ઈન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમા પર જાવેદ અખ્તરે કહ્યું, 'વિચાર સારો છે, પરંતુ...'

News18 Gujarati
Updated: January 28, 2022, 12:18 PM IST
ઈન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમા પર જાવેદ અખ્તરે કહ્યું, 'વિચાર સારો છે, પરંતુ...'
જાવેદ અખ્તરે નેતાજી સ્ટેચ્યુ મામલે ટ્વીટર પર પોતાનો વિચાર જણાવ્યો

સ્વતંત્રતા સેનાની સુભાષ ચંદ્ર બોઝ (Subhash Chandra Bose) ને નમન કરીને ઇન્ડિયા ગેટ પરની નેતાજીની પ્રતિમા (Netaji statue at India Gate) પર પોતાનો અભિપ્રાય આપ્યો, ફેન્સને જાવેદ (Javed Akhtar) નો આઈડિયા પસંદ ન આવ્યો

  • Share this:
ગીતકાર જાવેદ અખ્તર (Javed Akhtar) સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર દેશ-વિદેશમાં ચાલી રહેલા મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે. તાજેતરમાં, તેમણે ટ્વિટ કરીને, સ્વતંત્રતા સેનાની સુભાષ ચંદ્ર બોઝ (Subhash Chandra Bose) ને નમન કરીને ઇન્ડિયા ગેટ પરની નેતાજીની પ્રતિમા (Netaji statue at India Gate) પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. જાવેદ અખ્તરનું માનવું છે કે, સરકારનો વિચાર સારો છે, પરંતુ પ્રતિમાની પસંદગી યોગ્ય નથી. ગીતકારનું આ ટ્વિટ (Javed Akhtar Tweet) હવે વાયરલ થઈ રહ્યું છે.

જાવેદ અખ્તરે કહ્યું- પ્રતિમાની પસંદગી યોગ્ય નથી

જાવેદ અખ્તરે (Javed Akhtar) એક ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવનાર નેતાજીની પ્રતિમા વિશે વાત કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું- 'નેતાજીની પ્રતિમાનો વિચાર સારો છે, પરંતુ પ્રતિમા વિશેની પસંદગી યોગ્ય નથી. દિવસભર આ પ્રતિમાની આસપાસ વાહનવ્યવહાર ચાલુ રહેશે અને પ્રતિમાનો સલામી આપતો પોઝ રહેશે. તે તેમની પ્રતિષ્ઠા અનુસાર નથી. તે કાં તો પ્રતિમા પાસે બેઠા હોવો જોઈએ અથવા હવામાં હાથ લહેરાવતા હોવો જોઈએ જાણે કોઈ નારા લગાવી રહ્યું હોય.

ફેન્સને જાવેદનો આઈડિયા પસંદ ન આવ્યો

જાવેદ અખ્તરના આ ટ્વિટ પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'જાવેદ સર, કૃપા કરીને એક વાર એ પણ કહો કે દિવસમાં પાંચ વખત નમાઝ અદા કરવાનો વિચાર સારો છે પરંતુ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો યોગ્ય નથી. નમાઝ એક ખાનગી ક્ષણ છે અને તે કાં તો મસ્જિદોની આસપાસના સમુદાયને કોઈપણ પ્રકારના ઘોંઘાટ અથવા ખલેલ વિના ઘરની અંદર હાથ ધરવામાં આવવી જોઈએ. બીજાએ લખ્યું- કોંગ્રેસને નેતાજીથી આટલી તકલીફ કેમ છે?

PM મોદીએ નેતાજીની 125મી જન્મજયંતિ પર જાહેરાત કરી હતીપીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ તેમની 125મી જન્મજયંતિ પર નેતાજીની પ્રતિમા વિશે જાહેરાત કરી હતી. નેતાજીની હોલોગ્રામ પ્રતિમાની જાહેરાત બાદ વડાપ્રધાને કહ્યું હતું કે, આઝાદી પછી ભારતની આઝાદી માટે બલિદાન આપનારા અનેક લોકોના યોગદાનને ભૂંસી નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આજે આઝાદીના દાયકાઓ બાદ દેશ તે ભૂલોને સુધારી રહ્યો છે.

આ પણ વાંચોMouni Roy Wedding: સૂરજ નામ્બિયારની થઈ મૌની રોય, Mouni Roy Wedding First Photo Out

શિલ્પકાર અદ્વૈત ગડનાયક પ્રતિમા બનાવી રહ્યા છે

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ એક ઐતિહાસિક દિવસ છે, એક ઐતિહાસિક ઘટના છે, એક ઐતિહાસિક સ્થળ પર. આ પ્રતિમા આપણા રાષ્ટ્ર માટે તેમના અદમ્ય યોગદાનને યોગ્ય શ્રદ્ધાંજલિ છે. પ્રખ્યાત શિલ્પકાર અદ્વૈત ગડનાયક આ પ્રતિમા બનાવી રહ્યા છે.
Published by: kiran mehta
First published: January 28, 2022, 12:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading