Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર ભૂલથી પણ ન કરશો આ કામ, ભગવાન ભોળાનાથ થઈ જશે નારાજ


Updated: February 7, 2023, 7:59 AM IST
Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર ભૂલથી પણ ન કરશો આ કામ, ભગવાન ભોળાનાથ થઈ જશે નારાજ
મહાશિવરાત્રિ

Mahashivratri 2023: આ વખતે મહાશિવરાત્રીનું વ્રત 18 ફેબ્રુઆરી 2023ના રોજ રાખવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા. ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આવો જાણીએ મહાશિવરાત્રિના દિવસે કઇ પ્રવૃત્તિઓ ટાળવી જોઇએ.What activities should be avoided on the day of Mahashivratri?

  • Share this:
ધર્મ ડેસ્ક: શિવભક્તો માટે મહાશિવરાત્રિના પર્વનુ ખૂબ જ મહત્વ હોય છે. આમ તો દરેક માસમાં શિવરાત્રિ આવતી હોય છે પણ, મહાશિવરાત્રિનુ મહત્વ અનોખું છે. આ વર્ષે 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે શિવભક્તો ભગવાન શિવની ભક્તિ કરવા માટે ઉપવાસ પણ રાખે છે અને તેમની તમામ મનોકામના પૂર્ણ કરવા ભોળાનાથને પ્રાર્થના કરે અને આશિર્વાદ પણ માંગે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આવો જાણીએ એવા કામો વિશે જે મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીતર તેનું પરિણામ ઉચિત આવતું નથી.

  1. જો તમે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે કાળા રંગના કપડા ન પહેરો. આ દિવસે કાળા કપડા પહેરવા અશુભ માનવામાં આવે છે.


  2. એવી માન્યતા છે કે શિવલિંગ પર ચઢાવવામાં આવેલ પ્રસાદને ભક્તોએ ન ગ્રહણ કરવો જોઈએ. કહેવાય છે કે આવું કરવાથી દુર્ભાગ્ય આવે છે. સાથે જ ધનહાનિ અને બીમારીઓ પણ આવી શકે છે.

  3. શિવલિંગ પર ક્યારેય તુલસી ન ચઢાવવી જોઈએ. શિવલિંગ પર દૂધ ચડાવતા પહેલા એ વાતનું ધ્યાન રાખો કે પાશ્ચરાઇઝ્ડ કે પેકેટમાં આવતા દૂધનો ઉપયોગ ન કરો અને શિવલિંગ પર માત્ર ઠંડુ દૂધ જ ચઢાવો. અભિષેક હંમેશા એવા વાસણથી કરવો જોઈએ જે સોના, ચાંદી અથવા કાંસાથી બનેલું હોય. અભિષેક માટે ક્યારેય સ્ટીલ, પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ ન કરો.

  4. ભગવાન શિવને ભૂલીને પણ કેતકી અને ચંપાના ફૂલ ન ચઢાવો. કહેવાય છે કે આ ફૂલોને ભગવાન શિવે શ્રાપ આપ્યો હતો. કેતકીનું ફૂલ સફેદ હોવા છતાં ભોલેનાથની પૂજામાં ન ચઢાવવું જોઈએ.
  5. શિવરાત્રિ નું વ્રત સવારે શરૂ થાય છે અને બીજા દિવસે સવાર સુધી ચાલે છે. ઉપવાસ કરનારે વ્રત દરમિયાન ફળ અને દૂધ લેવું જોઈએ. જો કે, તમારે સૂર્યાસ્ત પછી કંઈપણ ખાવું જોઈએ નહીં.

  6. ભગવાન શિવની પૂજામાં ભૂલથી પણ તૂટેલા ચોખા ન ચઢાવવા જોઈએ. અક્ષત એટલે અખંડ ચોખા ભોળાનાથને અર્પણ કરવામાં આવે છે કારણ કે તે પૂર્ણતાનું પ્રતિક છે. એટલા માટે શિવજીને અક્ષત અર્પણ કરતી વખતે જોવું કે ચોખા તૂટેલા કે ખંડિત ન હોવા જોઈએ.

