Pocso Court Chennai: 13 વર્ષની છોકરી સાથે 100 લોકોએ રેપ કર્યો, આઠને પોક્સો કોર્ટે ઉંમર કેદ 'ને 13ને 20 વર્ષની કેદ ફટકારી

News18 Gujarati
Updated: September 27, 2022, 2:21 PM IST
Pocso Court Chennai: 13 વર્ષની છોકરી સાથે 100 લોકોએ રેપ કર્યો, આઠને પોક્સો કોર્ટે ઉંમર કેદ 'ને 13ને 20 વર્ષની કેદ ફટકારી
ફાઇલ તસવીર

Pocso Court Chennai: 13 વર્ષની સગીર છોકરીનો બળાત્કાર કરવા અને તેને વેશ્યાવૃત્તિમાં ધકેલવા મામલે આઠ લોકોને કોર્ટે ઉંમરકેદની સજા સંભળાવી છે. તેમાં બીજેપી કાર્યકર, પોલીસ નિરીક્ષક અને એક પત્રકાર સહિત 13 લોકોને આ મામલે 20-20 વર્ષ કેદની સજા સંભળાવી છે.

  • Share this:
ચેન્નાઈઃ શહેરની એક પોક્સો કોર્ટે 13 વર્ષની એક સગીર છોકરી સાથે રેપ કરવા અને તેને વેશ્યાવૃત્તિમાં ધકેલવા મામલે આઠ લોકોને ઉંમરકેદની સજા સંભળાવી હતી. આ સાથે જ એક પોલીસ નિરિક્ષક, ભાજપ કાર્યકર અને પત્રકાર સહિત 13 લોકોને આ મામલે 20-20 વર્ષ કેદની સજા સંભળાવી હતી. વિશેષ અદાલતે 15 સપ્ટેમ્બરે તમામ 21 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા અને સોમવારે સજાની ઘોષણા કરી હતી. બાળકોના શોષણ માટેના પોક્સો એક્ટ અંતર્ગત દાખલ થયેલા કેસની સુનાવણી ઝડપથી પૂરી કરવા માટે આ અદાલત બનાવવામાં આવી છે.

આરોપીના દંડની રકમ પણ પીડિતાને આપવા રજૂઆત


દોષિતોને જેલની સજા આપવાની સાથે સાથે અધિકારી એમ. રાજલક્ષ્મીએ રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે, પીડિતાને વળતર તરીકે 5 લાખ રૂપિયા આપે. ન્યાયાધીશે કહ્યુ હતુ કે, 21 આરોપીઓ પર લગાવેલા દંડની રકમ પણ તેને આપવામાં આવે.

આ પણ વાંચોઃ વડોદરામાં માતા-પુત્રીને બ્લેકમેલ કરી બે વિધર્મીનો બળાત્કાર

આ લોકોને સજા મળી


જે લોકોને ઉંમર કેદની સજા સંભળાવવામાં આવી છે. તેમાં પીડિતાના સોંતેલા માતા-પિતા સામેલ છે. ઇન્નોર પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા નિરીક્ષક સી. પુગાલેંધી, ભાજપના કાર્યકર જી. રાજેન્દ્રમ અને એક અન્ય ખાનગી ચેનલના પત્રકાર વિનોબાજી તે લોકોમાં સામેલ છે. તે બધાને 20 વર્ષ ઉંમર કેદની સજા સંભળાવવામાં આવી છે.

13 વર્ષની છોકરી સાથે 100થી વધુ લોકોએ બળાત્કાર કર્યો


પીડિતાની માતાની ફરિયાદને આધારે વાર્ષમેનપેટના મહિલા પોલીસ સ્ટેશનમાં 26 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને નવેમ્બર 2020માં આ મામલે 560 પેજથી વધુ પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ 26 આરોપીઓમાંથી 4 ફરાર છે. જ્યારે એકનું મોત થઈ ગયું છે. આ કેસ ખૂબ ચર્ચામાં રહ્યો હતો કારણ કે માત્ર 13 વર્ષની છોકરી સાથે 100થી વધુ લોકોએ રેપ કર્યો હતો અને તેને વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધી હતી.
Published by: Vivek Chudasma
First published: September 27, 2022, 2:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading