Rajkot News: માતાજીનો માંડવો શરૂ થયો એટલે થોડી જ વારમાં મંત્રી રૈયાણીએ ધૂણવાનું ચાલુ કર્યું હતું. આ સાથે વીડિયોમાં દેખાય છે કે, તેઓ જાડી સાંકળ લઈને પોતાના પર કોરડા વિંઝી રહ્યા હતા.
રાજકોટ: તાલુકાના ગુંદા ગામમાં રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીના (Arvind Raiyani) પરિવારે માાતાજીનો માંડવો રાખ્યો હતો. જ્યાં અરવિંદ રાજ્યમંત્રી રૈયાણી ફરીથી ધૂળ્યા હતા. જેનો વીડિયો (viral video) સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. નોંધનીય છે કે, તેઓ વર્ષોથી રાખડીબંધ ભૂવા (Bhuvo viral video) તરીકે ઓળખાય છે. ચૂંટણી પહેલા રાજ્યકક્ષાના મંત્રીનો ધૂણતાં વીડિયોએ ચર્ચાનું જોર પકડ્યુ છે.
રૈયાણી પરિવારના માતાજીના માંડવાની આમંત્રણ પત્રિકામાં પણ અરવિંદ રૈયાણીના નામ આગળ મંત્રીને બદલે રાખડીબંધ ભૂવા લખવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. માતાજીનો માંડવો શરૂ થયો એટલે થોડી જ વારમાં મંત્રી રૈયાણીએ ધૂણવાનું ચાલુ કર્યું હતું. આ સાથે વીડિયોમાં દેખાય છે કે, તેઓ જાડી સાંકળ લઈને પોતાના પર કોરડા વિંઝી રહ્યા હતા.
આ પહેલા લોકસભાની ચૂંટણી પહેલા પણ અરવિંદ રૈયાણીના ધૂંણતા વીડિયોએ રાજકારણ ગરમાયું હતુ. રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી સાથે જિલ્લાના ભાજપના સહકારી આગેવાન બાબુ નસીત પણ ધૂંણયા હતા. રાજકોટ નજીક આવેલા લોઠડા ગામે માતાજીના માંડવામાં બાબુ નસીત અને અરવિંદ રૈયાણી સાંકળો મારી રહ્યાં હોય તેવું વીડિયોમાં દેખાતુ હતુ. બાબુ નસીતની સાથે રાજકોટ લોકસભાના ઉમેદવાર મોહન કુંડાંરીયા પણ હાજર હતા.
આ પણ વાંચો: મહેસાણા-શામળાજી નેશનલ હાઇવે માટે જમીન સંપાદનથી 10 ગામના ખેડૂતોમાં રોષ
આ અંગે ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતુ કે, “અત્યારે જ ચૈત્રી નવરાત્રી ગઈ છે, ત્યારે ધારાસભ્ય તરીકે દરેક પરિવારના માંડવામાં અમને આમંત્રણ હોય છે, જ્યારે ભૂવાને પગે લાગીએ ત્યારે પ્રસાદી રૂપે ત્રણ કોરડા અમે લેતા હોઈએ છીએ, વીડિયોમાં એ જ છે, ખાસ કરીને કુળદેવીને બધા લોકો માનતા હોય તો અમે પણ માનીએ છીએ અને માતાજી પાસે અમે કઈક અને કઈક માંગતા હોઈએ છીએ અને માતાજી આપતા પણ હોય છે, આ અમારી આસ્થા સાથે જોડાયેલો વિષય છે, અમે આગળ પણ માંડવાના દર્શને જઈશું.”