Arvind Kejriwal Exclusive Interview: અરવિંદ કેજરીવાલે કહ્યું- હું હિન્દુ બનીને હિન્દુત્વ નહીં કરું તો બીજું શું કરીશ?
News18 Gujarati Updated: November 30, 2022, 7:56 PM IST
અરવિંદ કેજરીવાલ સાથે એક્સક્લૂઝિવ વાતચીત
Arvind Kejriwal Exclusive Interview: ન્યૂઝ 18 સાથે એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યૂમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, 'હું હિંદુ છું, હિંદુ હોવાને કારણે હું હિન્દુત્વ નહીં કરું તો બીજું શું કરીશ?'. તેમણે કહ્યું કે., કોઈપણ ચૂંટણીને હળવાશથી ન લેવી જોઈએ.
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વિનર અરવિંદ કેજરીવાલે ન્યૂઝ 18 સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આ દરમિયાન હિંદુત્વની રાજનીતિના સવાલ અંગે મુખ્યમંત્રી કેજરીવાલે સ્પષ્ટ કહ્યુ હતુ કે, 'હું હિંદુ છું, જો હું હિંદુત્વ નહીં કરું તો બીજું શું કરીશ?' સીએમ કેજરીવાલે એમ પણ કહ્યુ હતુ કે, 24 કલાક લડવા-ઝઘડવાનો કોઈ ફાયદો નથી. આ અપશબ્દોની રાજનીતિ, રોજેરોજ નકલી વીડિયો લાવવાની રાજનીતિ ન કરવી જોઈએ. દેશ ચલાવવા પર ધ્યાન આપવાની જરૂર છે.
કોઈપણ ચૂંટણીને હળવાશથી લેવી જોઈએ નહીંઃ કેજરીવાલ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત ચૂંટણી અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ હતુ કે, દરેક ચૂંટણી એક પડકાર હોય છે. કોઈપણ ચૂંટણીને હળવાશથી લેવી જોઈએ નહીં. ચૂંટણી જનતા સાથે વાત કરવાની તક છે, પોતાની વાત જનતાની સામે રાખવા માટેની એક તક છે. તમારો એજન્ડા રાખવા માટેની એક તક છે. દરેક ચૂંટણી સારી હોય છે અને પડકારોથી ભરેલી હોય છે.
આ પણ વાંચોઃ કેજરીવાલની બીજી મોટી ભવિષ્યવાણી,જાણો શું કહ્યુ
CM કેજરીવાલે કર્યો મોટો દાવો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે, 'મને લાગે છે કે દિલ્હી MCD ચૂંટણીમાં 250માંથી 230 સીટ આવવી જોઈએ. ગુજરાતમાં 92 સીટ આવવી જોઈએ. પ્રયત્ન કરનારા લોકો ક્યારેય હારતા નથી. દરેક ચૂંટણી અલગ હોય છે. તે ના તો ગોવા જેવું છે, ના તો ઉત્તરાખંડ જેવું. ગુજરાતની ચૂંટણી ગુજરાત જેવી છે. અહીંના લોકોની સંસ્કૃતિ અલગ છે, પરંતુ સમગ્ર દેશમાં સમસ્યા એક જ છે, મોંઘવારી અને બેરોજગારી. મને ખાતરી છે કે, આમ આદમી પાર્ટી આનો ઉકેલ શોધી શકશે.
ઉપરવાળાના આશિર્વાદ વગર કંઈ થતું નથીઃ કેજરીવાલ
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે, 'આધ્યાત્મિકતા અને શિક્ષણ બંને સાથે સાથે ચાલે છે. અમે સખત મહેનત કરીએ છીએ. હું શિક્ષિત છું. હું એન્જિનિયર છું. હું ખૂબ મહેનત કરું છું. હું જનતા માટે કામ કરું છું. ઉપરવાળાના આશિર્વાદ વગર તમે બળદની જેમ ગમે તેટલી મહેનત કરી લો તમને કંઈ મળશે નહીં. જો નોટ પર લક્ષ્મી-ગણેશનું ચિત્ર આવે તો તમને ઉપરવાળાના આશીર્વાદ મળશે.’
Published by:
Vivek Chudasma
First published:
November 30, 2022, 7:18 PM IST