અનેક પોષક તત્વોથી ભરપૂર 'બદામ સૂપ' આ રીતે બનાવો ઘરે, માત્ર 15 મિનિટમાં મસ્ત બની જશે

News18 Gujarati
Updated: November 30, 2022, 5:21 PM IST
અનેક પોષક તત્વોથી ભરપૂર 'બદામ સૂપ' આ રીતે બનાવો ઘરે, માત્ર 15 મિનિટમાં મસ્ત બની જશે
ટેસ્ટી બદામ સૂપ ઘરે બનાવો

Almond soup recipe: શિયાળાની સિઝન એવી છે જેમાં સૂપ પીવાની પણ એક મજા આવતી હોય છે. સૂપ પીવાથી ભૂખ લાગે છે અને સાથે તમારા શરીરમાં તાકાત પણ આવે છે. તો તમે પણ આ રીતે ઘરે બનાવો બદામ સૂપ.

 • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝનમાં દરેક લોકોએ સૂપ પીવાની આદત પાડવી જોઇએ. સૂપ પીવાથી શરીરમાં ગરમી આવે છે અને સાથે પોષણ પણ મળી રહે છે. સૂપમાં પણ હવે અનેક ટેસ્ટમાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો શિયાળામાં બદામ સૂપ, બ્રોકલી સૂપ, પાલક સૂપ, ટોમેટો સૂપ, વેજીટેબ્લસ સૂપ વધારે પીવા જોઇએ જેથી કરીને હેલ્થને ફાયદો થાય. તો આજે અમે તમને અનેક પોષક તત્વોથી ભરપૂર એવો બદામનો સૂપ ઘરે કેવી રીતે બનાવશો એ જણાવીશું. બદામનો સૂપ તમે ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકો છો. બદામનો સૂપ પીવાની પણ બહુ મજા આવે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો બદામ સૂપ.

સામગ્રી


એક કપ બદામ

બે ચમચી માખણ

એક ચમચી મેંદો

આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો રજવાડી ઉપમા ચારથી પાંચ ટીપાં બદામ એસેન્સના

ચપટી પીસેલા કાળા મરી

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત • બદામ સૂપ બનાવવા માટે સૌ પ્રથમ બદામને ગરમ પાણીમાં નાખીને 20 મિનિટ સુધી પલાળી રાખો.

 • નક્કી કરેલા સમય પછી બદામને પાણીમાંથી નિકાળી દો.


આ પણ વાંચો: વધેલી રોટલીમાંથી બનાવો આ 3 ટેસ્ટી વાનગીઓ ેસ  • હવે આ બદામની છાલ ઉતારી લો.

  • ગરમ પાણીમાં બદામને પલાળવાથી એની છાલ સરળતાથી નિકળી જાય છે.

  • હવે બદામને મિક્સરમાં કરકરી પીસી લો.

  • બદામની પેસ્ટને એક બાઉલમાં લઇ લો.

  • એક કડાઇમાં માખણ મુકો અને ગેસ ધીમો રાખો જેથી કરીને માખણ પીગળી જાય.

  • પછી આમાં મેંદો નાખીને 30 સેકન્ડ સુધી શેકી લો.

  • ત્યારબાદ બદામ પેસ્ટ અને થોડુ પાણી નાંખો અને સારી રીતે મિક્સ કરી દો.

  • હવે આ મિશ્રણમાં ચારથી પાંચ ટીપાં બદામ એસેન્સે નાંખો.

  • હવે આ સૂપને 3 થી 4 મિનિટ માટે થવા દો.

  • આ સૂપને વચ્ચે-વચ્ચે હલાવતા રહો.

  • આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી કાળા મરીનો પાવડર અને સ્વાદાનુંસાર મીઠું નાઁખો.

  • છેલ્લે સૂપમાં તાજુ ક્રીમ નાંખો અને ગેસ બંધ કરી દો.

  • તો તૈયાર છે બદામ સૂપ.


 • આ સૂપને હવે સર્વિંગ બાઉલમાં કાઢી લો અને ઉપરથી બદામની કતરણ નાંખીને ગાર્નિશ કરો.

 • આ સૂપ તમે ગરમાગરમ પીઓ છો તો બહુ જ મજા આવે છે.

 • આ સૂપ દરેક લોકોએ શિયાળામાં અઠવાડિયામાં એક વાર પીવો જોઇએ.

Published by: Niyati Modi
First published: November 30, 2022, 5:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading