બ્લેકમેલિંગ માટે સગીરોએ બનાવી ગેંગ, 300 થી વધુ છોકરીઓના ન્યૂડ વીડિયો અને ફોટો મળ્યા

News18 Gujarati
Updated: January 29, 2023, 10:42 PM IST
બ્લેકમેલિંગ માટે સગીરોએ બનાવી ગેંગ, 300 થી વધુ છોકરીઓના ન્યૂડ વીડિયો અને ફોટો મળ્યા
Agra Crime News: પોલીસે આ કેસમાં એક છોકરાની ધરપકડ કરી છે.

તાજનગરી આગ્રામાં એક અનરજિસ્ટર્ડ એનજીઓની ફરિયાદ પર પોલીસે 9 નામના અને 20 થી 25 અજાણ્યા છોકરાઓની ટોળકી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મોટાભાગના આરોપીઓ હજુ સગીર છે.

  • Share this:
આગ્રા: તાજ નગરીમાં સગીર છોકરાઓએ છોકરીઓનું શોષણ કરવા માટે ગેંગ બનાવીને આ વારદાતોને અંજામ આપ્યો હતો. બે ડઝનથી વધુ છોકરાઓની ટોળકી અલગ-અલગ રીતે સાથે ભણતી છોકરીઓના મોબાઈલમાંથી ડેટા ચોરીને બ્લેકમેલ કરતી હતી. એક યુવકનું કામ નીકળ્યા બાદ તે અન્ય યુવતીનો ડેટા લેતો હતો અને તેના દ્વારા શોષણ કરાતી યુવતીનો તમામ ડેટા અન્યને આપતો હતો. અનરજિસ્ટર્ડ એનજીઓએ દાવો કર્યો છે કે ગેંગ યુવકો દ્વારા 300 થી વધુ છોકરીઓને બ્લેકમેલ અને શોષણ કરવામાં આવી રહ્યું હતું.

તાજનગરી આગ્રામાં એક અનરજિસ્ટર્ડ એનજીઓની ફરિયાદ પર પોલીસે 9 નામના અને 20 થી 25 અજાણ્યા છોકરાઓની ટોળકી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મોટાભાગના આરોપીઓ હજુ સગીર છે. માહિતી અનુસાર, એક અનરજિસ્ટર્ડ એનજીઓ દ્વારા મહિલા આયોગ, ચિલ્ડ્રન કમિશન અને અન્ય સ્થળોએ ફરિયાદો કરવામાં આવી હતી. પોલીસને આપેલી અરજીમાં એનજીઓએ આરોપ લગાવ્યો છે કે ભૂતકાળમાં સિકંદરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક સગીર વિદ્યાર્થિનીએ તેમની પાસેથી મદદ માંગી હતી. વિદ્યાર્થિનીનો આરોપ છે કે કેટલાક યુવકો તેના એડિટ કરેલા અશ્લીલ ફોટા અને કેટલીક ચેટીંગના સ્ક્રીન શોટ બતાવીને તેને બ્લેકમેલ કરી રહ્યા હતા. ના પાડવા પર આરોપીઓ તેને ઉઠાવી લઈ જવાની ધમકી આપી રહ્યા છે, જો તેણી ફરિયાદ કરશે તો પરિવાર તેના પર આરોપ લગાવશે અને તેનો અભ્યાસ બંધ કરાવી દેશે.

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીની મંત્રીઓને સલાહ- સરકારના કામને ઘરે-ઘરે પહોંચાડો

પોલીસે કેસ દાખલ કર્યો

જે બાદ એનજીઓના અધિકારીઓએ યુવતીને ધમકી આપતા કોલ રેકોર્ડ એકત્રિત કર્યા અને એક યુવકને પકડીને તેની પૂછપરછ કરી હતી. જોકે, સિકંદરા પોલીસ સ્ટેશને આ મામલામાં 9 નામના અને 20 થી 25 અજાણ્યા યુવકો સામે ગુનો નોંધ્યો છે. આ મામલે ન્યૂઝ 18ની ટીમે જ્યારે એનજીઓના સભ્યો સાથે વાત કરવી હતી તો તેઓએ કેમેરા સામે બોલવાની ના પાડી દીધી હતી. સાથે જ પીડિત યુવતીઓએ પણ વાત કરવાની ના પાડી દીધી છે.

પોલીસે કહી આ વાતACP મયંક તિવારીનું કહેવું છે કે તેમને એક ફરિયાદ મળી હતી. કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ ગેંગ વિશે જે કહેવામાં આવી રહ્યું છે તે પાયાવિહોણું છે. અત્યાર સુધી કોઈ છોકરીએ અમને ફરિયાદ કરી નથી. એક યુવકે યુવતી પર બળજબરીથી વાત કરવાનું દબાણ કર્યું હતું, તે યુવકની ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપોની તપાસ ચાલી રહી છે.
Published by: rakesh parmar
First published: January 29, 2023, 10:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading