બંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા

News18 Gujarati
Updated: June 14, 2021, 11:02 PM IST
બંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)આજે (સોમવારે) સંયુક્ત રાષ્ટ્રની હાઇ લેવલની બેઠકને સંબોધિત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોમવારે સંયુક્ત રાષ્ટ્રની હાઇ લેવલની બેઠકને સંબોધિત કરી, આ બેઠકમાં બંજર થતી જમીન અને દુષ્કાળની સ્થિતિ પર ચર્ચા થઇ

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)આજે (સોમવારે) સંયુક્ત રાષ્ટ્રની હાઇ લેવલની બેઠકને સંબોધિત કરી હતી. આ બેઠકમાં બંજર થતી જમીન અને દુષ્કાળની સ્થિતિ પર ચર્ચા થઇ હતી. બેઠકને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે જમીનની ઓછું થતું ઉપજાઉપણ વિકાસશીલ દેશો અને દુનિયા માટે મોટો ખતરો છે. આ દરમિયાન પીએમ મોદીએ કચ્છની જમીનને બંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી તેની ફોર્મ્યુલા પણ શેર કરી હતી.

પીએમ મોદીએ કહ્યું કે ભારત આ મામલે પોતાના સહયોગી વિકાસશીલ દેશોની મદદ કરી રહ્યું છે જેથી લેન્ડ રેસ્ટોરેશન કરવામાં આવી શકે. આ માટે અમે દેશમાં સેન્ટર ફોર એક્સીલેંસ પણ તૈયાર કર્યો છે. જેથી આ મામલે અમે દુનિયાની મદદ કરી શકીએ. અમે ઘણા બીજા પગલા ઉઠાવ્યા છે. કચ્છના રણમાં આ કારણે ઘણી પરેશાની થતી હતી. ત્યાં વરસાદ પણ ઘણો ઓછો થાય છે.

આ પણ વાંચો - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની હાઇ લેવલની બેઠકને સંબોધિત કરી, જાણો શું કહ્યું

તેમણે કહ્યું કે અમે કચ્છના રણમાં ભૂમિને ઉપજાઉ બનાવવા માટે ઘાસ લગાવવા પર ફોક્સ કર્યો અને તેનાથી જમીનને બંજર અને મરુસ્થલી બનાવવાથી રોકવામાં આવી. આ પ્રાકૃતિક રીત ઘણી સફળ સાબિત થઇ.

2030 સુધી ભારતને હર્યુંભર્યું બનાવવાનો લક્ષ્યપીએમ મોદીએ કહ્યું કે ભારતે 26 લાખ હેક્ટર જમીનને 2030માં સુધી હરીભરી બનાવવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. અમે કાર્બન ઉત્સર્જન ઓછું કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. છેલ્લા 10 વર્ષમાં ભારતે 30 લાખ હેક્ટરમાં વન ક્ષેત્રનો વિસ્તાર કર્યો છે. અમે ઇચ્છીએ છીએ કે મરુસ્થલીકરણ ઓછું કરવા માટે પ્રાકૃતિક રીત અપનાવવામાં આવે.
Published by: Ashish Goyal
First published: June 14, 2021, 11:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading