OMG! સલમાન ખાને કરી લીધી સગાઇ! ભાઇજાનની આ રિંગ પર અટકી ફેન્સની નજર
News18 Gujarati Updated: November 30, 2022, 5:08 PM IST
સલમાન ખાનની રિંગ સૌથી વધુ ચર્ચામાં
Salman Khan IIFA 2023: સલમાન ખાનના લગ્નને લઇને ઘણીવાર અટકળો લગાવવામાં આવી છે. પ્રેસ મીટ દરમિયાન સલમાન હંમેશાની જેમ પોતાનું ફેવરેટ બ્રેસલેટ પહેરેલો જોવા મળ્યો પરંતુ તેની મિડલ ફિંગલમાં પહેરેલી રિંગ પર સૌકોઇની નજર અટકી ગઇ.
સલમાન ખાન મંગળવારે આઇફા 2023(IIFA 2023) માટે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો હતો. આ અવસરે બોલીવુડના તમામ સેલેબ્રિટીઝ હાજર હતા પરંતુ સલમાન ખાનના પહોંચતા જ માહોલ બદલાઇ ગયો. ગ્રીન કલરના શર્ટ સાથે ગ્રે કલરનો કોટ-પેંટ પહેરીને સલમાન એકદમ ડેશિંગ લાગી રહ્યો હતો.
દબંગ ખાનને જોતા જ કેમેરા ક્લિક થવા લાગ્યા તો એક્ટરે પણ પોઝ આપવામાં કોઇ કંજૂસી ન કરી. આ અવસરે સલમાન ખાન હંમેશાની જેમ પોતાના હાથમાં બ્રેસલેટ પહેરેલો જોવા મળ્યો,પરંતુ સલમાનની આંગળીમાં પહેલીવાર રિંગ જોવા મળી. આ તસવીરે સોશિયલ મીડિયા પર બઝ ક્રિએટ કર્યો છે.
આ પણ વાંચો : ઉર્ફી જાવેદ સાથે પંગો લેવો ચેતન ભગતને પડ્યો ભારે, એક્ટ્રેસે એક ફોટોથી જ બોલતી બંધ કરી નાંખીસોશિયલ મીડિયા પર સલમાન ખાનની રિંગ પહેરેલી તસવીરો વાયરલ થઇ રહી છે અને યુઝર્સ તેના પર ખૂચ ચર્ચા પણ કરી રહ્યાં છે. કેટલાંક યુઝર્સને લાગ્યુ કે ક્યાંક સલમાને સગાઇ તો નથી કરી લીધી, પરંતુ જ્યારે નોટિસ કરલામાં આવે તો જોઇ શકાય છે કે સલમાને રિંગ તો મિડલ ફિંગરમાં પહેરી છે તેથી ફેન્સની આશાઓ પર પાણી ફરી ગયુ.
સલમાન માટે લકી છે રિંગ
સલમાન ખાનના બ્રેસલેટની જેમ જ તેની આ રિંગ પણ લકી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રિંગને લઇને ફેન્સ જોરદાર રિએક્શન આપી રહ્યાં છે. એકે લખ્યું, સલમાન ખાન પોતે જ લકી છે, તેને કોઇ લકી વસ્તુ પહેરવાની જરૂર નથી.
આ પણ વાંચો : Photos: કોણ છે પાકિસ્તાની વાયરલ ગર્લ આયશા, જેના એક ડાન્સે સોશિયલ મીડિયા પર લગાવી આગ
સલીમ ખાને આપી છે રિંગ?
કોઇનું માનવુ છે કે સલમાન ખાનને આ રિંગ તેના પિતા સલીમ ખાને આપી છે, તેમણે તેમના દરેક બાળકને રિંગ આપી છે. તેથી આ રિંગની હકીકત તો સલમાન ખાન પોતે જ જણાવી શકે તેમ છે પરંતુ પોતાના ફેવરટ સ્ટારના હાથમાં રિંગ જોઇને ફેન્સ ફરી એકવાર સલ્લુ મિંયા ઘોડે ચડશે તેવા સપના જોઇ રહ્યાં છે.
જણાવી દઇએ કે ભારતીય સિનેમાના પોપ્યુલર અવોર્ડ્સમાંથી એક આઇફા અવોર્ડ્સ 2023 અબુ ધાબીના યસ આઇલેંડ ખાતે આયોજિત કરવામાં આવશે. આ જ સિલસિલામાં મંગળવારે મુંબઇમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ મીટમાં બોલીવુડના ઘણા ફેમસ સેલેબ્સે રંગ જમાવ્યો હતો.
Published by:
Bansari Gohel
First published:
November 30, 2022, 5:08 PM IST