ગુજરાતમાં Kappa variantએ ચિંતા વધારી: 'ઘાતકતા ઘટાડવા રસીકરણની ગતિ વધારવી જરૂરી'


Updated: July 25, 2021, 3:04 PM IST
ગુજરાતમાં Kappa variantએ ચિંતા વધારી: 'ઘાતકતા ઘટાડવા રસીકરણની ગતિ વધારવી જરૂરી'
પ્રતીકાત્મક તસવીર

માર્ચથી જુનમાં જે કેસ આવ્યા તેના જીનોમ સિકવનસિંગમાં આ વેરિયન્ટ જોવા મળ્યો.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ: રાજ્યમાં (Gujarat) કોરોનાની ત્રીજી લહેરની (Corona Third wave) શકયતા વચ્ચે રાજ્યમાં કોરોનાના કાપા વેરિયન્ટના (Kappa variant) કેસ પણ સામે આવ્યા છે. જેને લઈ તબીબોની ચિંતા વધી છે. જોકે, કોરોનાના જુદાજુદા વેરિયન્ટની ઘાતકતા ઘટાડવા વેકસીનેશનની (Corona Vaccine) ગતિ વધારવી જરૂરી હોવાનો અભિપ્રાય અમદાવાદ મેડીકલ એસોસિએશનના (Ahmedabad Medical Association) તબીબે કર્યો છે. સાથે જ જ્યારે હવે શ્રાવણ માસમાં તહેવારોની સિઝન આવી રહી છે ત્યારે લોકોએ અત્યારથી ચેતી જવાની જરૂર છે.

તહેવારોમાં બહાર નીકળી ભીડ કરવાની જગ્યાએ ઘરમાં જ તહેવાર ઉજવણી કરાય તેવી અપીલ તબીબી નિષ્ણાત કરી રહ્યા છે. કોરોનાની બીજી લહેર ખતમ થઈ રહી છે. છતાં કોરોનાના અમુક અમુક કેસ હાલ સામે આવી રહ્યા છે. તેવામાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટની સાથે કાપા વેરિયન્ટના કેસ સામે આવતા તબીબોની ચિંતા વધી છે.  ગુજરાતમાં જામનગર અને દાહોદ સહિત અલગ અલગ જિલ્લામાં 5 કેસ જોવા મળ્યા છે.

ઉમિયાધામનો સૌથી મોટો ઉત્સવ ઉજવાશે, 1500 કરોડના પ્રોજેક્ટમાં 74 હજાર વારમાં બનાવાશે સંકુલ

જે મુદ્દે  અમદાવાદ મેડિકલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી ડો. સાહિલ શાહે  નિવેદન આપતા જણાવ્યું કે, રાજ્યમાં ડેલ્ટા, ડેલ્ટા પલ્સ અને કાપા વેરિયન્ટ બીજી લહેર માટે જવાબદાર હોવાનું તેઓએ જણાવ્યું. માર્ચથી જુનમાં જે કેસ આવ્યા તેનું જીનોમ સિકવનસિંગમાં આ વેરિયન્ટ જોવા મળ્યો છે. માત્ર ભારતમાં જ નહીં યુકેમાં પણ કાપા વેરિયન્ટના કેસ જોવા મળ્યા છે.  જોકે, કાપા વેરિયન્ટની ઘાતકતા ઘટાડવા વેકસીનેશનની ગતિ વધારવી જરૂરી રહેશે.

Sucess Story: 40 ગીર ગાયોનું સંવર્ધન કરીને પાટણનો આ એન્જિનિયર ખેડૂત કરે છે લાખોની કમાણી
કોરોનાની સારવારમાં એન્ટિબાયોટિકનું રેજીસ્ટન્સ વધી રહ્યું છે. જેના કારણે વાયરસના અલગ અલગ મ્યુટેશન સામે આવી રહ્યા છે. એજ કારણ છે કે, તેના વેરિયન્ટ સામે આવી રહ્યા છે. મહત્વનું છે, કે શ્રાવણ માસમાં તહેવારોની રજાઓની મજા માણવા લોકો પ્રવાસના સ્થળો પર ભીડ કરતા હોય છે. જેને લઈ આગામી તહેવારની સિઝનમાં લોકો ભીડભેગી કર્યા વગર ઘરમાં જ તહેવારો ઉજવવા તબીબો અપીલ કરી રહ્યા છે.
Published by: Kaushal Pancholi
First published: July 25, 2021, 2:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading