ભાવનગર: ઘરમાં લૂંટ ચલાવી બાળકને મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો, નરાધમ ગામનો જ નીકળ્યો


Updated: April 16, 2021, 7:40 PM IST
ભાવનગર:  ઘરમાં લૂંટ ચલાવી બાળકને મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો, નરાધમ ગામનો જ નીકળ્યો
પ્રતિકાત્મક તસવીર

મહિલાએ વલ્લભીપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલાએ કરેલાં વર્ણનના આધારે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા, જેમાં નરાધમ ગામનો જ નીકળ્યો

  • Share this:
નીતિન ગોહેલ, ભાવનગર : જિલ્લાના વલ્લભીપુર પંથકમાં બનેલી એક ઘટનામાં નરાધમ શખસે ઘરમાં ઘુસી મહિલાનું ગળું દબાવી તેના પર બળાત્કાર ગુજારી રોકડ તથા મોબાઇલની લૂંટ ચલાવી હતી. જાણે આ નરાધમોને કોઈ પોલીસનો કોફ ન હોય તેમ આવી અનેક ઘટનાઓનાં અંજામ આપતા કિસ્સાઓ ભાવનગર શહેર અને જીલ્લા અવારનવાર સામે આવી રહ્યા છે, જે સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય, ત્યારે આ ઘટનાને ગંભીરતાથી ધ્યાને લઇ વલ્લભીપુર પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પંથકમાં બનેલી એક ઘટનામાં નરાધમ શખસે ઘરમાં ઘુસી મહિલાનું ગળું દબાવી તેના પર બળાત્કાર ગુજારી રોકડ તથા મોબાઇલની લૂંટ ચલાવી હતી. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને હસ્તગત કરી લીધો હતો.

આ પણ વાંચોભાવનગર: 'પુત્ર સાથે કરેલા ઝગડાનો ઠપકો આપવા ગયા', કુટુંબીના પરિવારે પુત્રોની સામે જ પિતાને રહેંસી નાખ્યા

શું હતી ઘટના?

આ બનાવ અંગે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, વલ્લભીપુર પોલીસ સ્ટેશન તાબાના એક ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે અજાણ્યો શખસ ઘરમાં ઘુસી ગયો હતો અને મહિલા સુતી હતી, ત્યારે તેનું ગળું દબાવી બાજૂમાં રહેલ તેના સંતાનને પણ મારી નાંખવાની ધમકી આપી મહિલાની મરજી વિરૃદ્વ તેના પર બળાત્કાર ગુજારી મહિલા પાસે રહેલ રૂપિયા 11,800 તથા એક મોબાઇલ લઈને નાસી છૂટયો હતો.

આ બનાવ અંગે મહિલાએ વલ્લભીપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલાએ કરેલાં વર્ણનના આધારે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા અને તે જ ગામના મુકેશ લાલજીભાઇ મકવાણા નામના સખ્શને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી, જેમાં આરોપી મુકેશ લાલજીભાઇ મકવાણાએ મહિલા સાથે ઘરમાં ઘુસી મહિલાનું ગળું દબાવી તેના પર બળાત્કાર ગુજારી રોકડ તથા મોબાઇલની લૂંટ ચલાવી હતી તેવી પોલીસ સામે કબુલાત કરી.આ પણ વાંંચો - રાજકોટમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, સમાધાન માટે બોલાવી 16 વર્ષના સગીરને રહેંસી નાખ્યો

પોલીસે આરોપી લાલજીભાઈ મકવાણા મુકેશ વિરૃદ્વ બળાત્કાર તથા રોકડ તથા મોબાઇલ લૂંટની કલમ અન્વયે વલ્લભીપુર પોલીસે ગુન્હો નોંધ્યો હતો. મુકેશ મકવાણા અગાઉ ગુન્હાહીત ઇતિહાસ ધરાવતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. વલ્લભીપુર પોલીસે મુકેશની ધડપકડ કરી વધુ કાયવાહી હાથ ધરી હતી.
Published by: kiran mehta
First published: April 16, 2021, 7:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading