લગ્ન પહેલાં પ્રેગ્નેન્ટ થઇ આમ્રપાલી દુબે! બેબી બંપ સાથે ફોટોઝ જોઇને ચોંકી ગયા ફેન્સ


Updated: January 17, 2023, 4:59 PM IST
લગ્ન પહેલાં પ્રેગ્નેન્ટ થઇ આમ્રપાલી દુબે! બેબી બંપ સાથે ફોટોઝ જોઇને ચોંકી ગયા ફેન્સ
ભોજપુરી એક્ટ્રેસે શેર કરી ખાસ પોસ્ટ

આમ્રપાલી દુબે (Amrapali Dubey) ભોજપુરી સિનેમાની સૌથી ફેમસ એક્ટ્રેસીસમાંથી એક છે. તેનો એક ફોટો સામે આવ્યો છે જેમાં તે બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

  • Share this:
ભોજપુરી ઇન્ડસ્ટ્રી (Bhojpuri Industri)ની જાણીતી અભિનેત્રી આમ્રપાલી દુબે (Actress Amrapali Dubey)ને કોઇ ઓળખની જરૂર નથી. ભોજપુરી અભિનેત્રી આમ્રપાલી દુબે હંમેશા ચર્ચામાં રહે છે. આમ્રપાલી ઇન્ડસ્ટ્રીની હાઇ-પેઇડ અભિનેત્રીઓની યાદીમાં પણ સામેલ છે. તેણે અનેક ભોજપુરી હિટ ફિલ્મો (Amrapali Dubey in Bhojpuri Films)માં કામ કર્યું છે, જેના કારણે યુપીથી લઇને બિહાર સુધી તેની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે.

જોકે, અભિનેત્રીએ એક ફોટો શેર કરીને તેના ફેન્સને ચોંકાવી દીધા છે. હાલમાં જ તે બેબી બંપ ફ્લોન્ટ (Amrapali Dubey Flauts her Baby Bump) કરતી જોવા મળી રહી છે. એક્ટ્રેસે હજુ સુધી લગ્ન નથી કર્યા, તેથી તેનો બેબી બંપ ફ્લોન્ટ કરતો ફોટો (Amrapali Pregnancy News) સામે આવતા જ ફેન્સ આશ્ચર્ય પામી ગયા હતા.

આ પણ વાંચો :  Disha Patani:દિશા પટણીએ નવા બોયફ્રેન્ડ સાથે લીધી એવી ગજબ મિરર સેલ્ફી, જોતજોતામાં વાયરલ થઇ ગઇ પોસ્ટ

ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બેબી બંપ ફ્લોન્ટ કરતા ફોટા


આમ્રપાલી દુબેએ ઇન્સ્ટાગ્રામ પર 2 ફોટો શેર કર્યા છે, જે બાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. આ બન્ને ફોટામાં તે બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ ફોટોઝમાં આમ્રપાલી બ્લેક પ્રિન્ટેડ સૂટ અને માથા પર સિંદૂર લગાવીને ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. ફોટા જોયા બાદ ફેન્સ તેમને સવાલ કરી રહ્યા છે. આ ફોટા જોઈને ઘણા ફેન્સ ચોંકી પણ ગયા છે. લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આમ્રપાલીના લગ્ન નથી થયા, તો શું તે લગ્ન પહેલાં જ માં બની ગઈ છે?


પ્રેગ્નેન્સી પાછળનું કારણ જાણી ચોંકી જશો


ખરેખર આમ્રપાલી ગર્ભવતી નથી. તેણે પોતાની આગામી ફિલ્મનો આ લુક શેર કર્યો છે. તેણે ફોટો શેર કરતાં લખ્યું- મારી એક ખૂબ જ આશાસ્પદ ફિલ્મ 'દાગ...' 'એગો લાંછન'નો ફર્સ્ટ લુક. આ ફિલ્મ રેણુ વિજય ફિલ્મ્સ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ તૈયાર છે. આ ફિલ્મનું નિર્માણ નિશાંત ઉજ્જવલે કર્યું છે અને તેનું દિગ્દર્શન પ્રમાંશુ સિંહે કર્યું છે. આ વર્ષે રિલીઝ થનારી આમ્રપાલી દુબેની આ સૌથી મોટી ફિલ્મ હશે, જેને લઈને તે પોતે પણ ઘણી ઉત્સાહિત છે.


શા માટે આમ્રપાલીએ નથી કર્યા લગ્ન?


આમ્રપાલી ભોજપુરી સિનેમાના મોટા કલાકારો સાથે સ્ક્રીન શેર કરી ચૂકી છે, પરંતુ નિરહુઆ સાથે તેની જોડી સૌથી વધુ લોકપ્રિય બની છે. તેમના અને ભોજપુરી અભિનેતા નિરહુઆ (Amrapali-Nirahua Relationship) વિશે એવી વાતો વહેતી થઇ છે કે બંનેએ ગુપ્ત રીતે લગ્ન (Amrapali-Nirahua Marriage) કરી લીધા છે, પરંતુ એવું નથી. નિરહુઆ પહેલાથી જ પરિણીત છે અને આમ્રપાલી હજી પણ સિંગલ છે.
First published: January 17, 2023, 4:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading