આ અભિનેત્રી બની બે બાળકોની માતા, હવે સરકાર કરશે તપાસ
News18 Gujarati Updated: October 10, 2022, 9:16 PM IST
આ અભિનેત્રી બની બે બાળકોની માતા, હવે સરકાર કરશે તપાસ
હવે નયનતારાના જોડિયા બાળકો અંગે સરકારને શંકા ઉભી થઈ ગઈ છે. નયનતારા અને તેના પતિ વિગ્નેશ શિવન પર સવાલો ઉઠી રહ્યા છે કે, શું તેઓએ સરોગસી પ્રક્રિયાના સાચા નિયમોનું પાલન કર્યું હતું. તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી સુબ્રમણ્યમે કહ્યું છે કે, તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
તમિલનાડુ: સાઉથની સુપરસ્ટાર નયનતારા અને તેના પતિ વિગ્નેશ શિવને તેમના ઘરે જોડિયા બાળકોનું સ્વાગત કર્યું છે. 9 ઓક્ટોબરના રોજ વિગ્નેશ અને નયનતારાએ સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કરીને તેમના માતાપિતા બનવાના સમાચાર શેર કર્યા હતા. આ સરપ્રાઈઝ બાદ બંનેના ફેન્સ ખુશ થઈ ગયા હતા અને તેમને અભિનંદન આપી રહ્યા હતા. આ દરમિયાન, ટ્વિટર પર સરોગસી અને દત્તક લેવા અંગે ચર્ચા શરૂ થઈ હતી. ઘણા યુઝર્સે કહ્યું કે, નયનતારાએ સરોગસીનો રસ્તો અપનાવીને સારૂ કર્યું નથી. હવે આ મામલે સરકાર પણ જોડાઈ છે.
સરકાર આ મામલે તપાસ કરશે:
હવે નયનતારાના જોડિયા બાળકો અંગે સરકારને શંકા ઉભી થઈ છે. નયનતારા અને તેના પતિ વિગ્નેશ શિવન પર સવાલો ઉઠી રહ્યા છે કે, શું તેઓએ સરોગસી પ્રક્રિયાના સાચા નિયમોનું પાલન કર્યું હતું. તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી સુબ્રમણ્યમે કહ્યું છે કે, તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ કેસમાં સરોગસીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં.
આ પણ વાંચો: આલિયા ભટ્ટ કરતાં પણ ફાસ્ટ નીકળી નયનતારા, લગ્નના 4 જ મહિનામાં ટ્વિન્સને આપ્યો જન્મ
ભારતમાં કોઈ પણ યુગલ લગ્નના પાંચ વર્ષ પછી જ સરોગસીનો માર્ગ અપનાવે તેવો નિયમ છે, કે નહીં તે તપાસવું પડશે. અત્યારે તમિલનાડુ સરકારનું કહેવું છે કે, તે તપાસ કરી રહી છે કે શું નયનતારા કે વિગ્નેશ સરોગસી દ્વારા બાળકો પેદા કરવાના નિયમોનું પાલન કરે છે કે તેનું ઉલ્લંઘન કરે છે. આવતીકાલે આરોગ્ય મંત્રી આ મામલે પૂછપરછ કરવામાં આવશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, સરોગસી એક્ટ 2021 મુજબ, ફક્ત કાયદેસર રીતે પરિણીત કપલ જ સરોગસીની મદદ લઈ શકે છે. નયનતારા અને વિગ્નેશ શિવનના લગ્ન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંનેએ લગભગ 4 મહિના પહેલા 9 જૂનના રોજ લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં, તે જોવાનું રહેશે કે બંનેએ તેમના લગ્નની રજિસ્ટ્રી સમયસર કરાવી છે કે નહીં.
જૂન 2022ના રોજ લગ્ન કર્યા હતા
નયનતારા અને વિગ્નેશ શિવને 9 જૂન 2022ના રોજ ચેન્નાઈમાં લગ્ન કર્યા હતા. આ અભિનેતા-દિગ્દર્શકની જોડીને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. બંનેના લગ્નના ઘણા ફોટા પણ વાયરલ થયા હતા. આ લગ્નમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન, વિજય સેતુપતિ, એઆર રહેમાન અને ડિરેક્ટર એટલાની સાથે ઘણા મોટા સ્ટાર્સ પણ પહોંચ્યા હતા.
Published by:
Samrat Bauddh
First published:
October 10, 2022, 9:16 PM IST