Tauktae વાવાઝોડાએ ગુજરાતમાંથી લીધી વિદાય, PM મોદી આજે કરશે હવાઈ નિરીક્ષણ

News18 Gujarati
Updated: May 19, 2021, 7:21 AM IST
Tauktae વાવાઝોડાએ ગુજરાતમાંથી લીધી વિદાય, PM મોદી આજે કરશે હવાઈ નિરીક્ષણ
'સમગ્ર વહીવટીતંત્ર આગામી બે દિવસ માટે રિસ્ટોરેશન અને રાહત કામગીરી કરશે.વાવાઝોડા પછી પાણીજન્ય રોગો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે.'

'સમગ્ર વહીવટીતંત્ર આગામી બે દિવસ માટે રિસ્ટોરેશન અને રાહત કામગીરી કરશે.વાવાઝોડા પછી પાણીજન્ય રોગો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે.'

  • Share this:
સોમવારથી ગુજરાતમાં (Gujarat) તણાવ ઉત્પન્ન કરનાર Tauktae વાવાઝોડા (Tauktae Cyclone) આખરે રાજ્યમાંથી વિદાય લેતા લોકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે. મોટાભાગે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ આ વાવાઝોડું ગયું હતું એટલે તંત્ર પણ સજ્જ થતાં મોટી જાનહાની થઇ નથી. સોમવારે રાતે જ્યારે દિવ, ઉના, ગીર અને અમરેલી જિલ્લામાંથી આ વાવાઝોડું પસાર થયું ત્યારે પવનની ઝડપ 150 કિલોમીટર આસપાસ હતી. વાવાઝોડું રાજકોટ જિલ્લાના ચોટીલા પાસેથી પસાર થયું ત્યારે અંદાજે 100 કિ.મી.ની ઝડપ હતી. જે બાદ વાવાઝોડાની ગતી થોડી શાંત પડી હતી. અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા વિસ્તારમાંથી આ વાવાઝોડું ગયું ત્યારે તેની પવનની ગતિ આશરે 50 કિલોમીટર રહી હતી. જેના કારણે વ્યારપ પ્રમાણમાં નુકસાન તો થયું છે પરંતુ કોઇ મોટી જાનહાની સર્જાઇ નથી. આજે વડાપ્રધાન મોદી (PM Modi) 11.30 કલાકે ભાવનગર એરપોર્ટ પર પહોંચશે અને વાવાઝોડાથી થયેલા નુકસાનનું હવાઈ નિરીક્ષણ કરશે.

આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટક્યું તે બાદ અનેક જગ્યાઓએ વિનાશ વેર્યો છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતથી લઇને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 8 કલાકની અંદર 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ઉપરાંત ભારે પવનના કારણે વૃક્ષો મોટી સંખ્યામાં ધરાશાયી થવાની સ્થિતિમાં રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે. રાજ્યના 23 જિલ્લાઓના 176 તાલુકાઓમાં આ વાવાઝોડાના કારણે સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે.

વાવાઝોડાએ તારાજી સર્જી

સોમવારે 8.30 કલાકની આસપાસ દીવ નજીક ત્રાટકેલા વાવાઝોડાએ મંગળવારે રાતે આશરે 11.30 કલાકે ગુજરાતમાંથી વિદિય લઇને રાજસ્થાન પહોંચ્યું હતું, રાજ્યમાં આવ્યું ત્યારે તે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ હતું અને ગયું ત્યારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇને ગયું છે. વાવાઝોડાએ સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં તારાજી સર્જ્યા બાદ દક્ષિણ ગુજરાત, ત્યારબાદ અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં તારાજી સર્જી છે. કેટલીક જગ્યાએ ઘરોના પતરા-નળીયા નીકળી ગયા તો ક્યાંક ઝાડ અને વીજપોલ પડી ગયા. આ વાવાઝોડાથી સૌથી વધારે નુકશાન ખેડૂતોને થયું છે. બાગાયતી પાકના ખેડૂતોને તો રોવાનો વારો આવ્યો જ છે, સાથે ઉભો પાક લોકોનો વાવાઝોડામાં નષ્ટ થઈ ગયો છે. હવે વાવાઝોડાની આફત ધીમે ધીમે ઓછી થઈ રહી છે, ત્યારે સરકાર આવતીકાલથી નુકશાનીનો સર્વે હાથ ધરશે, તથા રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવશે તેવી સરકારે ખાતરી આપી છે.

Tauktae:વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 300 કરોડનું નુકશાન, સરકારને કરી મદદની માગ

આજથી નુકસાનના સર્વેક્ષણની કામગીરી હાથ ધરાશેરાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાથી ઉનાળુ પાકને ઓછું નુકસાન ગયું છે પરંતુ કેરી અને નાળિયેરી જેવા પાકોને સારું એવું નુકશાન ગયું છે. રાજ્ય સરકાર તમામ નુકસાનના સર્વેક્ષણની કામગીરી હાથ ધરશે અને ધારાધોરણ મુજબ આગળના નિર્ણયો લેવાશે. તેમણે વધુમાં જણાવ્યું કે, સમગ્ર વહીવટીતંત્ર આગામી બે દિવસ માટે રિસ્ટોરેશન અને રાહત કામગીરી કરશે. ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં વાવાઝોડા પછી પાણીજન્ય રોગો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમો વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં જઈને આરોગ્ય સર્વેક્ષણ પણ હાથ ધરશે. તમામ વિસ્તારોમાં મોટા પાયે સાફ-સફાઈની આવશ્યકતા હોવાથી સુરત, રાજકોટ અને જામનગર જેવા મહાનગરપાલિકા વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં સફાઈ કામદારો વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યા છે.

કોરોનાથી સાજા થયેલા લોકોને 6 મહિનાને બદલે 9 મહિના બાદ અપાય વેક્સીન- સરકારી પેનલની ભલામણ

પીએમ મોદી આવશે ગુજરાત

આજે એટલે બુધવારે વડાપ્રધાન મોદી 11.30 કલાકે ભાવનગર એરપોર્ટ પર પહોંચશે અને વાવાઝોડાથી થયેલા નુકસાનનું હવાઈ નિરીક્ષણ કરશે. રાજ્યમાં વાવાઝોડાને કારણે થયેલા નુકસાનું હવાઈ નિરીક્ષણ કરવા પીએમ મોદી આવવાના છે. પ્રધાનમંત્રી દીવમાં થયેલા નુકસાનની પણ માહિતી મેળવવાના છે.

પ્રાપ્ત માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11.30 કલાકે દિલ્હીથી ભાવનગર પહોંચવાના છે. ત્યારબાદ તેઓ ઉના, જાફરાબાદ, મહુવા સહિતના વિસ્તારો અને દીવનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી અમદાવાદમાં એક રિવ્યૂ બેઠક કરશે. પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હવાઈ નિરીક્ષણમાં જોડાઈ શકે છે.
Published by: Kaushal Pancholi
First published: May 19, 2021, 7:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading