પીંછાવાળુ બતક પોતાને નથી કરી શકતું ડ્રાય, તો મહિલાએ બનાવી દીધો Duck રેઈનકોટ, જુઓ Video

News18 Gujarati
Updated: May 23, 2022, 8:14 PM IST
પીંછાવાળુ બતક પોતાને નથી કરી શકતું ડ્રાય, તો મહિલાએ બનાવી દીધો Duck રેઈનકોટ, જુઓ Video
મહિલાએ પીંછાવાળા બતક માટે બનાવ્યો અદ્ભૂત રેઈનકોટ

તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વિડિયો (Viral video)માં બતાવ્યું છે કે, કેવી રીતે પીછાંવાળા બતક (Duck Raincoat)ને એક મહિલા દ્વારા મદદ મળે છે જે તેના માટે સુંદર નાનો રેઈનકોટ (Raincoat) બનાવે છે.

  • Share this:
પ્રાણી (Animals Life)ઓ કે જેઓ મૌખિક રીતે મદદ માટે પૂછી શકતા નથી તેમના પ્રત્યે દયાના નાના કાર્યો, હંમેશા માનવતા (Humanity)ની શક્તિમાં વિશ્વાસ વઘારે છે. હાલમાં ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વીડિયો (Viral Video)માં આ જોવા મળી રહ્યું છે. મધર ધ માઉન્ટેન ફાર્મ દ્વારા પોસ્ટ કરાયેલ ઇન્સ્ટાગ્રામ વિડિઓમાં એક સુંદર બતક જોઈ શકાય છે. આ સુંદર વીડિયો તમારા ચહેરા પર સ્મિત લઈ આવશે અને તમારા બાકીના દિવસને વધુ સુંદર બનાવશે તેની ખાતરી છે.

વીડિયોની શરુઆતમાં બી નામનું સુંદર નાનું બતક બતાવવામાં આવ્યું છે. હા, તમે તે સાચું વાંચ્યું છે. વિડિયો દરમિયાન, જે માહિતી બહાર આવી છે તે એ છે કે આ બતકના પીંછાની ચોક્કસ સ્થિતિ હોય છે જે તેના માટે પોતાને શુષ્ક અથવા વોટરપ્રૂફ રાખવાનું મુશ્કેલ બનાવે છે. પરંતુ જ્યારે તમારી બાજુમાં એક પ્રેમાળ વ્યક્તિ હોય જે તમને આરામદાયક લાગે તે માટે કોઈપણ હદ સુધી જશે ત્યારે ડર શા માટે? અને અહીં આ વીડિયોનો સૌથી સુંદર ભાગ આવે છે.

"બી બતકને પીછાની સ્થિતિ છે જેનો અર્થ છે કે તે પોતાની જાતને વોટરપ્રૂફ કરી શકતી નથી. તેથી, મેં તેણીને રેઈનકોટ બનાવ્યો,” આ બતકના વિડિયો સાથેનું કૅપ્શન છે. તે આ બતકનું માપ લઈ તેને સીવતી જોવા મળે છે. વઘુ ના કહેતા આવો જોઈએ વીડિયો....આ પણ વાંચો: કાળઝાળ ગરમીમાં બેહોશ થઈને આકાશમાંથી પડી રહ્યા છે હજારો પક્ષીઓ

15 મેના રોજ શેર કરવામાં આવ્યો ત્યારથી, આ વિડિયોને 4.5 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે અને ઘણા લોકોએ માનવીના આ દયાળુ હાવભાવની પ્રશંસા કરવા માટે કોમેન્ટ બોક્સમાં વિવિધ ટિપ્પણીઓ કરી છે.

આ પણ વાંચો: Wedding Ceremony છોડી શખ્સ પહોંચ્યો ડૂબતા શ્વાનનો જીવ બચાવવા, જુઓ Viral Video

એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, "જ્યારે તમને લાગે છે કે તમારું પેજ આનાથી વધુ ક્યૂટ નથી બની શકતું." જ્યારે બીજા યુઝરે લખ્યું, "આજ મારે જોવાની જરૂર છે," ત્રીજા ટિપ્પણીકર્તાએ કબૂલાત કરી, "આ પુખ્ત વ્યક્તિને રડવા માટે પૂરતું છે."
Published by: Riya Upadhay
First published: May 23, 2022, 8:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading