અલી બાબાઃ દસ્તાન-એ-કાબુલનો નવો પ્રોમો થયો રીલીઝ, આ એક્ટરે શીઝાનને કર્યો રીપ્લેસ


Updated: January 17, 2023, 5:22 PM IST
અલી બાબાઃ દસ્તાન-એ-કાબુલનો નવો પ્રોમો થયો રીલીઝ, આ એક્ટરે શીઝાનને કર્યો રીપ્લેસ
સિરિયલની લીડ અભિનેત્રી તુનીષાએ ગત 24 ડિસેમ્બરે શોના સેટ પર જ આત્મહત્યા કરી લીધી હતી

Ali Baba 2 promo: દિવંગત એક્ટ્રેસ તુનિષા શર્મા (Tunisha Sharma)ના સુસાઇડ બાદ શોની નવી સીઝન શરૂ થવા જઇ રહી છે. મેકર્સે શીઝાન ખાન ( Sheezan Khan)ને રિપ્લેસ કરી દીધો છે.

  • Share this:
અભિનેત્રી તુનીષા શર્માએ સિરિયલના સેટ પર સ્યુસાઇડ (Tunisha Sharma Suicide Case) કર્યા બાદથી અલી બાબાઃ દસ્તાન-એ-કાબુલ ટીવી શો (TV Show Alibaba- Dastaan E Kabul) ઘણો ચર્ચામાં રહ્યો છે. આ કેસ સોલ્વ કરવા માટે પોલીસ મથામણ કરી રહી છે.

આપને જણાવી દઇએ કે સિરિયલની લીડ અભિનેત્રી તુનીષાએ ગત 24 ડિસેમ્બરે શોના સેટ પર જ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ થોડા દિવસો માટે શોનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું.

અલી બાબાના મુખ્ય અભિનેતા શીઝાન ખાન (Shizaan Khan)ની પોલીસે ધરપકડ કરી હતી. હવે મેકર્સે આ શોનો નવો પ્રોમો રિલીઝ (Alibaba-Dastaan E Kabul New Promo) કર્યો છે, જેમાં શીઝાન ખાનને બદલે અભિષેક નિગમ (Abhishek Nigam)ની એન્ટ્રી થઇ ચૂકી છે.અભિષેક નિગમની શોમાં એન્ટ્રી


હાલમાં જ તુનીષા શર્માના નિધન બાદ એવા સમાચાર આવ્યા હતા કે આ શો બંધ થવાનો છે. જોકે મેકર્સે કહ્યું હતું કે અલીબાબા-દસ્તાન-એ-કાબુલ શો ચાલુ રહેશે. ત્યાર બાદ લોકોના મનમાં બીડ લીડ રોલ નિભાવી રહેલ તુનીષા અને શીઝાનના રિપ્લેસમેન્ટને લઈને સવાલો ઉઠી રહ્યા હતા. પ્રોમો જોયા બાદ સ્પષ્ટ છે કે, શોમાં હવે શીઝાન ખાનને બદલે અભિષેક નિગમ લીડ રોલમાં જોવા મળશે.

અલી બાબા- અંદાજ અનોખા કહેવાશે


શોનો પ્રોમો એસએબી ટીવીના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે - કંઈક મોટું આવી રહ્યું છે, જોડાયેલા રહો... ટેલિવિઝનના સૌથી મોટા ફેમિલી એન્ટરટેઇનર, અલી બાબા એક અનદેખા અંદાજ ચેપ્ટર 2, સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે, ફક્ત સોની સબ પર.

ફિમેલ લીડને લઇને સસ્પેન્સ યથાવત


આ સીઝનને 'અલી બાબા: અંદાઝ અનોખા ચેપ્ટર 2' કહેવામાં આવી રહી છે. નવા પ્રોમો સાથે જ શોની ફીમેલ સ્ટારને લઈને ફેન્સમાં અટકળો પણ શરૂ થઈ ગઈ છે. હવે જોવાનું એ રહે છે કે મરિયમનું પાત્ર ભજવનારી તુનીષા શર્મા બાદ આ શોમાં કઈ એક્ટ્રેસની એન્ટ્રી થાય છે. ફેન્સ પણ નિર્માતાઓ દ્વારા તેની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.


પોલીસ કસ્ટડીમાં શીઝાન ખાન


બીજી તરફ શોના લીડ એક્ટર શિઝાન ખાન વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તે પોલીસ કસ્ટડીમાં છે. તુનીષા શર્માએ શોના સેટ પર ગળેફાંસો ખાધા બાદ ત્યાં શૂટિંગ નહોતું કરવામાં આવી રહ્યું. પરંતુ ઘટનાસ્થળથી થોડા કિલોમીટર દૂર શૂટિંગ કરવામાં આવી રહ્યું હતું.
First published: January 17, 2023, 5:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading