ગુજરાતીઓને સરકારી નોકરીની તક: Metro Railનાં વિવિધ પદો પર થઇ રહી છે ભરતી, ફટાફટ જાણો વિગતો

News18 Gujarati
Updated: July 25, 2021, 12:59 PM IST
ગુજરાતીઓને સરકારી નોકરીની તક: Metro Railનાં વિવિધ પદો પર થઇ રહી છે ભરતી, ફટાફટ જાણો વિગતો
પ્રતીકાત્મક તસવીર

અરજી કરવાની છેલ્લી તારીખ - 20 ઓગસ્ટ 2021 છે.

  • Share this:
ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. યુવાનો માટે સરકારી નોકરીની (Government Jobs) તક આવી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (Gujarat metro rail corporation)દ્વારા વિવિધ પદ પર સરકારી નોકરીઓની ભરતી આવી છે. સિવિલ, સિસ્ટમ્સ, ઈલેક્ટ્રિક, રોલિંગ સ્ટોકમાં વિવિધ પદ પર ભરતી (job vacancy) માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઈચ્છુક ઉમેદવાર https://www.gujaratmetrorail.com/careers/ લિંકના માધ્યમથી તમામ પદ પર અરજી કરી શકે છે.

જીએમઆરસીમાં (GMRCL Recruitment 2021) કુલ 15 પદ પર ભરતી કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને 3થી 5 વર્ષ સુધી ‘કોન્ટ્રાક્ટ’ બેઝ પર નોકરી આપવામાં આવશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 20 ઓગસ્ટ 2021 છે.

Sucess Story: 40 ગીર ગાયોનું સંવર્ધન કરીને પાટણનો આ એન્જિનિયર ખેડૂત કરે છે લાખોની કમાણી

આ વિવિધ પદ પર ભરતી થશે

ચીફ જનરલ મેનેજર/જનરલ મેનેજર (સિવિલ) - 8 પદ
એડિશનલ જનરલ મેનેજર (સિવિલ) - 2 પદએડિશનલ જનરલ મેનેજર (આર્કિટેક્ટ) - 1 પદ
જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ) - 2 પદ
જોઈન્ટ જનરલ મેનેજર (આર્કિટેક્ટ) - 1 પદ
મેનેજર (મલ્ટી મોડલ ઈન્ટીગ્રેશન) (પરિવહન યોજના) - 1 પદ

Zomato IPO: શું તમને ઝોમાટોના શેર નથી મળ્યાં? તો અત્યારે પણ કરી શકો રોકાણ, જાણો કેવી રીતે

વય મર્યાદા

જનરલ મેનેજર - 55 વર્ષ
એડિશનલ જનરલ મેનેજર (સિવિલ) - 53 વર્ષ
જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ) - 50 વર્ષ
સિનીયર ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ) - 48 વર્ષ
ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ-સુરક્ષા-એમએમઆઈ) - 45 વર્ષ
મેનેજર (સિવિલ-વાસ્તુકાર-મલ્ટી મોડલ ઈન્ટીગ્રેશન) - 40 વર્ષ

પગાર કેટલો રહેશે

જનરલ મેનેજર - 120000‐280000
એડિશનલ જનરલ મેનેજર (સિવિલ) -100000‐260000
જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ) - 90000-240000
સિનીયર ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ) -80000‐220000
ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ-સુરક્ષા-એમએમઆઈ) -70000‐200000
મેનેજર (સિવિલ-વાસ્તુકાર-મલ્ટી મોડલ ઈન્ટીગ્રેશન) - 60000‐180000
Published by: Kaushal Pancholi
First published: July 25, 2021, 12:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading