અમદાવાદમાં ઉમિયાધામનો સૌથી મોટો ઉત્સવ ઉજવાશે, 1500 કરોડના પ્રોજેક્ટમાં 74 હજાર વાર બનાવાશે સંકુલ


Updated: July 25, 2021, 2:31 PM IST
અમદાવાદમાં ઉમિયાધામનો સૌથી મોટો ઉત્સવ ઉજવાશે, 1500 કરોડના પ્રોજેક્ટમાં 74 હજાર વાર બનાવાશે સંકુલ
સોલા ઉમિયાધામના 1500કરોડના પ્રોજેક્ટનું 13 ડિસેમ્બર2021 ભવ્ય ભૂમિપૂજન થશે

સોલા ઉમિયાધામના 1500કરોડના પ્રોજેક્ટનું 13 ડિસેમ્બર2021 ભવ્ય ભૂમિપૂજન થશે

  • Share this:
અમદાવાદ: શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા (Shree Umiya mataji sansthan Unjha) દ્વારા અમદાવાદ સોલા કેમ્પસમાં (Ahmedabad Sola Campus) 74000 ચોરસ વાર જમીન ખરીદી હતી .જેમાં ધર્મ સંકુલ શિક્ષણ સંકુલ આરોગ્ય સંકુલ પાર્ટી પ્લોટ બેન્ક્વેટ હોલ ભોજનાલય વિશ્રાંતિ ગૃહ જેવા જુદા જુદા વિભાગોનું નિર્માણ થઇ રહ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટ સમગ્ર પ્રોજેક્ટ 1500 કરોડના ખર્ચે તૈયાર થશે. આ પ્રોજેકટનું ભૂમિપૂજન 13 ડિસેમ્બર 2021ના પાવન અવસરના દિવસે ધર્મ ઉત્સવ ઉજવાશે. જેમા ધાર્મિક સંતો મહંતો રાજવીઓ મહેમાનો દાતાઓએ સમાજ શ્રેષ્ઠીઓ વગેરે ઉપસ્થિત રહેશે અને ભવ્યાતિભવ્ય ભૂમિ પૂજન થશે. જો કે, સમગ્ર પ્રોજેકટની જવાબદારી ઉમિયાધામ સોલા વિકાસ પ્રોજેકટ સમિતિના ચેરમેન બાબુભાઇ પટેલની (Babubhai Patel) છે.

વિકાસ સમિતિના ચેરમેન સી. કે. પટેલે જણાવ્યું હતું કે, આજે અમારા માટે આનંદનો દિવસ છે. કડવા પાટીદાર સમાજના લોકો ઉમિયામાં સાથે સંકળાયેલા હોય છે. દરેક પ્રોજેકટમાં દરેક જ્ઞાતિ બંધુઓને સામેલ થશે. 1500 કરોડના પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ અને 13 ડિસેમ્બરે રંગે ચંગે ભૂમિ પૂજન થશે.

Alert on Border: પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની કોસ્ટલ-જમીની સરહદ પર BSFએ વધારી સુરક્ષા

આધુનિક પ્રોજેકટ કરવામાં આવશે

શ્રીઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા માનદ મંત્રી દિલીપભાઈ પટેલે (નેતાજી) જણાવ્યું હતું કે, અમદાવાદમાં માં ઉમિયાનો સૌથી મોટો ઉત્સવ ઉજવાશે. 75 હજાર વાર જગ્યામાં જુદા જુદા સંકુલ બનાવાશે.મોટુ મંદિર બનશે. 1400 બાળાઓ માટે હોસ્ટેલ બનાવાશે.લાઈબ્રેરી તૈયાર કરાશે. તેમજ લોકો જોવા આવે તેવો બેન્કેટ હોલ બનાવાશે.

Sucess Story: 40 ગીર ગાયોનું સંવર્ધન કરીને પાટણનો આ એન્જિનિયર ખેડૂત કરે છે લાખોની કમાણીશ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આજે અમદાવાદ સોલા ઉમિયા કેમ્પસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોલા ઉમિયાધામના વિકાસના કાર્યોની ચર્ચા કરવામાં આવશે. જોકે 2022 પહેલા ખોડલધામમાં બેઠક મળી હતી અને આજે અમદાવાદ ઉમિયાધામ સોલા ખાતે મિટિંગ મળી રહી છે. ત્યારે સી. કે પટેલે જનવયહ હતું કે, ઉમિયા માતાજી સંસ્થાન એક ધાર્મિક સંસ્થા છે. આજની બેઠક કોઈ રાજકીય બેઠક નથી. રાજકારણ અંગેનો જવાબ સમય આવશે ત્યારે ધમાકેદાર આપશુ. યોગ્ય સમય આવશે ત્યારે અલગ મંચ પરથી જવાબ આપીશું.

સોલા ઉમિયાધામ વિકાસ પ્રોજેક્ટની બેઠકમાં ઊંઝા શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણીભાઈ પટેલ,માનદમંત્રી દિલીપભાઇ નેતાજી,બાબુભાઈ પટેલ,પ્રહલાદભાઈ કામેશ્વર,સી કે પટેલ , બાબુભાઈ ખોરજવાળા, રમેશભાઇ દુધવાળા, વાસુદેવભાઈ પટેલ, ગોવિંદભાઈ વરમોરા, જયેશભાઈ, એમ, એસ પટેલ તેમજ સંસ્થાના દાતાઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
Published by: Kaushal Pancholi
First published: July 25, 2021, 2:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading