નાગપુર: RSSના ઘરમાં સતત ત્રીજી ચૂંટણીમાં ભાજપની હાર, ફક્ત એક સીટ જીત્યા

News18 Gujarati
Updated: February 3, 2023, 3:21 PM IST
નાગપુર: RSSના ઘરમાં સતત ત્રીજી ચૂંટણીમાં ભાજપની હાર, ફક્ત એક સીટ જીત્યા
મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણી પરિણામ

મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપે ભલે એકનાથ શિંદેની સાથે મળીને ઉદ્ધવ ઠાકરેને સત્તામાંથી હટાવી દીધા હોય, પણ મહાવિકાસ અઘાડીની આગળ પોતાનુ રાજકીય પ્રભુત્વ જમાવી શકતા નથી.

  • Share this:
નાગપુર: મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપે ભલે એકનાથ શિંદેની સાથે મળીને ઉદ્ધવ ઠાકરેને સત્તામાંથી હટાવી દીધા હોય, પણ મહાવિકાસ અઘાડીની આગળ પોતાનુ રાજકીય પ્રભુત્વ જમાવી શકતા નથી. વિધાન પરિષદ ચૂંટણીમાં ભાજપ-શિંદે જૂથને મોટો ઝટકો લાગ્યો છે. જ્યારે મહાવિકાસ અઘાડીને મોટી જીત મળી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ગઢ ગણાતા નાગપુરમાં ભાજપનો સફાયો થઈ ગયો છે. આરએસએસનું હેડક્વાર્ટર નાગપુરમાં છે, જેને ળઈને ભાજપની ચિંતા વધી ગઈ છે.

આ પણ વાંચો: મોટા સમાચાર: મહારાષ્ટ્રમાં અમૂલ દૂધના ભાવમાં લીટરે 3 રૂપિયાનો વધારો, જોઈ લો હવે કેટલામાં મળશે થેલી

મહાવિકાસ અઘાડીએ ત્રણેય સીટ જીતી



નાગપુર શિક્ષક કોટાની એમએલસી સીટ પર મહાવિકાસ અઘાડીના સુધાકર અદબોલેએ ભાજપના નાગો ગાણારને 7 હજાર વોટથી હરાવ્યા છે. અડબલેને 16,700 વોટ મળ્યા, જ્યારે ગાણારને 8211 વોટ મળ્યા. ઔરંગાબાદ શિક્ષક એમએલસી સીટથી એનસીપીના ઉમેદવાર વિક્રમ કાલેએ જીત નોંધાવી છે. વિક્રમ કાલેને 20,195 વોટ મળ્યા છે, અમરાવતી સ્નાતક સીટ પર સૌથા મોટા ઉલટફેર થયા. અહીં કોંગ્રેસ ઉમેદવાર ધીરજ લિંગાડેએ જીત નોંધાવી છે. ધીરજે ભાજપ ઉમેદવાર રણજીત પાટિલને હરાવ્યા છે.

નાસિક ખંડની સ્નાતક એમએલસી સીટ પર કોંગ્રેસના બળવાખોર કેંડિડેટ સત્યજીત તાંબેની જીત થઈ છે. કોંગ્રેસે તાંબેના પિતા સુધીર તાંબેને પોતાના સત્તાવાર ઉમેદવાર બનાવ્યા હતા, જે ત્રણ વાર એમએલસી ચૂંટણી જીતી ચુક્યા છે. ત્યારે આવા સમયે ખુદ નામાંકન કરવાની જગ્યાએ પોતાના દીકરા સત્યજીત તાંબેને અપક્ષ ઉમેદવાર તરીકે ઉતાર્યા. તેથી કોંગ્રેસે બંને નેતાને પાર્ટીમાં હટાવી દીધા અને મહાવિકાસ અઘાડીના શુભાંગી પાટિલને સમર્થન આપ્યું હતું. સત્યજીત તાંબેનો બળવો કોંગ્રેસને ભારે પડ્યો.

ભાજપને ફક્ત એક સીટ મળી

કોંકણ શિક્ષક કોટાની એમએલસી સીટથી ભાજપ ઉમેદવાર જ્ઞાનેશ્વર મ્હાત્રેએ બલરામ પાટિલને હરાવ્યા. જ્ઞાનેશ્વર મ્હાત્રેને 20 હજારથી વધારે અને બલરામ પાટિલને ફક્ત 9500 વોટ મળ્યા. આવી રીતે ભાજપ શિંદે જૂથને મહારાષ્ટ્રની પાંચમાંથી એક સીટ જ મ ળી. જ્યારે ચાર સીટ પર તેમને હારનો સામનો કરવો પડ્યો. અહીં ભાજપની સાથે સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે માટે પણ ઝટકો છે.
Published by: Pravin Makwana
First published: February 3, 2023, 3:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading