આમ આદમી પાર્ટીના નેતાએ કરી આત્મહત્યા, બે દિવસથી ઘરમાં પુરાઈ રહ્યા હતાં
Updated: November 25, 2022, 9:35 AM IST
sandeep bhardwaj
આમ આદમી પાર્ટીના ટ્રેંડ વિંગના પ્રદેશ સચિવ સંદીપ ભારદ્વાજે ગુરુવારે પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી દીધી છે.
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના ટ્રેંડ વિંગના પ્રદેશ સચિવ સંદીપ ભારદ્વાજે ગુરુવારે પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી દીધી છે. આત્મહત્યા પાછળનું કારણ હજૂ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા આ મામલે સીઆરપીસીની કલમ 174 અંતર્ગત પુછપરછની કાર્યવાહી થઈ રહી છે. ઘટનાસ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ નથી મળી. અત્યાર સુધી જે જાણકારી મળી છે, તે મુજબ સંદીપ ભારદ્વાજ બે દિવસથી પોતાના ઘરમાંથી બહાર નહોતા નિકળ્યા.
આ પણ વાંચો: ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કિંગમેકર બનશે, શત્રુઘ્ન સિન્હાએ કરી વિચિત્ર ભવિષ્ય વાણી
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સંદીપ ભારદ્વાજ આપ ટ્રેડ વિંગ દિલ્હીના સચિવ હતા અને રાજૌરી ગાર્ડમાં ભારદ્વાજ માર્બલ્સના માલિક હતા. પશ્ચિમ જિલ્લા ડિસીપી ધનશ્યામ બંસલે જણાવ્યું છે કે, ગુરુવારે સાંજે 4.40 કલાકની નજીક પોલીસને સૂચના મળી કે, સંદીપ ભારદ્વાજે આત્મહત્યા કરી લીધી છે. ઘટનાસ્થળ પર પોલીસને પરિવારના લોકોએ જણાવ્યું છે કે, સંદીપ ભોજન લીધા બાદ ઉપરના રુમમાં જતાં રહ્યા હતા. જ્યારે ઘણી વાર સુધી નીચે ન આવ્યા તો, તેમને જોવા માટે ગયા. રુમમાં ફંદા સાથે તેમની લાશ લટકતી હતી. પરિવારના લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલે લઈ ગયા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.
MCD ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી ટેન્શનમાં હતા
સંદીપ ભારદ્વાજના એક મિત્રએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા જણાવ્યું છે કે, એક કારણ એવુ પણ હોય શકે છે કે, ઘણા સમયથી તેઓ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. આમ આદમી પાર્ટીની સ્થાપના સમયથી તેઓ પાર્ટી સાથે જોડાયેલા છે. અહીંના ધારાસભ્ય શિવચરણનું કામકાજ સંભાળતા હતા. તેમણે વચન આપ્યું હતું પણ ટિકિટ ન મળી. ક્યાંકને ક્યાંક આ વાતનું માઠુ લાગ્યું હોય અને સહન ન કરી શક્યા હોય, એટલા માટે આત્મહત્યા કરી લીધી હોય એવું પણ બની શકે.
Published by:
Pravin Makwana
First published:
November 25, 2022, 9:23 AM IST