સૌરાષ્ટ્રમાં PM મોદીને વિજય રૂપાણી પર ભરોસો! ચાલુ સભામાં મોદી-રૂપાણી વચ્ચે થઇ ચર્ચા?
News18 Gujarati Updated: November 20, 2022, 10:13 PM IST
પ્રધાનમંત્રી મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી વેરાવળમાં સભા સંબોધી હતી.
Gujarat Politics: આ દરમ્યાન વડાપ્રધાન અને વિજય રૂપાણી કોઈ વાતને લઈ સ્ટેજ પર ગુફ્તેગૂ કરતાં દેખાયા હતા. અગાઉ જામકંડોરણામાં સભા હતી ત્યારે પીએમ મોદીએ વિજય રુપાણીને સ્ટેજ પર પોતાની નજીક બોલાવ્યા હતા. હવે ફરી જાહેર સભામાં આવા દૃશ્યો જોવા મળ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં બીજા દિવસે પણ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે સવારે સોમનાથ દાદાના દર્શન કરી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે વેરાવળ, અમરેલી, ધોરાજી અને બોટાદમાં વિશાળ જનમેદનીને સંબોધન કર્યુ હતુ. જોકે આ દરમિયાન સૌરાષ્ટ્રમાં PM મોદી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોઇ વાત પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
આપણે ત્યાં એક કહેવત છે કે, રાજકારણમાં કશું કાયમી નથી હોતું. જેનું સૌથી તાજું ઉદાહરણ વેરાવળની સભામાં જોવા મળ્યું હતું. વેરાવળમાં સ્ટેજ પર પીએમ મોદી અને વિજય રુપાણી ખૂલીને વાત કરતાં દેખાયા હતા. ચૂંટણી પ્રચાર અર્થે ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી વેરાવળમાં સભા સંબોધી હતી. આ સભામાં PM મોદીની બાજુમાં સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્થાન મળ્યું હતું.
આ દરમ્યાન વડાપ્રધાન અને વિજય રૂપાણી કોઈ વાતને લઈ સ્ટેજ પર ગુફ્તેગૂ કરતાં દેખાયા હતા. અગાઉ જામકંડોરણામાં સભા હતી ત્યારે પીએમ મોદીએ વિજય રુપાણીને સ્ટેજ પર પોતાની નજીક બોલાવ્યા હતા. હવે ફરી જાહેર સભામાં આવા દૃશ્યો જોવા મળ્યા હતા. પીએમ મોદી અને વિજય રૂપાણી સ્ટેજ પર ખૂલીને વાત કરતાં દેખાતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.
આ પણ વાંચો: ભાજપ સામે બળવો કરનાર અને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર 7 નેતાઓ પાર્ટીમાંથી સસ્પેન્ડ
જોકે આ કઈ નવું નથી કે પ્રધાનમંત્રી અને વિજય રૂપાણી વચ્ચે આ વાર્તાલાપ થયો હોય. આની પહેલા પણ વડાપ્રધાન મોદીએ જામકંડોરણા અને રાજકોટમાં વિજય રૂપાણીને પોતાની નજીક બોલાવી વાતચીત કરી હતી. આના પરથી એવી ચર્ચા ઊભી થઈ છે કે, PM મોદીને સૌરાષ્ટ્રમાં હજુ વિજય રૂપાણી ઉપર વિશ્વાસ છે.
Published by:
rakesh parmar
First published:
November 20, 2022, 10:13 PM IST