FIFA World Cup 2022: નોરા કાલે ફિફા વર્લ્ડકપના ફેન ફેસ્ટમાં કરશે પરફોર્મ, ડાન્સનો વીડિયો કર્યો શેર
Updated: November 28, 2022, 12:47 PM IST
ફોટોઃ @norafatehi
નોરા ફતેહી 29 નવેમ્બરે ફીફા વર્લ્ડકપ 2022 દરમિયાન ફેન ફેસ્ટમાં લાઈવ પરફોર્મ કરસે. તેના માટે તેણી સતત તૈયારીમાં લાગેલી છે. વળી, BTSના જંગકુકના ગીત 'ડ્રીમર્સ'એ નવા રેકોર્ડ બનાવી લીધા છે.
મુંબઈઃ FIFA વર્લ્ડકપ 2022(FIFA World Cup 2022)નો ઉત્સાહ સતત વધી રહ્યો છે. કતરમાં ચાલી રહેલા આ મહામુકાબલામાં ઘણું રોમાંચક જોવા મળી રહ્યુ છે. વિશ્વકપની રંગારંગ શરુઆત બાદ 29 નવેમ્બર બોલિવૂડ માટે ખાસ હશે. કાલે બોલિવૂડ ડાન્સિંગ ક્વિન નોરા ફતેહી (Nora Fatehi) ફીફાના ફેને ફેસ્ટમાં લાઈવ પરફોર્મ કરશે. બીજી તરફ, BTSના સિંગર જંગકુક (Jungkook)નું ગીત 'ડ્રીમર્સ'એ પણ નવો રેકોર્ડ બનાવી લીધો છે. જંગકુકનો આ વીડિયોને હવે 34 મલિયનથી વધારે વ્યુઝ મળી ચુક્યા છે.
ફૂટબૉલ વિશ્વકપની 20 નવેમ્બરે શાનદાર શરુઆત થઈ હતી. ત્યારબાદથી ફૂટબૉલની વચ્ચે દરેક મેચની સાથે તેની સાથે જોડાયેલો રોમાંચ વધી રહ્યો છે. ઘણા નવા ચહેરા ઉભરીને સામે આવી રહ્યા છે. વળી, મનોરંજનની વાત કરીએ તો પોતાના ડાન્સથી દીવાના બનાવનારી નોરા ફતેહી કાલે એટલે કે 29 નવેમ્બરે ફેન ફેસ્ટમાં લાઈવ પરફોર્મ કરવાની છે.
આ પણ વાંચોઃ Bigg Boss 16 : સલમાન ખાનના શોમાં પોર્ન સ્ટાર લાવશે 'ગરમાવો'?નોરા કરી રહી છે મહેનત
ફૂટબૉલ વિશ્વકપ દરમિયાન પોતાની પરફોર્મન્સને લઈને નોરા પણ ખૂબ જ ઉત્સાહિત છે. હાલમાં જ તેણીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેણી પોતાના ગ્રુપ સાથે લાઈવ પરફોર્મન્સ માટે પોતાનો પરસેવો પાડી રહી છે. સાથે જ પોતાના ગ્રુપને ડાન્સને લઈને ગાઈડ કરતી જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ Yami Gautam B'day: IAS બનવાની હતી ઈચ્છા, પછી લાગી ગયો એક્ટિંગનો ચશ્કો
જંગકુકનું 'ડ્રિમર્સ' લોકપ્રિય
વળી, 20 નવેમ્બરે કો ઓપનિંગ સેરેમનીમાં 'ડ્રીમર્સ'ને પરફોર્મ કરનાર BTSના મેમ્બરે 22 નવેમ્બરે આ ગીતનો આધિકારીક વીડિયો શેર કર્યો છે. આ ગીત તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે. આ ગીતને અત્યાર સુધીમાં 34 મિલિયનથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. જણાવી દઈએ કે, 25 વર્ષના જંગકુકે પહેલા એવા કોરિયન સિંગર છે, જેણે ફૂટબૉલ વિશ્વકપની ઓપનિંગ સેરેમનીમાં સોલો પરફોર્મન્સ કર્યુ હતું.
Published by:
Hemal Vegda
First published:
November 28, 2022, 12:47 PM IST