Big Boss 16: 9:30 નહીં હવે આટલા વાગ્યે જોવા મળશે બિગ બોસ, જાણી લો ક્યારે જોવા મળશે સલમાન
Updated: November 28, 2022, 3:12 PM IST
ફાઇલ ફોટો
Bigg Boss 16 update: હાલમાં જ બિગ બોસ 16ના ટેલિકાસ્ટના સમયમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે. 'ઝલક દિખલા જા' ના ખતમ થયા બાદ ફેન્સ હવે તેને વહેલા જોવાની મજા માણી શકશે.
મુંબઈઃ કલર્સનો પોપ્યુલર શો આ હાલ લાઈમલાઈટમાં છે. દરેક વર્ષની જેમ આ સીઝનમાં પણ તે છવાયેલો છે. પરંતુ, આ દરમિયાન આ શો કન્ટેસ્ટેન્ટને લઈને નહીં પણ બીજા કારણે ચર્ચામાં છે. હકીકતમાં સલમાન ખાનના રિયાલિટી શો Big Bossની ટાઈમિંગમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે. તેની સાથે શો હવે પોતાના દર્શકોના મનોરંજનને ડબલ ડોઝ આપવાનો છે. દરેક અઠવાડિયે ઘરની અંદર ચાલતી ઘટનાઓને જોવા માટે દર્શકોને ઓછી રાહ જોવી પડશે.
ખબર મળી રહી છે કે શનિવાર અને રવિવારે શોના ટેલિકાસ્ટની ટાઈમિંગમાં બદલાવ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કલર્સ પર દર શનિવાર અને રવિવાર રાત્રે 9:30 વાગ્યે આવનારા શોની ટાઈમિંગ પહેલા કરી દેવામાં આવી છે. હવે શોનો સમય બદલીને 9 વાગ્યે કરી દેવામાં આવી છે. જોકે, બાકીના દિવસે શોનો સમય તેનો તે જ રહેશે.
આ પણ વાંચોઃ FIFA World Cup 2022: નોરા કાલે ફિફા વર્લ્ડકપના ફેન ફેસ્ટમાં કરશે પરફોર્મ, ડાન્સનો વીડિયો કર્યો શેર'ઝલક દિખલા જા 10' છે બદલાવનું કારણ
જોકે, શોના બદલાવનું કારણ 'ઝલક દિખલા જા 10'ના ખત્મ થવાનું જણાવવામાં આવી રહ્યુ છે. જી હાં, હાલમાં જ ઝલક દિખલા જા ખત્મ થયુ છે જ્યારબાદ બિગ બોસની ટાઈમિંગને ફેન્સની ખુશી માટે બદલી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે રવિવારે 'ઝલક દિખલા જા'નો ફિનાલે એપિસોડ હતો. જેમાં 8 વર્ષની ગુંજન સિન્હા અને 12 વર્ષના તેજલ શર્માએ શોની ટ્રોફી પોતાના નામે કરી છે.
આ પણ વાંચોઃ Chetan Bhagat Vs Urfi Javed: ચેતન ભગત-ઉર્ફી જાવેદમાં જંગ! હવે લેખકે કર્યો પલટવારહવે પહેલા જેવો થઈ જશે સમય
જણાવી દઈએ કે આના પહેલાની સિઝનમાં પણ બિગ બોસની ટાઈમિંગ 9 વાગ્યાની હતી. તેની સાથે ફેન્સને પણ શો પહેલા જ જોવાની આદત છે. આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે ટાઈમિંગ બાદ સોશિયલ મીડિયા યુઝર્સ સલમાનના એપિસોડના ટેલિકાસ્ટને શનિવાર અને રવિવારે માંગી રહ્યા છે. પહેલા પણ સલમાન શુક્રવાર નહીં પણ 'શનિવાર કા વાર' લઈને આવતો હતો. તેની સાથે હવે જોવાનું રસપ્રદ રહેશે કે શોની ટાઈમિંગ બદલાવાની સાથે બિગ બોસ વ્યૂવર્સ અને લવર્સમાં કોઈ બદલાવ આવે છે કે નહીં? કે પછી તેમની સંખ્યા પહેલા જેટલી જ રહેશે.
Published by:
Hemal Vegda
First published:
November 28, 2022, 3:12 PM IST