Dhandhuka Murder Exclusive: કિશન બોળિયા પર ફાયરિંગ કરી હત્યા કરનાર આરોપીઓની તસવીર આવી સામે

News18 Gujarati
Updated: January 28, 2022, 1:13 PM IST
Dhandhuka Murder Exclusive: કિશન બોળિયા પર ફાયરિંગ કરી હત્યા કરનાર આરોપીઓની તસવીર આવી સામે
Latest Crime News: ધંધુકાના મોઢવાડાના ડેલું પાસે મંગળવારે કિશન નામનો યુવક જઇ રહ્યો હતો. ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ તેની પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

Latest Crime News: ધંધુકાના મોઢવાડાના ડેલું પાસે મંગળવારે કિશન નામનો યુવક જઇ રહ્યો હતો. ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ તેની પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

  • Share this:
અમદાવાદ: ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં (Dhandhuka firing murder case) સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કિશન બોળિયાની (Kishan Bodia murder) પર બે રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરનારા બે યુુવાનોના ચહેરા સામે આવ્યા છે. બાઇક પર આવીને ફાયરિંગ કરનાર આરોપીઓની તસવીર આવી સામે આવી છે. આ અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad rural police) સઘન તપાસ કરી રહી છે. જેમાં અમદાવાદ અને મુંબઇના બે મૌલવીઓની પણ સંડોવણી બહાર આવી છે.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, બાઇક પર આવનાર બંને યુવાન આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

પહેલા બે આરોપીઓની કરાઇ હતી ધરપકડ

ધંધુકા ફાયરિંગ મર્ડર પ્રકરણમાં 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે. જેમાં ધંધુકા ખાતેથી અમદાવાદ એસપી વીરેન્દ્રસિંહે માહિતી આપી હતી. આ કેસ માટે પોલીસે અલગ અલગ 7 ટીમો બનાવી ચક્રો ગતિમાન કરી 2 આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. તથા હાલ બંને આરોપીની તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું છે. જોકે, આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પાંચ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે.



શું હતી ઘટના?

ધંધુકાના મોઢવાડાના ડેલું પાસે મંગળવારે કિશન નામનો યુવક જઇ રહ્યો હતો. ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ તેની પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. યુવકને સારવાર મળે તે પહેલા જ તે સ્થળ પર મૃત્યુ પામ્યો હતો. જેમાં સમગ્ર ઘટનાને પગલે મૃતક યુવકના જ્ઞાતિજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ધંધુકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવાયા હતા

જે બાદ ધંધૂકા શહેરમાં માલધારી સમાજના યુવકની હત્યા મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ધંધુકા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે વેપારીઓએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાડ્યું છે. જોકે, ઘટનાના પગલે ધંધુકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લાની SOG, LCB અને સ્થાનિક પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. બીજી તરફ આ ઘટના બાદ ધંધુકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા છે.



ગૃહ મંત્રીએ કરી હતી ટ્વિટ

આ સમગ્ર મામલે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, 'અમદાવાદના ધંધુકા ખાતેના કિશન ભરવાડના કેસ અંતરર્ગત બે શંકાસ્પદ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે.'
Published by: Kaushal Pancholi
First published: January 28, 2022, 12:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading