Business Idea: નોકરીનું ટેન્શન સમાપ્ત! નાનું રોકાણ કરીને ટી-શર્ટ પ્રિન્ટિંગનો બિઝનેસ શરૂ કરો, થશે મોટી કમાણી
News18 Gujarati Updated: May 27, 2022, 7:02 PM IST
Start T Shirt printing business with small investment
આજકાલ ટી-શર્ટ પ્રિન્ટિંગની માંગ ઝડપથી વધી છે. આવી સ્થિતિમાં આ બિઝનેસ તમારા જીવનમાં ચાર ચાંદ લગાવી શકે છે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે લગભગ 70,000 રૂપિયાની જરૂર પડશે.
જો તમે તમારી નોકરીથી ખુશ નથી. જો તમારો પગાર વધી રહ્યો નથી અથવા તમે વધારાની કમાણી કરવા માંગો છો, તો આજે અમે તમને એક સારો બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ. આ બિઝનેસ તમે ઘરે બેસીને ખૂબ ઓછા રોકાણમાં શરૂ કરી શકો છો અને તેમાં સારી કમાણી થવાની સંભાવના પણ છે. આ બિઝનેસ ટી-શર્ટ પ્રિન્ટિંગનો બિઝનેસ (
T Shirt Printing Business) છે. ટેકનોલોજી અને ફેશનના યુગમાં, દરેક વ્યક્તિ ટી-શર્ટ પહેરતો જોવા મળે છે. જેનું વેચાણ પણ બજારમાં મોટા પાયે જોવા મળી રહ્યું છે.
આજકાલ ટી-શર્ટ પ્રિન્ટિંગની માંગ ઝડપથી વધી છે. આવી સ્થિતિમાં આ બિઝનેસ તમારા જીવનમાં ચાર ચાંદ લગાવી શકે છે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે લગભગ 70,000 રૂપિયાની જરૂર પડશે. આવકની વાત કરીએ તો તમે દર મહિને 30,000-40,000 રૂપિયા સરળતાથી કમાઈ શકો છો.
આ પણ વાંચો -ઉનાળો શરૂ થતા જ મસમોટા વીજ બિલો આવવા લાગ્યા? આ રીતે બચાવો હજારો રૂપિયાટી-શર્ટ પ્રિન્ટિંગ માટે પ્રિન્ટર, હીટ પ્રેસ, કોમ્પ્યુટર, કાગળ અને સાદી ટી-શર્ટ જેવી વસ્તુઓ જરૂરી છે. તમે થોડા મોટા સ્કેલ પર કામ કરવા માટે 2 લાખથી 5-6 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. સૌથી સસ્તું મશીન મેન્યુઅલ છે, જેમાંથી 1 મિનિટમાં ટી-શર્ટ પ્રિન્ટ કરી શકાય છે.
આજકાલ ઓનલાઈન બિઝનેસ વધી ગયો છે. તમે તમારી પોતાની બ્રાન્ડ બનાવીને કોઈપણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ટી-શર્ટ વેચી શકો છો. જેમ જેમ તમારો ધંધો વધશે તેમ તેમ તમે તમારા વ્યવસાયનું કદ વધારી શકો છો. આ દરમિયાન, તમે સારી ગુણવત્તા સાથે મોટી સંખ્યામાં ટી-શર્ટ પ્રિન્ટ કરવા માટે વધુ ખર્ચાળ મશીન ખરીદી શકો છો.
આ પણ વાંચો -મહિલાઓ માટે રોકાણ કરવાની આ 5 ટીપ્સ, ભવિષ્યમાં નહીં પડે પૈસાની તકલીફકપડાં માટે વપરાતા એક સામાન્ય પ્રિન્ટિંગ મશીન રૂ. 50,000માં આવે છે. પ્રિન્ટિંગ માટે સામાન્ય ગુણવત્તાવાળી સફેદ ટી-શર્ટની કિંમત લગભગ રૂ. 120 છે અને તેની પ્રિન્ટિંગ કિંમત રૂ. 1 થી રૂ. 10 સુધીની છે. જો તમારે થોડી સારી પ્રિન્ટીંગ જોઈતી હોય તો તેની કિંમત 20 થી 30 રૂપિયાની વચ્ચે હશે. તે જ સમયે, તમે તેને ઓછામાં ઓછા 200 થી 250 રૂપિયામાં વેચી શકો છો. જો કોઈ વચેટિયા ન હોય, તો ટી-શર્ટ પર ઓછામાં ઓછો 50 ટકા સુધીનો નફો મેળવી શકો છો.
Published by:
Bhavyata Gadkari
First published:
May 27, 2022, 7:02 PM IST