ચાઈના: ચાંગચૂન શહેરની રેસ્ટોરંટમાં ભીષણ આગ, 17 લોકોના મોત, 3 ઘાયલ

News18 Gujarati
Updated: September 28, 2022, 3:55 PM IST
ચાઈના: ચાંગચૂન શહેરની રેસ્ટોરંટમાં ભીષણ આગ, 17 લોકોના મોત, 3 ઘાયલ
ચીનની એક રેસ્ટોરંટમાં ભીષણ આગ લાગી

China News: બુધવારે પૂર્વૌત્તર ચીનની એક રેસ્ટોરંટમાં આગ લાગવાથી 17 લોકોના મોત થઈ ગયા હતા અને ત્રણ લોકો ઘાયલ થઈ ગયા હતા. સ્થાનિક સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ અંગે ઘટનાની જાણકારી આપી હતી.

  • Share this:
બેઈજીંગ: ચીનમાંથી ભયાનક દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, બુધવારે પૂર્વોત્તર ચીનની એક રેસ્ટોરંટમાં આગ લાગતા 17 લોકોના મોત થઈ ચુક્યા છે અને ત્રણ લોકો ઘાયલ થઈ ગયા છે. સ્થાનિક સરકારે વીબો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલ એક નિવેદન અનુસાર ચાંગચૂન શહેરની એક રેસ્ટોરંટમાં સ્થાનિક સમય અનુસાર, બપોરે 12.40 કલાકે આગ લાગી હતી. નિવેદનમાં કહેવાયુ છે કે, ફાયર વિભાગના કર્મચારીઓ પહોંચ્યા છે અને બપોરે 3 વાગ્યા સુધી રાહત અને બચાવ કાર્ય પુરુ કરી લીધું હતું. નિવેદનમાં આગળ કહેવાયુ છે કે, ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે સાથે જ પીડિતોની દેખરેખ થઈ રહી છે. અધિકારીઓએ કહ્યું કે, ઘટનાના કારણોની તપાસ થઈ રહી છે. ચાંગચૂન એક ઓટો નિર્માણ કેન્દ્ર અને જિલિન પ્રાંતની રાજધાની છે.

આ પણ વાંચો: પાકિસ્તાન-ચીન-તુર્કીની ત્રિપુટીના આતંકવાદને સપોર્ટ મામલે UNGAમાં ભારતીય વિદેશ મંત્રીના દમદાર નિવેદન

અહીં ઉલ્લેખનિય છે કે, 16 સપ્ટેમ્બરે શુક્રવારે ચીનના ચાંગ્શા શહેરમાં એક ગગનચુંબી ઈમારતમાં ભીષણ આગ લાગી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સરકારી પ્રસારણ કર્તા સીસીટીવી અનુસાર, આ ઈમારતમાં રાજ્યના સ્વામિત્વવાળી દૂરસંચાર કંપની ચાઈના ટેલીકોમનું કાર્યાલય હતું. 42 માળની ઈમારતમાં લાગેલી આગને ઠારવા માટે ફાયર બ્રિગેડની 36 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. તેની સાથે 17 ફાયર સ્ટેશનોથી 280થી વધારે ફાયર બ્રિગેડના કર્મચારીઓ રાહત અને બચાવ માટે મોકલ્યા હતા.તો વળી 21 સપ્ટેમ્બરે પણ ભયાનક આગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે, આ આગ ચીનના અનહુઈ પ્રાંતમાં એક સિલિકોન ઓયલ ટેન્કરની ટક્કર બાદ લાગી હતી. વીડિયોમાં આગની જ્વાળાઓથી આકાશમાં ઉડતા કાળા ડિબાંગ ધુમાડા દેખાઈ રહ્યા હતા. દાવો કરવામાં આવ્યો હતો કે એક્સપ્રેસ વે પર એક સિલિકોન ઓયલ ટેન્કર અને અન્ય એક વાહનની ટક્કર બાદ આ આગ લાગી હતી.
Published by: Pravin Makwana
First published: September 28, 2022, 3:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading