Propose Day: સ્પેશયલ ‘શાહી ટુકડા’ બનાવો અને પાર્ટનરને ઇમ્પ્રેસ કરો, નોટ કરી લો આ રેસિપી
News18 Gujarati Updated: February 7, 2023, 5:32 PM IST
આ રેસિપી સરળતાથી ઘરે બની જાય છે.
Propose day 2023: કાલે પ્રપોઝ ડે..આ દિવસને યાદગાર બનાવવા માટે તમે આ રેસિપીની મદદ લઇ શકો છો. શાહી ટુકડા એક વાર તમે ચોક્કસથી ઘરે બનાવો અને ખાવાની મજા માણો. આ એક એવી ડિશ છે જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કાલે પ્રપોઝ ડે..તમે કેવી રીતે દિવસને યાદગાર બનાવો? પ્રપોઝ ડે સેલિબ્રેટ કરવા માટે અમે તમારી માટે એક મસ્ત રેસિપી લઇને આવ્યા છીએ. શાહી ટુકડા તમે ક્યારે ખાધા છે? જો ના તો આ રેસિપી નોટ કરી લો અને ઘરે બનાવો..આમ જો વાત કરવામાં આવે તો વેલેન્ટાઇન વીકમાં પ્રપોઝ ડેને યાદગાર બનાવવા માટે તમે આ રેસિપી બનાવો છો તો ખાવાની મજા આવે છે. આ એક એવી રેસિપી છે જે તમે ઝડપથી ઘરે બનાવી શકો છો. પ્રપોઝ ડેના દિવસે તમે તમારા હાથથી બનાવેલી આ રેસિપી પાર્ટનરને ખવડાવો અને મજા માણો.
સામગ્રી
4 બ્રેડ સ્લાઇસ
½ મિલી પાણી
4 પીસેલી ઇલાયચી
આ પણ વાંચો:સુગર ફ્રી ગુલાબની ખીર આ રીતે ઘરે બનાવો 4 કપ દૂધ
એક મુઠ્ઠી કાજુ
એક મુઠ્ઠી પિસ્તા
½ કપ ઘી
½ કપ ખાંડ
2 પીસેલી કેસર
એક મુઠ્ઠી બદામ
બનાવવાની રીત
- શાહી ટુકડા બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઇ લો અને એમાં ખાંડ અને પાણી ગરમ કરી લો. આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો.
- ખાંડ ઓગળી જાય એટલે કેસરના તાંતણા નાંખીને મિક્સ કરી લો.
આ પણ વાંચો:વેલેન્ટાઇન વીકને ખાસ બનાવો આ રોઝ લાડુ સાથે
- જ્યારે ચાસણી થોડી ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરીને એક બાજુમાં મુકી દો.
- આ બધી જ પ્રોસેસ પૂરી થઇ જાય પછી એક પેન લો અને એમાં દૂધ ગરમ કરવા માટે મુકો.
- આ દૂધનો પહેલાં ફાસ્ટ ગેસે એક ઉભરો લાવી દો અને પછી ધીમો કરી દો.
- દૂઘ થોડુ ઉકળી જાય પછી એમાં ઇલાયચી પાવડર, ચાસણીનો ¼ ભાગ નાંખીને બરાબર મિક્સ કરી લો.
- હવે બ્રેડ સ્લાઇસ લો અને એની કિનારીઓ કટ કરી લો.
- આ બ્રેડની સ્લાઇસને બે ત્રિકોણ આકારમાં કટ કરી લો.
- એક કડાઇમાં ઘી ગરમ કરવા માટે મુકો.
- ઘી ગરમ થઇ જાય એટલે બ્રેડને બન્ને બાજુથી ફ્રાય કરી લો.
- બ્રેડ સ્લાઇસ ફ્રાય થઇ જાય પછી દરેક સ્લાઇસને બચેલી ચાસણીમાં એક મિનિટ માટે મુકી રાખો.
- તૈયાર રબડીને બ્રેડ સ્લાઇસ પર નાંખો અને સૂકા મેવાથી ગાર્નિશ કરો.
- તો તૈયાર છે શાહી ટુકડા.
Published by:
Niyati Modi
First published:
February 7, 2023, 5:32 PM IST