  7. સૌથી પહેલા શિવલિંગ પર પંચામૃત ચઢાવવું જોઈએ. પંચામૃત એટલે દૂધ, ગંગાજળ, કેસર, મધ અને પાણીનું મિશ્રણ. ચાર પ્રહરની પૂજા કરનારે પ્રથમ પ્રહરનો અભિષેક પાણીથી, બીજો પ્રહર દહીંથી, ત્રીજો પ્રહર ઘીથી અને ચોથો પ્રહર મધથી અભિષેક કરવો જોઈએ.

  8. શિવરાત્રિ પર શિવને ત્રણ પાંદડાઓ વાળું બિલીપત્ર અર્પણ કરવું જોઈએ અને તેને અર્પણ કરતી વખતે પાનની ડાળીને તમારી તરફ રાખો. ફાટેલું કે તૂટેલું બિલીપત્ર શિવજીને ચઢાવવું જોઈએ નહી.

  9. દૂધ, ગુલાબજળ, ચંદન, દહીં, મધ, ઘી, ખાંડ અને પાણીનો ઉપયોગ કરીને ભગવાન શિવને તિલક કરો. જો કે, ભોલેનાથને ઘણા ફળ અર્પણ કરી શકાય છે, પરંતુ શિવરાત્રિ પર શિવજીને બોર જરૂરથૂ અર્પણ કરવા જોઈએ. કારણ કે બોરને શાશ્વતતાનું પ્રતીક માનવામાં આવે છે.

  10. એવી માન્યતા છે કે શિવલિંગ અથવા ભગવાન શિવની મૂર્તિ પર માત્ર સફેદ રંગના ફૂલ જ ચઢાવવા જોઈએ. કારણ કે ભોલેનાથને માત્ર સફેદ રંગના ફૂલો જ પસંદ છે. શિવરાત્રી પર ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ચંદનનુ તિલક લગાવી શકાય છે. શિવલિંગ પર ક્યારેય કુમકુમનું તિલક ન કરવું જોઈએ. જો કે, ભક્તો માઁ પાર્વતી અને ભગવાન ગણેશની મૂર્તિ પર કુમકુમનુ તિલક લગાવી શકે છે.

  11. આ દિવસે સવારે મોડે સુધી ન સૂવું જોઈએ. વહેલા ઉઠી અને નહાયા વગર કંઈ ખાવું જોઈએ નહીં. વ્રત ન હોય તો પણ સ્નાન કર્યા વિના ભોજન ન કરવું.


આ પણ વાંચો: Mahashivratri 2023 : મહાશિવરાત્રિ પર બની રહ્યો એક દુર્લભ યોગ, આ રાશિઓની ચમકી ઉઠશે કિસ્મત

મહાશિવરાત્રીના શુભ મુહૂર્ત

મહાશિવરાત્રીની ચતુર્દશી તિથિ 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ રાત્રે 08 વાગીને 02 મિનિટે શરૂ થશે અને 19 ફેબ્રુઆરી, 2023 ના રોજ સાંજે 04 વાગીને 18 મિનિટે સમાપ્ત થશે.

નિશિતા કાલનો સમય - 18 ફેબ્રુઆરી, બપોરે 11 વાગીને 52 મિનિટથી 12 વાગીને 42 મિનિટ સુધી રહેશે.

પ્રથમ કલાકની પૂજાનો સમય - 18 ફેબ્રુઆરી સાંજે 06 વાગીને 40 મિનિટ થી 09 વાગીને 46 મિનિટ સુધી રહેશે.

બીજા કલાકની પૂજાનો સમય - રાત્રે 09 વાગીને 46 મિનિટથી 12 વાગીને 52 મિનિટ સુધી રહેશે.

આ પણ વાંચો: Mahashivratri 2023: મહાશિવરાત્રિ પહેલા મળે આવા સંકેત તો સમજી લો ભાગ્ય ઊઘડી ગયું



ત્રીજા કલાકની પૂજાનો સમય - 19 ફેબ્રુઆરી બપોરે 12 વાગીને 52 મિનિટથી 03 વાગીને 59 મિનિટ સુધી રહેશે.

ચોથા કલાકની પૂજાનો સમય - 19 ફેબ્રુઆરી સવારે 03 વાગીને 59 મિનિટથી 07 વાગીને 05 મિનિટ સુધી રહેશે.

પારણનો સમય - 19 ફેબ્રુઆરી સવારે 06 વાગીને 10 મિનિટથી બપોરે 02 વાગીને 40 મિનિટ સુધી રહેશે.
Published by: Damini Patel
First published: February 7, 2023, 7:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading