'બાહુબલી'નું માહિષ્મતી સામ્રાજ્ય આજે આ નામથી ઓળખાય છે, ગુજરાતને અડીને આવેલી છે આ જગ્યા
News18 Gujarati Updated: January 18, 2023, 7:42 AM IST
mahishmati kingdom
ફિલ્મ બાહુબલીમાં બતાવામાં આવેલ આ સામ્રાજ્યને ભલે કાલ્પનિક બતાવામાં આવ્યું હોય, પણ ઈતિહાસના પન્ના ખંગાળશો તો, તેનો સંબંધ મધ્ય પ્રદેશ સાથે જોડાયેલો નીકળશે.
ખરગોન: એસએસ રાજામૌલીની ફિલ્મ 'બાહુબલી'તો તમે જોઈ જ હશે. આ ફિલ્મનો નાયક અમરેન્દ્ર બાહુબલી જે સામ્રાજ્યનો રાજા હોય છે, તેનું નામ યાદ કરો...નામ હતું માહિષ્મતી. શું આપને ખબર છે કે, માહિષ્મતી સામ્રાજ્ય કાલ્પનિક નથી. પણ આપણા ઈતિહાસમાં નોંધાયેલ છે. ફિલ્મમાં આ સામ્રાજ્ય પર કબ્જાને લઈને કાલકેય અને બાહુબલી વચ્ચે યુદ્ધ અને બાહુબલી તથા ભલ્લાલદેવની લડાઈ પણ આપે જોઈ હશે. ફિલ્મના બંને ભાગમાં આ માહિષ્મતી સામ્રાજ્યની વાત થાય છે. પણ હકીકતમાં આ માહિષ્મતી ક્યાં આવેલું છે? અને હાલમાં તે કેવી સ્થિતીમાં છે? એ જાણવું સૌથી વધારે રસપ્રદ છે.
ફિલ્મ બાહુબલીમાં બતાવામાં આવેલ આ સામ્રાજ્યને ભલે કાલ્પનિક બતાવામાં આવ્યું હોય, પણ ઈતિહાસના પન્ના ખંગાળશો તો, તેનો સંબંધ મધ્ય પ્રદેશ સાથે જોડાયેલો નીકળશે. જી હાં. મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના મહેશ્નર નગરમાં મહેશ્વર કિલો છે. અગાઉ તેને હોલ્કર કિલ્લાના નામથી ઓળખાતો હતો. શાનદાર દેખાતા આ કિલ્લાની ડાબી બાજૂ વિંધ્યાચલ પર્વત શૃંખલા છે, જ્યારે જમણી બાજૂ સાપુતારાની પહાડીઓ આવેલી છે. બંનેની વચ્ચે નર્મદા નદી નીકળે છે. ધર્મગ્રંથો અનુસાર, આ નગર રાવણને પરાજિત કરનારા હૈહયવંશી રાજા સહસ્ત્રાર્જૂનની રાજધાની રહી છે. તે સમયે તેને માહિષ્મતી રાજ્યના નામથી ઓળખાતું હતું. આધુનિક ઈતિહાસ મુજબ બાદના દિવસોમાં આ રાજ્ય પર દેવી અહિલ્યાબાઈનું શાસન રહ્યું છે.
માહિષ્મતીનો ઈતિહાસ અને વર્તમાન નામ
નર્મદા નદીના તટ પર આવેલ મહેશ્વર કિલો જેને પ્રાચીન કાળમાં માહિષ્મતી સામ્રાજ્યના નામથી ઓળખાતું, તેનો ઈતિહાસ 4500 વર્ષથી પણ જૂનો છે. આ નગર આજે પણ પોતાની ખાસ ઓળખાણ બનાવેલ છે. આ જરુર છે કે, માહિષ્મતીના નામથી ઓળખાતું રાજ્ય હવે મહેશ્વરના નામથી ઓળખાય છે. અહીં આવેલ મહેશ્વર કિલો જેને અહિલ્યા કિલ્લો પણ કહેવાય છે, તેનું નામકરણ રાજમાતા અહિલ્યા દેવી હોલ્કરના નામ પર કરવામાં આવ્યું હતું.

અહિલ્યાબાઈની યાદમાં કિલ્લાનું નિર્માણ કરાવ્યું
મહેશ્વર કિલ્લાના બાંધકામ સાથે અન્ય એક કહાની જોડાયેલ છે. કહેવાય છે કે, અહિલ્યાબાઈ હોલ્કરની યાદમાં તેમની વહુ કૃષ્ણાબાઈ હોલ્કરે આ કિલ્લાનું બાંધકામ કરાવ્યું હતું. 17મીથી 18મી સદીના મધ્ય હોલ્કર રાજવંશે આ કિલ્લો બનાવ્યો હતો. કિલ્લામાં અલગ અલગ રીતે સ્થાપત્ય શૈલી દેખાય છે. રાજપૂત, મરાઠા અને મુગલ શૈલીમાં બનાવેલ આ ઈમારત આજે પણ આલીશાન છે.
માહિષ્મતી પર શું કહે છે ઈતિહાસકાર
પુરાણોમાં વર્ણિત નગરી માહિષ્મતી અથવા મહેશ્વરને લઈને ઈતિહાસકારોની વચ્ચે ભેદ છે. અમુક લોકોને મધ્ય પ્રદેશનું નગર ગણાવે છે, તો કેટલાય વિદ્રાનોનો મત છે કે, તે ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતમાં ભરુચ પાસે નર્મદા નદીકાના તટ પર અવસ્થિત હતું. એસએન મજૂમદારની લખેલી એનસિંએન્ટ જ્યોગ્રાફી ઓફ ઈંડિયામાં માહિષ્મતીનું અસ્તિત્વ હાલમાં મહેશ્વર તરીકે કર્યું છે, જ્યારે કમા મુંશીએ તેને ગુજરાતનું નગર ગણાવ્યું છે. 1807માં પ્રકાશિત એશિયાટિક રિસર્ચેસમાં મિ.વિલ્ફર્ડ, સ્વ. કરંદીકર, એસકે દિક્ષીત જેવા ઈતિહાસકારો તેને હાલમાં મહેશ્વરને જ માહિષ્મતી ગણાવે છે.
Published by:
Pravin Makwana
First published:
January 18, 2023, 7:40 AM IST