સિંગાપુરમાં સ્કૂલો કેમ બંધ કરવામાં આવી રહી છે? નવા વેરિયન્ટને લઈ ભયનો માહોલ

News18 Gujarati
Updated: May 19, 2021, 7:12 AM IST
સિંગાપુરમાં સ્કૂલો કેમ બંધ કરવામાં આવી રહી છે? નવા વેરિયન્ટને લઈ ભયનો માહોલ
સિંગાપુરમાં સરકારે અનેક પ્રતિબંધ લગાવ્યા છે. (તસવીર- AP)

સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રી ઓંગ યે કુંગે કહ્યું છે કે બાળકો કોરોનાના નવા વેરિયન્ટ B.1.167થી વધુ શિકાર થઈ રહ્યા છે

  • Share this:
નવી દિલ્હી. ભારતમાં કોરોનાની બીજી લહેર (Covid Second Wave)ની વચ્ચે હવે સિંગાપુર (Singapore)માં કોરોનાના નવા વેરિયન્ટે દુનિયાને પરેશાન કરી દીધું છે. સિંગાપુરની સરકારે કહ્યું છે કે કોરોનાનું B.1.167 વેરિયન્ટ બાળકો (Children)માં વધુ અસર કરી રહ્યું છે. સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રી ઓંગ યે કુંગે કહ્યું છે કે બાળકો કોરોનાના નવા વેરિયન્ટ B.1.167થી વધુ શિકાર થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાનું આ વેરિયન્ટ ઘણું ઝડપથી ફેલાઈ રહ્યું છે. સિંગાપુરે કોવિડ-19ના કેસ વધ્યા બાદ લોકોના એકત્ર થવા પર અને જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધો લગાવી દીધા છે.

જોકે સિંગાપુરમાં કોઈ ચોક્કસ ડેટા નથી સામે આવ્યા કે કેટલા બાળકો આ નવા વેરિયન્ટના શિકાર થયા છે. સ્વાસ્થ્ય મંત્રીનું કહેવું છે કે દેશમાં નવા કેસોમાં તેજી આવી છે અને આ કારણથી લોકોની મુવમેન્ટ પર પ્રતિબંધ મૂકવા ખૂબ જરૂરી છે. નોંધનીય છે કે સિંગાપુરના કોરોના મેનેજમેન્ટને લઈને દુનિયાભરમાં જ વખાણ થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના 61 હજાર કેસ સામે આવ્યા છે. તેમાં પણ મોટાભાગના વિદેશી શ્રમિકોની ડોરમેટ્રીથી આવ્યા છે. સમગ્ર દેશની લગભગ 20 ટકા વસ્તીને કોરોના વેક્સીનના બંને ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં મોડર્ના અને ફાઇઝરની વેક્સીનના માધ્યમથી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો, દુનિયામાં સાથે આવ્યા અને સાથે જ કહ્યું અલવિદા, કોવિડે મેરઠના બે જોડીયા ભાઈઓનો લીધો જીવ

અરવિંદ કેજરીવાલના નિવેદન ભારતમાં ઉગ્ર બની ચર્ચા

મૂળે, મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ દાવો કર્યો છે કે સિંગાપુર વેરિયન્ટના કારણે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. તેઓએ કેન્દ્ર સરકારને અપીલ કરતાં કહ્યું છે કે સિંગાપુરથી અવર-જવર પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. આ વાયરસના સંબંધમાં સવાલ પૂછાતા કોવિડ નેશનલ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું છે કે બાળકોમાં કોવિડ સંક્રમણને લઈને અમે વેરિયન્ટને લઈને આવી રહેલા રિપોર્ટ્સનું પરીક્ષણ કરી રહ્યા છીએ. રાહતની વાત એ છે કે તેમાં સંક્રમણ ગંભીર નથી થઈ રહ્યું. અમે તેની પર નજર રાખી રહ્યા છીએ.

આ પણ વાંચો, કોરોનાથી સાજા થયેલા લોકોને 6 મહિનાને બદલે 9 મહિના બાદ અપાય વેક્સીન- સરકારી પેનલની ભલામણ

સિંગાપુર સરકાર ચિંતિત, સ્કૂલો બંધ કરાઈ

સિંગાપુરમાં ગત થોડા મહિનાઓ દરમિયાન નવા કેસોની સંખ્યા ખૂબ જ ઓછી રહી છે. દક્ષિણ એશિયાના દેશોની તુલનામાં અહીં ખૂબ ઓછા કેસ સામે આવ્યા છે. પરંતુ હવે લોકલ સ્તર પર સંક્રમણના વધતા કેસોએ દેશની સરકારને ચિંતામાં મૂકી દીધી છે. તેથી હવે સ્કૂલો સહિત અન્ય સ્થળો પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે. દેશમાં ગત વર્ષે કોરોનાની પહેલી લહેર બાદથી જ જાહેર સ્થળો પર સીમિત છૂટ આપવામાં આવે છે.
Published by: Mrunal Bhojak
First published: May 19, 2021, 7:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading