂબ જ શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે તુર્કી અને સીરિયામાં ભારે નુકસાન થયું હતું. સત્તાવાર રેકોર્ડ મુજબ, સોમવારથી અત્યાર સુધીમાં 300 થી વધુ આફ્ટરશોક્સ આવ્યા છે, જેમાં હજારો લોકોનો જીવ નાશ પામ્યો છે. આ દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના અધિકારીઓ આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 20,000 સુધી પહોંચવાનો અંદાજ લગાવી રહ્યા છે.
Published by: Samrat Bauddh
First published: February 7, 2023, 6:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading