WazirX મિમ કરન્સી SHIBU ઇનુ ખરીદનાર યુઝર્સને નુકસાનનું વળતર ચૂકવશે, આ કારણે થઇ હતી ખોટ


Updated: May 19, 2021, 12:04 AM IST
WazirX મિમ કરન્સી SHIBU ઇનુ ખરીદનાર યુઝર્સને નુકસાનનું વળતર ચૂકવશે, આ કારણે થઇ હતી ખોટ

  • Share this:
નવી દિલ્લી:  ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વઝીર-એક્સએ એવા યુઝર્સને નુકસાનની ભરપાઈ કરવાની જાહેરાત કરી છે, જેમણે મિમ કરન્સી શિબા ઇનુ ખરીદવામાં નુકસાન વેઠવું પડ્યું છે. તેમના નુકસાનની ભરપાઈ વજીર એક્સ (WazirX) કરશે. વજીર એક્સ દ્વારા આ જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી છે.

એક્સચેન્જ પર ગત 13 મેના રોજ શિબા ઈનુ કરન્સી પોતાના વાસ્તવિક મૂલ્ય કરતા વધુ કિંમતે લિસ્ટ થઈ હતી. જેના કારણે યુઝર્સને નુકસાન થયું હતું. આ જ દિવસે ઈથેરિયમ બ્લોકચેનના સ્થાપક વિતાલીક બ્યુટરીને ભારતમાં કોવિડ ક્રિપ્ટો રિલીફ ફંડમાં 50 લાખ કરોડથી વધુ શિબા અને 500 ઇથર કોઈન આપ્યા હતા.

ક્ષતિ સર્જાતા ડિપોઝીટ અને વિથડ્રોલ લાઈવ થવામાં લાગ્યો સમય

શિબાનો ભાવ તેના લિસ્ટિંગના એક કલાકમાં જ 1 રૂપિયાથી નીચે પહોંચી ગયો હતો. અહેવાલો મુજબ શિબાનો ભાવ લિસ્ટિંગ સમયે 0.00002 ડોલર હતો. જોકે, વઝીર એક્સે ભાવને રૂ. 3માં લિસ્ટ કર્યો હતો. ભાવમાં પડેલા ફેરના કારણે ઘણા યુઝર્સે નુકસાન થયું હોવાની ફરિયાદ કરી હતી. વઝીર-એક્સે જણાવ્યું હતું કે શિબ લાઈવ થઈ ત્યારે ક્ષતિના કારણે તેની ડિપોઝીટ અને વિથડ્રોલ લાઈવ થવામાં સમય લાગ્યો હતો. ત્યારબાદ SHIBA માર્કેટમાં તરલતા પણ ઓછી થઈ ગઈ હતી. એક તરફ વધુ લોકોનું ટ્રેડિંગ અને બીજી તરફ તરલતા ઓછી હોવાથી SHIBAના ભાવમાં તેજી આવી હતી.

જેટલું નુકસાન થયું તેટલા મુલ્યના વઝીર એક્સ યુટીલિટી ટોકન મળશે

વઝીર એક્સે જણાવ્યા મુજબ અમારી ટીમે ક્ષતિને તરત દૂર કરી હતી. અમારા ગ્રાહકો તરફથી આવેલા ડિપોઝીટ મુજબ SHIBAના ભાવ ઓટો એડજસ્ટ કરાયા હતા. વઝીર એક્સમાં સ્થાપક અને સીઈઓ નિશ્ચલ શેટ્ટીએ ટ્વિટ દ્વારા કહ્યું કે, વધુ ભાવે SHIB ખરીદનાર અને તે વેચી ન શકનાર લોકોને નુકસાનનું વળતર એરડ્રોપ ડબલ્યુઆરએક્સના માધ્યમથી કરવામાં આવશે. નુકસાન કરનાર યુઝર્સને આગામી ચાર મહિના દરમિયાન વઝીર એક્સ યુટીલિટી ટોકન મળશે. જે નુકસાનની વેલ્યુ જેટલા જ હશે.
Published by: kuldipsinh barot
First published: May 18, 2021, 11:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading