જૂનાગઢ : રસ્તે રઝળતા પશુઓથી પ્રજા પરેશાન! તંત્રએ કર્યા આંખ આડા કાન, જાણો શું કહ્યું લોકોએ


Updated: July 25, 2021, 1:30 PM IST
જૂનાગઢ : રસ્તે રઝળતા પશુઓથી પ્રજા પરેશાન! તંત્રએ કર્યા આંખ આડા કાન, જાણો શું કહ્યું લોકોએ
તંત્રએ કર્યા આંખ આડે કાન; રસ્તે રઝળતા પશુઓથી પ્રજા પરેશાન! જાણો શું કહ્યું?

Junagadh News : જૂનાગઢ શહેરમાં રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ દિવસેને દિવસે અસહ્ય બની રહ્યો છે, જવાબદાર તંત્રને અનેકવાર રજૂઆત કરી પણ..

  • Share this:
જૂનાગઢ (Junagadh) દિવસેને દિવસે સમસ્યાઓનો ગઢ બનતું જાય છે! ચોમાસું (Monsoon)  શરૂ થતાં જ શહેરના અનેક વિસ્તારમાં ગંદકીએ માજા મૂકી છે, જેણે કારણે જૂનાગઢના રહેવાસીઓ અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે. ગંદકીની સાથે ફેલાતો રોગચાળો, રસ્તા પર કીચડ ફેલાતા અવર-જવરમાં મુશ્કેલી, વાહન સ્લીપ થવાની સમસ્યા અને અધુરામાં પૂરા રસ્તા પર ગમે ત્યાં અડિંગો જમાવીને બેઠેલા રઝળતા પશુઓ! (Stray cattles)

જૂનાગઢના કેટલાક નગરજનો તો જૂનાગઢને એક વિકસેલું ગામડું જ કહે છે! મહાનગરપાલિકા હોવા છતાં સુવિધાના નામે નગરપાલિકા કરતાં પણ બદ્દતર હાલત જોવા મળે છે. શહેરના જાહેર રસ્તા પર પોતાનો અડ્ડો જમાવીને ઊભા કે બેઠા રહેતા પશુઓ રાહદારીઓ માટે માથાનો દુઃખાવો બની રહ્યાં છે.

જૂનાગઢના કોઈપણ રસ્તે નીકળો કે, કોઈ ગલી-ચોકમાં પ્રવેશો ત્યાં તમને રઝળતા પશુ ન જોવા મળે એવું તો બને જ નહીં! આ રઝળતા પશુઓને કારણે અનેક માર્ગ અકસ્માતો થતાં રહે છે, આખલા વચ્ચે થતી લડાઈથી આજુબાજુમાં પડેલા વાહનો કે દુકાનોમાં ઘણું નુકસાન થાય છે! એટલું જ નહીં, અકસ્માતમાં જે તે વ્યક્તિની સાથે પશુને પણ ઇજા થાય છે!

જૂનાગઢ તંત્રના અધિકારીઓની ગાડી અવારનવાર આ મુખ્ય માર્ગો પરથી પસાર થતી હોય છે, તેમ છતાં તેઓએ આંખ આડા કાન કરી દીધા હોય તેમ કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. રઝળતા પશુઓને પણ એક નિવાસ સ્થાન મળી રહે તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી! ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

નગરપાલિકાના જવાબદાર કર્મચારીના નંબર તો જાહેર કર્યા, પણ ફોન ઉપાડતા નથી! : નાગરિક જૂનાગઢના મુખ્ય રસ્તાઓ પર રખડતાં ઢોર-ઢાંખરને કારણે અનેકવાર માર્ગ અકસ્માત થતાં થતાં બચી જાય છે, ખાસ કરીને શિખાઉ ડ્રાઈવર જ્યારે ફોર વ્હીલર ચલાવતા હોય છે, ત્યારે રસ્તા પર રહેલા પશુઓને કારણે તેને જજમેંટ લેવામાં ખુબજ મુશ્કેલી પડે છે, જેથી તેઓ અકસ્માત સર્જી બેસે છે. જૂનાગઢ શહેરના પ્રશ્નોના નિરાકરણ માટે તંત્રએ કેટલાક નંબરોની સૂચિ જાહેર કરી છે, પણ કોઈ ફોન ઉપાડતું નથી!
First published: July 25, 2021, 1:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading