Video: મહિસાગર: નાગિન ડાન્સ ચાલતો હતોને ધોડો વરરાજાને લઇને પડ્યો ધડામ
News18 Gujarati Updated: May 23, 2022, 2:02 PM IST
આ વીડિયો મહિસાગરનો માનવામાં આવે છે.
Gujarat viral video: મહિસાગરના ઘોઘાવાડા ગામમાં વરરાજા જાન લઇને જઇ રહ્યા છે. તેમની આસપાસ જાનૈયાઓ પણ દેખાઇ રહ્યા છે.
મહિસાગર : ગુજરાતમાં (Gujarat viral video) હાલ લગ્નનો (marriage video) માહોલ છવાયેલો છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં જાન લઇને જતા વરરાજા ઘોડા પર બેઠા છે. અચાનક ઘોડો ગબડી પડે છે અને સાથે વરરાજા પણ નીચે પટકાય છે. આ વાયરલ વીડિયોને (marriage viral video) મહિસાગરનો માનવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, મહિસાગરના ઘોઘાવાડા ગામમાં વરરાજા જાન લઇને જઇ રહ્યા છે. તેમની આસપાસ જાનૈયાઓ નાગિન ડાન્સ કરતા દેખાઇ રહ્યા છે. વરધોડામાં ડીજેમાં કોઇ ગીત પણ વાગી રહ્યું છે. ત્યારે બે ઘોડાના માલિકો લાગતા બે લોકો ઘોડાને ચાબૂકથી મારી રહ્યા છે.
આ પણ વાંચો - Nanoમાં તાજ હોટલ પહોંચ્યા Ratan Tata, સાથે કોઈ સિક્યોરિટી ગાર્ડ પણ નહીં, લોકોએ સાદગીના કર્યા વખાણ
અચાનક હણહણીને નીચે પટકાય છે. વરઘોડામાં આ દરમિયાન નાગીન ડાન્સ કરતાં કરતાં વરરાજા પાસે આવી જાય છે.
Published by:
Kaushal Pancholi
First published:
May 23, 2022, 1:57 PM IST