અફઘાનિસ્તાનમાં અતિશય ગરીબી: બાળકોને ભૂખ્યા સૂવડાવવા માટે મા આપે છે ડ્રગ્સ, વેંચી રહ્યા છે અંગ અને દીકરીઓ


Updated: November 27, 2022, 9:03 PM IST
અફઘાનિસ્તાનમાં અતિશય ગરીબી: બાળકોને ભૂખ્યા સૂવડાવવા માટે મા આપે છે ડ્રગ્સ, વેંચી રહ્યા છે અંગ અને દીકરીઓ
મા બાળકોને ભૂખ્યા સૂવડાવવા આપે છે ડ્રગ્સ

Hunger in afghanistan: અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવતાની સાથે જ આખા દેશમાં ભૂખમરાના ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો પાસે ખાવા માટે ખોરાક નથી. કામ ધંધા બંધ થઈ ગયા છે. હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે ખુબ જ ચોંકાવનારા છે. અફઘાનિસ્તાનમાં લોકો પોતાના બાળકોને ઊંઘની ગોળીઓ આપીને સૂવડાવી રહ્યા છે, જેથી તેઓ ખાવાનું ન માગે. આ ઉપરાંત, લોકો પોતાના અંગો અને દીકરીઓને પણ વેચી રહ્યા છે.

  • Share this:
અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવતાની સાથે જ આખા દેશમાં ભૂખમરાના ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો પાસે ખાવા માટે ખોરાક નથી. કામ ધંધા બંધ થઈ ગયા છે. હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે ખુબ જ ચોંકાવનારા છે. અફઘાનિસ્તાનમાં લોકો પોતાના બાળકોને ઊંઘની ગોળીઓ આપીને સૂવડાવી રહ્યા છે, જેથી તેઓ ખાવાનું ન માગે. આ ઉપરાંત, ભૂખમરો અને બેરોજગારી એવી છે કે, લોકો તેમના અંગો અને દીકરીઓ વેંચવા તૈયાર થઈ રહ્યા છે. આ સ્થિતિ કોઈ એક બે પરિવારની નથી, પરંતુ મોટા ભાગના પરિવારોમાં કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Photos: અફઘાનિસ્તાનના પરિવારોની કહાણી, ઘાસ ખાઈને પેટ ભરે છે; જુઓ તસવીરો

જે અહેવાલો સામે આવી રહ્યા છે, તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બાદ કામ ધંધો ખતમ થઈ ગયો છે. લોકો બેરોજગાર બન્યા છે. ખાવામાં પણ સાસા પડી ગયા છે. પરિવારના સભ્યો ભૂખ્યા સૂવા મજબૂર બની રહ્યા છે. પોતાના બાળકોને ભૂખથી પીડાતા જોઈને તે રડવા લાગે છે. કેટલાક અફઘાન કેમેરા સામે એવું કહેતા પણ જોવા મળ્યા છે કે, તેમની પાસે ન તો કામ છે અને ન ખાવાનું. જ્યારે ભૂખ લાગે છે, ત્યારે તેઓ ઊંઘની ગોળીઓ ખાય છે. જ્યારે બાળકો ખોરાક માંગવા માટે રડે છે, ત્યારે તેમને ઊંઘની ગોળીઓ આપવામાં આવે છે અને સૂઈ જાય છે.

નિર્દોષ છોકરીઓને ભૂખમરાથી સુરક્ષિત રાખવા તેમના લગ્ન

અહીં મહિલાઓ પર કડક નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. 15 ઓગસ્ટ 2021ના રોજ ફરી એકવાર તાલિબાન અફઘાનિસ્તાનમાં સત્તામાં આવ્યું છે. આ દિવસથી લોકો અને ખાસ કરીને મહિલાઓની મુશ્કેલીઓ વધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહીંના લોકોએ ગરીબી અને ભૂખમરાને કારણે પોતાના બાળકો પણ વેચવાનું શરૂ કરી દીધું છે. તેઓ નિર્દોષ છોકરીઓના લગ્ન પણ કરાવી રહ્યા છે, જેથી તેમને ભૂખમરાથી સુરક્ષિત રાખી શકાય.

અડધી વસ્તી પાસે ખોરાક નથીયુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) અનુસાર, અફઘાનિસ્તાનની અડધી વસ્તી ખોરાકની અસુરક્ષાનો સામનો કરી રહી છે. તે જ સમયે, 95 ટકા વસ્તી પાસે ખાવા માટે પૂરતું ભોજન નથી. આ દેશમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 10 લાખથી વધુ બાળકો ગંભીર કુપોષણનો શિકાર બન્યા છે.
Published by: Samrat Bauddh
First published: November 27, 2022, 9:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading