UPSC Civil Service 2023: 1,105 પોસ્ટ પર ભરતીની જાહેરાત, 21 ફેબ્રુઆરી પહેલા કરો અરજી


Updated: February 3, 2023, 1:32 PM IST
UPSC Civil Service 2023: 1,105 પોસ્ટ પર ભરતીની જાહેરાત, 21 ફેબ્રુઆરી પહેલા કરો અરજી
કેન્દ્ર સરકારની નોકરી કરવા ઈચ્છા ઉમેદવારો માટે નવી જાહેરાત

UPSC Civil Service 2023 Notification: કેન્દ્ર સરકારની નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારી જાહેરાત આવી છે. યુપીએસસી દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જાહેરાતની લગતી મહત્વની વિગતો અને કઈ રીતે અરજી કરશો તે વિશે અહીં જાણો..

  • Share this:
UPSC Civil Service 2023 Notification: UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું નોટીફિકેશન રિલીઝ કરવામાં આવ્યું છે. સંઘ લોક સેવા આયોગે (UPSC) અધિકૃત વેબસાઈટ upsc.gov.in પર નોટિફિકેશન જાહેર કર્યું છે. પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર UPSCની વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. આ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી છે.

UPSC સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષા (પ્રિલિમિનરી પરીક્ષા) નું આયોજન 28 મેના રોજ કરવામાં આવશે અને મુખ્ય પરીક્ષા (મેઈન્સ) 15 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવશે. જે પણ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, તે અનુસાર આ વર્ષે 1,105 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. 7 વર્ષમાં પહેલી વાર સૌથી વધુ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. કેડર કંટ્રોલિંગ ઓથોરિટીઝ પાસેથી ખાલી જગ્યાઓની સંખ્યા મળ્યા પછી આ સંખ્યામાં ફેરફાર થઈ શકે છે. આ પરીક્ષાના માધ્યમથીIAS, IPS, IAF સહિત અન્ય અખિલ ભારતીય સેવાઓ માટે ઓફિસરોની ભરતી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 4 ફેબ્રુ.એ ભરતી મેળો, મોટી કંપનીઓમાં નોકરીની તક

આ ભરતી માટે કોણ અરજી શકે છે?


સ્નાતક થયેલ ઉમેદવાર UPSC પરીક્ષા માટે અરજી કરી શકે છે. આ પરીક્ષા માટે ઉમેદવારોની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 32 વર્ષ કરવામાં આવી છે. મહત્તમ સીમામાં આરક્ષિત શ્રેણીના ઉમેદવારોને છૂટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી પ્રક્રિયા હેઠળ પ્રિલિમિનરી પરીક્ષા, મુખ્ય પરીક્ષા તથા ઈન્ટરવ્યૂના માધ્યમથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

દેશના 79 શહેરોમાં UPSC પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવશે. UPSC મેન્સ 2023 પરીક્ષા દેશના 24 શહેરોમાં લેવામાં આવશે. તમે આ પરીક્ષા માટે ક્યારે અરજી કરો છો, તેના આધાર પર પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવશે. ફર્સ્ટ એપ્લાય ફર્સ્ટ એલોટના આધારે કેન્દ્રો ફાળવવામાં આવે છે.

રજીસ્ટ્રેશન પ્રક્રિયા


UPSCની અધિકૃત વેબસાઇટ gov.in પર જઈને upsconline.nic.in પર જઈને તમે સીધું રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

ફોર્મ ભરવાની મહત્વની તારીખો


આ ભરતી પ્રક્રિયા માટે 21 ફેબ્રુઆરી 2023 સુધીમાં અરજી કરવાની રહેશે. જ્યારે 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી અરજી ફોર્મમાં સુધારો કરી શકાશે.

આ ભરતી માટે અરજી કરતા પહેલા મુખ્ય જાહેરાતનો અભ્યાસ જરુર કરો


જે ઉમેદવારો કેન્દ્ર સરકારની નોકરી કરવા માગે છે તેમના માટે આ સારી તક માનવામાં આવી રહી છે.
First published: February 3, 2023, 1:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading