'પતલી કમરિયા મોરી' ગીત પર ડાન્સ કરીને જાનૈયાઓની થઈ ગઈ 'હાય હાય...'વિતાવી પોલીસ સ્ટેશનમાં રાત
News18 Gujarati Updated: February 3, 2023, 5:29 PM IST
વિતાવી પોલીસ સ્ટેશનમાં રાત
એક વેપારીએ આરોપ છે કે, વરરાજાના પક્ષના કેટલાક યુવકોએ ડીજે પર વાગી રહેલા ગીત 'પતલી કમરિયા મોરી હાય હાય' પર ડાન્સ કરવાની સાથે વાંધાજનક હરકતો કરવા લાગ્યા હતા. ડાન્સ દરમિયાન વર પક્ષના કેટલાક યુવકોએ તેમની સગીર દીકરીની છેડતી કરવાનું શરૂ કર્યું હતું. આથી આ મામલો વધુ બગડ્યો અને ત્યાં તુ-તુ, મૈં-મૈં શરૂ થઈ ગઈ હતી. મામલો એટલો વધી ગયો કે, લાતો મારવા અને ધક્કા મારવા સુધી પહોંચી ગયો હતો.
ઉત્તરપ્રદેશ: હાલમાં લગ્નો પૂરજોશમાં ચાલી રહ્યા છે અને લગ્નોમાં ડીજે પરનું એક ગીત 'પતલી કમરિયા મોરી હાય હાય' કમરિયા હલે કે ના હલે, પણ આ ગીતે લગ્ન સમારોહમાં હાજર જાનૈયાઓને આખી રાત લોકપમાં રાખી હાય હાય કરવા મજબૂર કરી દીધા હતા.
જણાવી દઈએ કે, આ આખો મામલો બુધવારે રાત્રે ચકેરી શનિકવામાં લગ્ન સમારોહ દરમિયાન વર અને વરરાજા પક્ષ વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો હતો. આ ધમાલમાં બૂટ-લાતો અને ખુરશીઓ પણ સામેલ થઈ ગઈ હતી. આ ઉપરાંત, અનેક લોકો તો જમ્યા વગર જ ત્યાથી રફૂચક્કર થઈ ગયા હતા. પોલીસને આ અંગેની માહિતી મળતાં જ ચકેરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે અડધો ડઝન લોકોને કસ્ટડીમાં લીધા હતા. આ પછી વર-કન્યા તરફથી કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બહેનપણીના પતિના પ્રેમમાં પડી, પ્રેગ્નન્ટ થયા બાદ કર્યા લગ્ન! ફિલ્મી છે આ એક્ટ્રેસની પર્સનલ લાઈફચકેરી શનિકવા નિવાસી એક યુવતીના લગ્ન બુધવારે રાત્રે વિસ્તારના એક પ્રતિષ્ઠિત ગેસ્ટ હાઉસમાં હતા. બિથુરથી જાન નીકળી હતી. દ્વારચર ખાતે જાનૈયાઓ એવી રીતે નાચ્યા કે અડધો કલાક સુધી દરવાજાથી આવતા જતા લોકોનો રસ્તો બ્લોક કરી દીધો હતો. કન્યા પક્ષ વતી નિરમાના એક ઉદ્યોગપતિ નેતા તેમના પરિવાર સાથે આ લગ્ન સમારોહમાં ભાગ લેવા આવ્યા હતા.
એક વેપારીએ આરોપ છે કે, વરરાજાના પક્ષના કેટલાક યુવકોએ ડીજે પર વાગી રહેલા ગીત 'પતલી કમરિયા મોરી હાય હાય' પર ડાન્સ કરવાની સાથે વાંધાજનક હરકતો કરવા લાગ્યા હતા. ડાન્સ દરમિયાન વર પક્ષના કેટલાક યુવકોએ તેમની સગીર દીકરીની છેડતી કરવાનું શરૂ કર્યું હતું. આથી આ મામલો વધુ બગડ્યો અને ત્યાં તુ-તુ, મૈં-મૈં શરૂ થઈ ગઈ હતી. મામલો એટલો વધી ગયો કે, લાતો મારવા અને ધક્કા મારવા સુધી પહોંચી ગયો હતો.
આ પણ વાંચો: ઉત્તરપ્રદેશની યુવતી પ્રેમીને મળવા સાયકલ લઈને નીકળી ગુજરાત, આ ભુલ કરવી પડી ભારે અને પકડાઈ ગઈબીજી તરફ એવો આરોપ છે કે, દુલ્હન પક્ષના કેટલાક લોકોએ દારૂ પીધા બાદ અપશબ્દો બોલવા માંડ્યા અને ત્યાં જ બોલાચાલી કરવા લાગ્યા હતા. આ અંગે પોલીસને જાણ થતાં જ ચકેરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર અંજન કુમાર સિંહે જણાવ્યું કે, હંગામાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બંને પક્ષની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હંગામો મચાવતા લોકોને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા.
Published by:
Samrat Bauddh
First published:
February 3, 2023, 5:29 PM IST