Ankita Murder Case: મેરઠની પ્રિયંકા પણ ગુમ થઈ હતી, અંકિતાની હત્યા બાદ ખુલ્યો વધુ એક કાંડ

News18 Gujarati
Updated: September 27, 2022, 3:10 PM IST
Ankita Murder Case: મેરઠની પ્રિયંકા પણ ગુમ થઈ હતી, અંકિતાની હત્યા બાદ ખુલ્યો વધુ એક કાંડ
અંકિતાની હત્યા બાદ ખુલ્યા અનેક દબાયેલા રહસ્યો (ફાઈલ ફોટો)

Ankita Bhandari murder case: ઉત્તરાખંડના ઋષિકેશના અંકિતા ભંડારી હત્યાકેસમાં વધુ એક યુવતી ગુમ થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે હવે આ કેસમાં મોટો ખુલાસો થયો છે.

  • Share this:
ઉત્તરાખંડ (દહેરાદૂન) ઋષિકેશના વનંત્રા રિસોર્ટની જે પૂર્વ કર્મચારી પ્રિયંકા ગુમ થઈ હોવાનું કહેવાય છે, તે પોતાના પરિવાર સાથે મેરઠમાં રહે છે. તેની સાથે પોલીસના અધિકારીઓએ વાત પણ કરી હતી. ડીજીપી અશોક કુમારનું કહેવુ છે કે, પ્રિયંકાએ સેલરી ઓછી હોવાના કારણે ખુદ નોકરી છોડી હતી. ત્યાર બાદ તે પોતાના પરિવાર સાથે મેરઠમાં રહેવા આવતી રહી હતી. ત્યાર બાદથી તેણે પુલકિત અથવા અન્ય કોઈ કર્મચારી સાથે વાત નથી કરી. આપને જણાવી દઈએ કે, અંકિતા હત્યાકાંડ બાદ અમુક લોકોનું કહેવુ છે કે આ રિસોર્ટની વધુ એક મહિલા કર્મચારી છેલ્લા કેટલાક મહિનાથી ગુમ છે. તેની પણ પુલકિત તથા તેના મિત્રોએ હત્યા કરી નાખી છે. તેને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તાત્કાલિક આ છોકરીની શોધ પોલીસે ચાલુ કરી દીધી હતી. ડીજીપીએ જણાવ્યું હતું કે, રિસોર્ટના રજિસ્ટરથી આ છોકરીનું નામ પ્રિયંકા હોવાનું જાણવા મળ્યું છે. અહીં ઉલ્લેખનિય છે કે, પ્રિયંકાએ રિસોર્ટમાં એક મહિનો સુધી નોકરી કરી હતી. તે મેરઠની રહેવાસી છે.

તેના વિશે એસઆઈટીને તપાસના નિર્દેશ આપ્યા છે. ડીજીપીએ જણાવ્યું છે કે, એસઆઈટી સભ્ય એએસપી શેખર સુયાલે પ્રિયંકા સાથે ફોન પર વાત કરી હતી. પ્રિયંકાએ પોલીસને જણાવ્યું હતું કે, રિસોર્ટમાં તેને ખૂબ ઓછી સેલરી મળતી હતી. તેનાથી તેનો ખર્ચો પણ નિકળતો નહોતો.

તેથી તેણે પોતાના પરિવાર સાથે વાત કરી, પરિવારના લોકોએ તેને પાછી બોલાવી લીધી. તેની સાથે રિસોર્ટમાં કોઈ ખોટું કામ નથી થયું. જો કે, પોલીસ અધિકારીઓને કહેવાયુ છે કે, તે મેરઠ જઈને પ્રિયંકાનું નિવેદન નોંધે. જેથી આ મામલામા તપાસ વધારે સચોટ થઈ શકે.

આ પણ વાંચો: અંકિતાને ન્યાય અપાવવા લોકો રસ્તાઓ પર ઉતર્યા, બદ્રીનાથ-ઋષિકેશ હાઇવે કર્યો જામ

રિસોર્ટમાં ચાલતી હતી પુલકિતની ગુંડાગીરી


કહેવાય છે કે, પિતાની પાવરની આડમાં પુલકિત આ રિસોર્ટમાં માલિકીની માફક નહીં પણ ગુંડાની જેમ વ્યવહાર કરતો હતો. અહીંના કર્મચારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે, તે ક્યારેય પણ સમયસર પુરી સેલરી આપતો નહોતો.લોકડાઉનમાં તેણે કેટલાય લોકોને માર્યા હતા. કોઈને પણ બહાર નિકળવાની મંજૂરી નહોતી. પણ તે પોતે ફરવા માટે પિતાની કાર લઈને નિકળી જતો હતો. ડીજીપીએ જણાવ્યું છ કે, પોલીસ આ બધી બાબતોની તપાસ કરી રહી છે. રિસોર્ટના કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે.

તો વળી રિસોર્ટમાં પહેલા કામ કરતા દંપતીએ ખુલાસો કર્યો હતો કે, વનંત્રા રિસોર્ટમાં કુટણખાનું અને નશાનો કારોબાર પણ ચાલતો હતો. રિસોર્ટનો સંચાલક પુલકિત આર્ય મહિલા કર્મચારીઓ પર ગંદી નજર રાખતો હતો. તે કર્મચારીઓ સાથે મારપીટ પણ કરતો હતો. તો વળી પગાર માગવા પર કર્મચારીઓ પર ચોરીનો આરોપ લગાવી તેમને નોકરીમાંથી હટાવી દેતો હતો.

મેરઠના સાકેત નિવાસી પતિ-પત્ની વિવેક અને ઈશિતા લગભગ બે મહિના પહેલા ગંગા ભોગપુરમાં આવેલા વનંત્રા રિસોર્ટ છોડીને આવ્યા હતા. ઈશિતા જણાવે છે કે, પુલકિત આર્ય અને અંકિતા ઉર્ફ પુલકિત ગુપ્તા કર્મચારીઓ સાથે ખૂબ જ અભદ્રતાથી વાત કરતો હતો.


કહેવાય છે કે, રિસોર્ટમાં છોકરીઓ મગાવામાં આવતી હતી. પુલકિત આર્ય અને મેનેજર અંકિત ઉર્ફ પુલકિત ગુપ્ત આ છોકરીઓની રજીસ્ટરમાં એન્ટ્રી કરવાની ના પાડતા હતા. તેમણે કહ્યું કે, આ યુવતીઓના ગ્રાહકોને રુમમાં મોકલવામાં આવતા હતા. ખાસ ગ્રાહકોની પણ રજીસ્ટરમાં એન્ટ્રી થતી નહોતી. વિવેકે જણાવ્યું હતું કે, પુલકિત આર્ય ખૂબ ગુસ્સાવાળો હતો. તે કર્મચારી સાથે મારપીટ કરતો હતો. કહ્યું કે, પુલકિતે એક વાર તેની સાથે પણ મારપીટ કરી હતી.

વિવેકે જણાવ્યું હતું કે, રિસોર્ટમાં લાયસન્સ વગર દારુનો સ્ટોક આવતો હતો. ગ્રાહકોને ડબલ ભાવે દારુ વેચતા હતા. ગ્રાહકોને ચરસ, ગાંજો પણ સપ્લાઈ થતો હતો. પુલકિત આર્ય કર્મચારીઓનો પગાર આપતો નહોતો અને પગાર માગવા પર ચોરીનો આરોપ લગાવી મારપીટ કરી નોકરીમાંથી કાઢી નાખતો હતો.
Published by: Pravin Makwana
First published: September 27, 2022, 3:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading