બેવડી ઋતુ: દેશના આ ભાગમાં આજે મૂશળધાર વરસાદ ખાબકશે, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
News18 Gujarati Updated: November 21, 2022, 9:09 AM IST
india weather
આગામી 48 કલાક દરમિયાન ડિપ્રેશનની તિવ્રતા બનાવી રાખશે અને ઉત્તર તમિલનાડૂ, પુડુચેરી, દક્ષિણ આંધ્ર પ્રદેશના તટ તરફ ધીમે ધીમે આગળ વધવાની સંભાવના છે.
નવી દિલ્હી: ચેન્નાઈ અને આજૂબાજૂના જિલ્લામાં સોમવાર અને મંગળવારે ભારે વરસાદ થઈ શકે છે. સ્થાનિક હવામાન વિજ્ઞાન કેન્દ્રે એક બુલેટિનમાં કહ્યું છે કે, લો પ્રેશર તિવ્રતા બનાવી રાખશે અને આગામી 48 કલાક દરમિયાન ઉત્તર તમિલનાડૂ-પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશ તટરેખા તરફ ધીમે ધીમે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે.
સાંજના બુલેટિનમાં કહેવાયુ છે કે, દક્ષિણ પશ્ચિમ અને બંગાળની ખાડીથી અડીને આવેલા દક્ષિણ પૂર્વમાં ડિપ્રેશન છેલ્લા 06 કલાક દરમિયાન 6 કિમી પ્રતિ કલાકની હતિથી લગભગ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી ગયું છે અને કરાઈકલથી 600 કિમી પૂર્વ અને ચેન્નઈથી 630 કિમી દક્ષિણ-પૂર્વમાં કેન્દ્રિત થઈ ગયું છે. આગામી 48 કલાક દરમિયાન ડિપ્રેશનની તિવ્રતા બનાવી રાખશે અને ઉત્તર તમિલનાડૂ, પુડુચેરી, દક્ષિણ આંધ્ર પ્રદેશના તટ તરફ ધીમે ધીમે આગળ વધવાની સંભાવના છે.
આ પણ વાંચો: ચેન્નાઈ નોકરી કરવા ગયેલો પતિ 14 વર્ષે સાધુ બનીને પોતાના જ ઘરે ભિક્ષા માગવા આવ્યો, પછી થઈ જોવા જેવીઆ પરિવર્તનના કારણે રવિવાર સાંજે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા હતી. 21 નવેમ્બરે તમિલનાડૂના વિલ્લુપુરમ, ચેંગલપટ્ટૂ, કાંચીપુરમ, ચેન્નઈ, તિરુવલ્લુર, રાનીપેટ જિલ્લો અને પુડુચેરીમાં અલગ અલગ સ્થાન પર ભારે વરસાદ થવાની શક્યતા છે. 22 નવેમ્બર તિરુવલ્લુર, કાંચીપુરમ, રાનીપેટ અને વેલ્લોર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. અધિકારીઓએ કહ્યું કે, તમિલનાડૂ-પાંડિચેરી તટની સાથે સાથે બંગાળની દક્ષિણ પશ્ચિમ ખાડીમાં 45-55 કિમી પ્રતિ કલાકની સ્પિડથી લઈને 65 કિમી પ્રતિ કલાકની સ્પિડથી હવા ચાલશે તેવી શક્યતા છે. માછીમારોને 23 નવેમ્બર સુધી સમુદ્રમાં નહીં જવાની સલાહ આપવામાં આવી છે.
સાથે જ સ્કાઈ મેટ વેદન વેબસાઈટે જાણકારી આપી છે કે, દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો પર ચિન્હીત નિમ્ન પ્રેશરનું ક્ષેત્ર દક્ષિણ પશ્ચિમ દિશામાં એક અપવાદ તરીકે કેન્દ્ર થઈ ગયું છે. આ સિસ્ટમ આગામી બે દિવસ દરમિયાન ઉત્તર તમિલનાડૂ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટીય વિસ્તાર તરફ આગળ વધવાનું ચાલું રાખશે અને તેનાથી વરસાદનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
Published by:
Pravin Makwana
First published:
November 21, 2022, 9:09 AM IST